________________
આદ્ય સ્થાપક શ્રી તીર્થકર ભગવતે-જિનેશ્વર દેવે જ છે. (૨) તીર્થ એટલે શું ? તીર્થ એટલે શું? એ પ્રશ્નના પ્રત્યુત્તરમાં મહાપુરુષોએ
'तित्थ पुण चाउवण्णे समणसंधे पढमगणहरे वा।'
–તીર્થ એટલે ચાતુર્વણું શમણુસંઘ કે પ્રથમ ગણધર,
શ્રમણ સંઘ એટલે શ્રમણ પ્રધાન સંઘ અર્થાત જેમાં શ્રમણની પ્રધાનતા-મુખ્યતા છે એ સંધ. તેના શ્રમણ-સાધુ શ્રમણ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એવા ચાર પ્રકાર છે તે રૂપ ચતુર્વિધ સંઘ છે.
શમણપ્રધાન ચતુર્વિધ સંઘને તીર્થ ગણવાનું કારણ એ છે કે તેના પ્રશસ્ત આલંબનથી ભવ્યાત્માઓ ભવસિધુ તરવાને સમર્થ બને છે. અર્થાત્ સંસારસાગર તરી જાય છે.
પ્રથમ ગણધરને તીર્થ કહેવાનું કારણ એ છે કે શ્રી તીર્થકર ભગવંતની શિષ્ય-પ્રશિષ્યાદિ પરંપરા એ તીર્થથી ચાલે છે, અને તેના વડે સર્વત્ર ધર્મને વ્યવસ્થિત પ્રચાર થઈ શકે છે. આથી સંસારી જીને-મનુષ્યોને સંસાર સાગર તરવાનું સુંદર સાધન પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org