________________
[૨૨] તમાં અને ધ્યાનમાં યાત્રિકને આત્મા એકતાન બની જાય છે. ભક્તિરસમાં તરબોલ થઈ જાય છે.
' (૯) તીર્થયાત્રામાં તીર્થપતિ પરમાત્માના પૂજનાદિ દ્વારા પૂજક યાત્રિક પણ પૂજ્ય પદવી પ્રાપ્ત કરી શકે છે.
(૧૦) તીર્થયાત્રા કરવા આવેલ યાત્રિક તીર્થસ્થાનમાં પિતાની અસ્થિર સમ્પત્તિ-લક્ષ્મીને સદ્વ્યય કરવાથી સ્થિર અને અવિનાશી એવી ગુણસમ્પત્તિ-લક્ષ્મીને પામી શકે છે.
(૧૧) તીર્થયાત્રા કરવાથી યાત્રિકના જ્ઞાનમાં અભિવૃદ્ધિ થાય છે.
(૧૨) તીર્થયાત્રા કરવાથી યાત્રિકની દષ્ટિ વિશાળ બને છે.
(૧૩) તીર્થયાત્રા કરવાથી યાત્રિક ચારિત્રની નિર્મલતાને ધારણ કરે છે.
(૧૪) તીર્થયાત્રાથી જીવનમાં પરમાર્થ, પોપકારપરાયણતા તથા ઉદારતા આદિ ગુણે કેળવાય છે.
(૧૫) તીર્થયાત્રા સમૂહરૂપે કરતાં સહધમ આદિ એકબીજાને સંપર્ક સાધી શકાય છે, જીવને સ્કર્ષનાં સુંદર સાધનોમાં સહભાગી બનાય છે તથા એકબીજાના સુખદુઃખના ભાગી પણ થવાય છે.
(૧૬) તીર્થયાત્રામાં સ્થાવરતીર્થ કે જંગમતીર્થોની ગત્રિકે કરાતી સેવા-ભક્તિ એ સમ્યક્ત્વને ઉત્પન્ન કરનાર છે, સમ્યકત્વને ટકાવનાર છે અને સફવમાં અભિવૃદ્ધિ કરનાર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org