________________
[૧૦]
આ અંગે શ્રી આદીશ્વર પંચકલ્યાણક પૂજામાં પણ કહ્યું છે કે
द्रव्य भाव तीर्थ दो कहिए, पहिला जग उपकारी । द्रव्य भाव दूजा साथे, भव अटवी पार उतारी ॥
જે સ્થાનમાં શ્રી તીર્થ કાદિકની પુણ્ય સ્મૃતિ નિમિત્તે મનહર મંદિર બંધાય છે, સુંદર હતુપ ઉભા કરાય છે. અને ચરણપાદુકાઓ સ્થાપન કરાય છે તે સર્વે સ્થાવર તીર્થમાં ગણાય છે. વ્યવહારમાં એ સ્થાવર તીર્થની મુખ્યતા જણાય છે.
ચતુર્વિધ સંઘ તથા જિનાગમ-જિન પ્રવચન એ જંગમ તીર્થભાવતીર્થમાં ગણાય છે.
જંગમ તીર્થ અને સ્થાવર તીર્થ એ બંને સંસારસિંધથી તરવાનાં સર્વોત્તમ સાધન છે. (૭) તીર્થની ઓળખાણ
આ તીર્થ છે? એની નિશાની શું ? કઈ રીતે તે ઓળખી શકાય ?
એના જ જવાબમાં પૂર્વ તીર્થ સમ્બન્ધી વ્યાખ્યા જણાવી છે. તેમાં “દ્વાદશાંગીરૂપ શ્રત એ જ તીર્થ છે” એ દ્વાદશાંગીરૂપ શ્રતના સ્વરૂપે પ્રણેતા પ્રથમ ગણધર હોવાથી તથા એ શ્રુતને આધાર ચતુર્વિધ સંઘ લેવાથી, બંનેને એટલે પ્રથમ ગણધર અને ચતુર્વિધ સંઘને તીર્થરૂપે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org