________________
ધમ પ્રવાહપે અનાદિ છે. એ ધર્મના તીર્થકર ભગવત પ્રત્યેક ઉત્સર્પિણી કાળમાં અને પ્રત્યેક અવસર્પિણી કાળમાં ચોવીશ-વીશની સંખ્યામાં ક્રમશઃ ઉત્પન્ન થાય છે.
તેઓ દીક્ષાને એક વર્ષ બાકી રહેતાં સંવત્સરી-વાર્ષિક ત્રણ અબજ અઠ્ઠયાસી કેડ અને એંશી લાખ સોનિયાનું દાન આપે છે. પ્રાંતે રાજ્યની ઋદ્ધિ-સિદ્ધિ તથા વૈભવકુટુંબાદિને તિલાંજલી દેવાપૂર્વક અસાર સંસાર છોડી સંયમચારિત્રના પવિત્ર પંથે પ્રયાણ કરે છે.
જે દિવસે દીક્ષા લે છે તે જ દિવસે ચતુર્થ મન પર્યાવ જ્ઞાન પ્રાપ્ત કરે છે..
સંયમ-દીક્ષામાં અનુકૂળ-પ્રતિકૂળ અનેક ઉપસર્ગોઉપદ્રવ સમભાવે સહન કરવા પૂર્વક તપસાધના દ્વારા જ્ઞાનાવરણીયાદિ ચાર ઘાતી કર્મને સર્વથા ક્ષય કરી લે કાલેકપ્રકાશક કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. અર્થાત્ તેઓ સર્વજ્ઞ બને છે.
ત્યારબાદ દેએ રચેલા દિવ્ય સમવસરણમાં આરૂઢ થઈ તેઓ ધમતીથને પ્રવર્તાવે છે.
અનંત ઉપકારી એવા શ્રી તીર્થંકર પરમાત્મા “સવિ જીવ કર શાસનરસી, ઇસી ભાવદયા મન ઉલ્લસી” એ હાદિક ભાવનાને લઈને સંસારના સર્વ જીવને જિનશાસનના રસિક બનાવવા માટે લોકોના કલ્યાણ અર્થે તીર્થની સ્થાપના કરે છે. એ તીર્થના આદ્ય પ્રકાશક અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org