________________
[૧૫] આ સમ્બન્યમાં એક વિદ્વાન પંડિતે તેને મહિમા વર્ણવતાં અનેક ઉપમાઓથી તેનું સુંદર વર્ણન કર્યું છે.
જુઓ–
શ્રી જિનમંદિરેએ વિકાસમાગને અનભિમુખ પ્રાણીને અભિમુખ બનવા માટે અગમ્ય ઉપદેશવાણી ઉચ્ચારતાં મૂગાં પુસ્તકો છે.
ભૂલા પડેલા ભવાટવીને મુસાફરોને માર્ગ બતાવવા માટે દીવાદાંડીઓ છે.
આધિ, વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપથી બળ્યાઝળ્યા આત્માઓને વિશ્રાંતિ લેવાનાં આશ્રયસ્થાને છે.
કર્મ અને મેહના હુમલાઓથી ઘવાયેલાં દિલને રુઝ લાવવા માટે સંરહિણી ઔષધિઓ છે.
આપત્તિરૂપી પહાડી ભેખડો અને ભાંખરાઓમાં ઘટાદાર છાયા–તેઓ છે.
દુઃખરૂપી સળગતા દાવાનળમાં શીતળ હિમકૂટે છે.
ભવરૂપી ખારા સાગરમાં મીઠી વીરડીઓ છે. તેના જીિવન-પ્રાણુ છે. દુર્જનેને અમેઘ શાસન છે. ભૂતકાળની પવિત્ર યાદ છે. વર્તમાનકાળનાં આમિક વિલાસ ભવને છે. ભાવિકાળનાં ભાથાં છે. સ્વર્ગની સીડીઓ છે. મેક્ષના સ્તંભે છે. નરકના માર્ગમાં દુર્ગમ પહાડ છે, અને તિર્યંચગતિના દ્વારની આડે મજબૂત અર્ગલાઓ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org