________________
[ ૨૦ ] એ તારક તીર્થોની ખરેખર તીર્થયાત્રાને આ ઉત્તમ મહિમા જતાં કહી શકાય કે જેણે મનુષ્યભવ પામવા છતાં શ્રી શત્રુજય આદિ તીર્થોની યાત્રા નથી કરી તેને જન્મ નિરર્થક છે. (૧૩) તીર્થયાત્રા અને પર્યટનમાં અંતર.
તીર્થયાત્રા અને પર્યટન એ બંનેમાં પ્રવાસ તરીકે, સમાનતા હોવા છતાં, તેમાં ભારે અતર રહેલું છે.
જ્યારે તીર્થયાત્રા આત્મશુદ્ધિના ઈરાદાથી કરવામાં આવે છે ત્યારે પર્યટન મોજશોખ કે મનોરંજન અર્થે કરવામાં આવે છે.
કેટલાક તીર્થયાત્રાની મહત્તાને નહીં સમજનારા પર્યટનની સાથે સરખામણી કરે છે તે યોગ્ય–ઉચિત નથી.
તેઓની યાત્રા અને પર્યટન વચ્ચે ભેદ અથત અંતર સમજવાની જરૂર છે.
જે આંતરિક વિશુદ્ધિના હેતુથી ભાવસિપુ તરવા માટે અટન કરે-ભ્રમણ કરે કે પરિભ્રમણ કરે તે યાત્રા છે, અને જે બાહ્યદષ્ટિથી કેવળ મોજશોખ કે મને રંજન માટે અટન કરે-બ્રમણ કરે કે પરિભ્રમણ કરે તે પર્યટન છે.
આજ યાત્રા અને પર્યટન વચ્ચે ભેદ અર્થાત્ અંતર છે. (૧૪) તીર્થયાત્રાથી થતા અનેક લાભ.
તીર્થયાત્રામાં અનેક લાભે પ્રાપ્ત થવાના સાધન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org