________________
[ ૧૮ ] જૈન મહર્ષિએએ-મહાપુરુષએ તે તીર્થયાત્રા કરવાને સચોટ સદુપદેશ આપે છે, એટલું જ નહીં તેને આદેશ પણ કર્યો છે.
જેઓ સાચા દિલથી અને સાચા ભાવથી વિધિપૂર્વક તીર્થયાત્રા કરે છે, તેમનું મન અવશ્ય પવિત્ર થાય છે. જન્મ પણ સફળ થાય છે. (૧૨) તીર્થયાત્રાનું મહત્વ.
તીર્થયાત્રાનું મહત્વ અલૌકિક છે. તેનું સ્વરૂપ દર્શાવતાં જૈન મહર્ષિઓએ કહ્યું છે કે" श्रीतीर्थपान्थरजसा विरजीभवन्ति,
तीर्थेषु बम्भ्रमतो न भवे भ्रमन्ति । द्रव्यव्ययादिह नराः स्थिरसम्पदः स्युः,
___ पूज्या भवन्ति जगदीशमथार्चयन्तः ॥१॥ -તીર્થયાત્રિકના પગની રજ વડે કરીને રજવાળા થનારા મનુષ્ય કમરજથી રહિત થાય છે. તીર્થમાં પરિભ્રમણ કરવાવાળા મનુષ્યો સંસારમાં પરિભ્રમણ કરતા નથી, તીર્થયાત્રામાં દ્રવ્યત્યય કરવાથી મનુષ્ય સ્થિર સંપત્તિવાળા થાય છે અને તીર્થમાં જઈ જગદીશ એટલે શ્રી જિનેશ્વરદેવની પૂજા-ભક્તિ-આરાધના-ઉપાસના કરતાં સ્વયં પૂજ્ય બને છે. (૧) - અહે ! મહાપુરુષોએ તીર્થયાત્રાને આ કે ઉત્તમ મહિમા વર્ણવ્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org