Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
३४
तत्त्वन्यायविभाकरे
विपुला विशेषग्राहिणी मतिर्घटोऽनेन चिन्तितस्स च सौवर्णः पाटलिपुत्रकोऽद्यतनो महान - पवरकस्थितः फलपिहित इत्याद्यध्यवसायहेतुभूता प्रभूतविशिष्टमनोद्रव्यपरिच्छेदरूपेत्यर्थः ॥ મનઃપર્યવજ્ઞાનનું લક્ષણ
ભાવાર્થ – “સંયમની વિશુદ્ધિરૂપ હેતુથી જન્ય, માત્ર મનોદ્રવ્યનો સાક્ષાત્કાર કરનારું જ્ઞાન, એ ‘મન:પર્યવજ્ઞાન’ છે. તે ઋજુમતિ-વિપુલમતિના ભેદથી બે પ્રકારનું છે.”
વિવેચન – દ્રવ્યવચનના પર્યાયનું જ માત્ર સાક્ષાત્કાર કરનાર જ્ઞાનત્વ, એ મન:પર્યાયનું લક્ષણ છે. ‘સંયમવિશુદ્ધિòતુમિતિ' આ શબ્દ, અપ્રમત્તપણાની ઋદ્ધિની પ્રાપ્તિ, ક્ષમા આદિવાળા મુનિને જ આ જ્ઞાન થાય છે, એમ સૂચવવા કહેલ છે. ‘માત્ર’પદ અવધિજ્ઞાનમાં અને કેવલજ્ઞાનમાં અતિવ્યાપ્તિના વારણ માટે છે.
૦ ખરેખર, અવધિજ્ઞાન મનનું સાક્ષાત્ કરનારું હોવા છતાં, મન સિવાય બીજા રૂપી પુદ્ગલસ્કંધોને જાણે છે. જ્યારે મન:પર્યવજ્ઞાન તો માત્ર મનને જ જાણે છે, બીજા રૂપીદ્રવ્યને નહીં. એ પ્રમાણે કેવલજ્ઞાન સકલવિષયક હોઈ દોષ નથી.
-
શંકા – મનપણાએ પરિણત સ્કંધમાં વિચારેલ બાહ્ય પણ અર્થને સાક્ષાત્ કરે છે, એમ જો કહેવામાં આવે તો અસંભવ દોષ કેમ નહીં ?
સમાધાન – મન:પર્યવજ્ઞાની મનોદ્રવ્યને માત્ર સાક્ષાત્ કરે છે, પરંતુ બાહ્ય પદાર્થરૂપ ચિંતનીય વસ્તુને અનુમાનથી જાણે છે. અર્થાત્ જ્યારે કોઈ એક પુરુષ મનમાં કોઈ એક બાહ્ય વસ્તુને વિચારે છે, ત્યારે વિચારમાં વિષયભૂત બાહ્ય વસ્તુના આકારથી પરિણત તેના મનના દ્રવ્યને સાક્ષાત્ કરે છે. મનઃપર્યવજ્ઞાન બાહ્ય પદાર્થોને સાક્ષાત્ કરતું નથી, પરંતુ બાહ્ય પદાર્થોને તથાવિધ મનઃપરિણામ-મનના ચિંતનીય બાહ્યવસ્તુના આકારપર્યાયરૂપ અન્યથા અનુપપત્તિ હેતુજન્ય અનુમાનથી જાણે છે, એમ સ્વીકાર કરેલ છે. વળી ચિંતકનો, આ મનનો ઘટ આદિનો આકા૨પર્યાય ચિંતનીય બાહ્ય વસ્તુથી પેદા થયેલો છે, કેમ કે-તેના આકારનો પર્યાય છે. જે જેના આકારનો પર્યાય, તે તે વસ્તુથી પેદા થયેલો છે. જેમ કે-સ્ફટિકમાં જાસુદના ફૂલનો લાલ આકારનો પર્યાય. અહીં મનઃપર્યવજ્ઞાનની ધર્મિગ્રાહકપ્રમાણથી મનોદ્રવ્ય માત્ર આલંબનપણાએ સિદ્ધિ છે, એમ જાણવું.
૦ આ મનઃપર્યવજ્ઞાન, અઢીદ્વીપ-બે સમુદ્રપરિમાણવાળા મનુષ્યક્ષેત્રવૃત્તિ મનોદ્રવ્યના વિષયવાળું છે. તે મનુષ્યક્ષેત્રથી બહાર રહેલ પ્રાણીઓના મનોને જાણતું નથી. તેમજ આ મન:પર્યવજ્ઞાન, સંશી જીવોએ મનોદ્રવ્યોને લઈ મનપણાએ પરિણમાવેલા દ્રવ્યમનોના અનંત પર્યાયોને વિષય કરે છે, પરંતુ ભાવમનના પર્યાયોને વિષય કરતું નથી, કેમ કે-અરૂપી છે. વળી છદ્મસ્થજ્ઞાનમાં અરૂપી વિષયનો યોગ નથી.
૦ એથી જ મન:પર્યાય માત્ર વિષયક સાક્ષાત્કારજ્ઞાનત્વરૂપ લક્ષણ નહીં કહીને ‘મનોદ્રવ્યપર્યાય’ એમ કહેલ છે.
૦ મનોદ્રવ્યને જોઈને ચિંતન, અતીત-અનાગત પલ્યોપમના અસંખ્યાતમા ભાગના વિષયવાળું છે.