________________
•
[ ૯ ] (૬) તીર્થના ભેદ.
એ ધર્મતીર્થના મુખ્ય પણે બે ભેદ છે. એક જંગમ તીર્થ અને બીજું સ્થાવર તીથ
(૧) સર્વજ્ઞ દેવ શ્રી તીર્થકર ભગવંત ભાષિત દ્વાદશાંગી-આગમશાસ્ત્રો અને તે આગમશાસ્ત્રોના આધારભૂત શ્રી ગણધર મહારાજાદિ શ્રમણ-સાધુઓ અને શ્રમણસાધ્વી, તથા શ્રાવકે અને શ્રાવિકાઓ એ રૂપે જે ચતુવિધ સંઘ તેને “જંગમ તીર્થ? કહેવામાં આવે છે.
(૨) જે એક સ્થાન ઉપર સ્થિર રહે તેને “સ્થાવર તીર્થ કહેવામાં આવે છે. - જેમકે – શ્રી શત્રુંજય, ગિરનાર, અષ્ટાપદ, સમેત શિખર, આબુ વગેરે તીર્થો.
જિનમંદિર-જિનચૈત્ય-જિનપ્રાસાદ તથા જિનબિંબજિનમૂત્તિ-જિનપ્રતિમા એ સર્વે પણ સ્થાવર તીર્થ તરીકે કહેવાય છે. ( આ પ્રમાણે જંગમ તીર્થ અને સ્થાવર તીર્થ એ બે ભેદ ધર્મતીર્થના મુખ્યપણે જાણવા.
વળી દ્રવ્ય તીથ અને ભાવ તી એ રીતે પણ તીર્થના બે ભેદ સમજવા.
તેમાં દ્રવ્યતીર્થ જગતના છ પર અત્યંત ઉપકાર કરનાર છે, અને ભાવતીર્થ ભવસમુદ્રથી ભવાટવીથી ભવ્યાભાઓને પાર ઉતારનાર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org