________________
[ ૧૪] () સ્થાવર તીર્થને અપાતી ઉપમાઓ,
આગમાદિ શાસ્ત્રમાં અનેક સ્થળે સ્થાવરતીર્થ અંગે સુંદર વર્ણન કરવામાં આવેલું છે.
આજે પણ વિદ્યમાન આગમ છે જેવા કે- પૂ. શ્રી ભગવતી સૂત્ર, આચારાંગ સૂત્ર, ઠાણુગ સૂત્ર, મહાક૯પસૂત્ર, ઉવવાઈ સૂત્ર, જ્ઞાતા સૂત્ર, આવશ્યક સૂત્ર, દશવૈકાલિક સૂત્ર, શયપણેણીય સૂત્ર, સૂયગડાંગ સૂત્ર, પ્રશ્ન વ્યાકરણ સૂત્ર, કલ્પસૂત્ર, દશાશ્રુતસ્કંધ સૂત્ર, અનુગદ્વાર સૂત્ર, જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ આદિ અનેક ગ્રંથોમાં સ્થાવરતીર્થ અંગેનું વર્ણન જોવામાં આવે છે.
સ્થાવરતીર્થ સ્વરૂપ ખરેખર એ જિનતીર્થો, એ જિનમંદિર-ચે અને એ જિનમત્તિઓ આત્મોન્નતિ અને આત્મવિકાસનાં અનન્ય સાધને છે.
સંસાર અને શિવપુરી વચ્ચેના અનુસંધાનરૂપ સર્વોત્તમ સેતુઓ-પુલે છે.
સંસારસાગર તરવાની અદ્વિતીય સ્ટીમરે – નૌકાઓ છે. ધાર્મિક જીવનનાં અનુપમ લક્ષ્ય બિંદુએ છે.
ધર્માત્માના ત્રિકાળ અત્યુત્તમ કર્તવ્ય છે.
આત્મારૂપી લેઢાને સુવર્ણ બનાવનાર અદ્દભુત રસાયણે છે.
કર્મવિનાશનાં અદ્વિતીય શાસ્ત્રો છે અને મેક્ષનાં શાશ્વત સુખ ફળ દેનાર અલૌકિક કલ્પવૃક્ષો છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org