________________
૧૧ ] ગણવામાં આવેલ છે. આ અર્થ ભાવતીર્થને અનુલક્ષીને સમજવાને છે.
અહીં મુખ્યત્વે દ્રવ્ય તીર્થની અપેક્ષાએ વર્ણન કરતું હોવાથી તેના અનુસંધાનમાં તીર્થને અર્થ તીર્થકર ભગતેની કલ્યાણક ભૂમિઓ, તીર્થંકર પરમાત્માઓની વિહાર ભૂમિઓ તથા તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થ વગેરે તીર્થની પ્રસિદ્ધિ પામેલાં પવિત્ર સુંદર સ્થાને સમજવાનાં છે.
હવે આપણે સ્થાવર તીર્થના સમ્બન્ધમાં વિચારીએ. (૮) જૈન તીર્થોની વિશેષતા
જગતમાં જૈનોનાં અને જૈનેતરોનાં અનેક તીર્થો છે. તેમાં જૈન તીર્થોની વિશેષતા અનેરી અને અનોખી છે, - જ્યારે જેનેતરોના તીર્થમાં તીર્થપતિની મૂર્તિએ રાગદ્વેષથી, અટ્ટ કે રુ હાસ્યથી, હાથમાં ચક વગેરે આયુધોશસ્ત્રોથી અને સ્ત્રીના સંસગદિકથી યુક્ત હોય છે ત્યારે જૈનોના તીર્થોમાં તીર્થપતિની મૂત્તિઓ વીતરાગ દશામાં સર્વ સંસર્ગથી રહિત હોય છે.
સ્થાવર તીર્થની ગણનામાં આવતા એ જૈન તીર્થોમાં જે ઉત્તમ આદર્શ, પવિત્રતા, સ્વચ્છતા અને શાંતિ જોવામાં આવે છે તે અન્ય તીર્થોમાં મળવી મુશ્કેલ છે. ઈતરના અનેક તીર્થોનું અવલોકન કરનાર કોઈ પણ વ્યક્તિ જ્યારે જૈન તીર્થોનું સાક્ષાત્ અવલોકન કરે છે, ત્યારે તેના આન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org