Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
द्वितीयो भाग / सूत्र - १४, नवमः किरणे
४५५
સામાન્યનું જ ઈન્દ્ર આદિ શબ્દોની પ્રવૃત્તિમાં નિમિત્તપણું હોઈ, તે સામાન્યનું ઇન્દન આદિ ક્રિયાથી શૂન્યકાળમાં પણ વાસવ આદિમાં સત્ત્વ હોઈ તેના બળથી વાસવ આદિના વ્યવહારનો સંભવ છે.
૦ જેમ ગોરૂપ પશુવિશેષની ગમનક્રિયા ચાલુ હોય કે ન હોય તો પણ ગોશબ્દનો વ્યવહાર છે, તેમ અહીં સમજવું; કેમ કે-તથારૂઢિ છે. ગોશબ્દની ગોત્વથી અવચ્છિન્ન(વિશિષ્ટ)માં શક્તિ જ “રૂઢિ' છે, કેમ કે-અવયવમાં શક્તિ તે “યોગ' કહેવાય છે. સમુદાયની શક્તિ ધરૂઢ' કહેવાય છે. તે પ્રકારની રૂઢિનો સદ્ભાવ છે. “પર્વભૂતનયમતિમ્ ' એવંભૂતનય તો ઇન્દન આદિ ક્રિયામાં પરિણત અર્થને, તે તે ક્રિયાના કાળમાં-ઐશ્વર્ય આદિના અનુભવના કાળમાં જ ઈન્દ્ર આદિના વ્યવહારને ભજનાર તરીકે માને છે. અર્થાત જયારે જે નામની વ્યુત્પત્તિમાં નિમિત્તક્રિયા જયાં વર્તે છે, ત્યારે જ ત્યાં તે નામવડે વ્યપદેશ છે, બીજા વખતે નહિ. આ પ્રમાણે એવંભૂતનય સ્વીકાર કરે છે.
શંકા – જો આ પ્રમાણે વ્યુત્પત્તિમાં નિમિત્તક્રિયાનો જ પ્રવૃત્તિનિમિત્તપણાના સ્વીકારમાં જાતિશબ્દગુણશબ્દ-ક્રિયાશબ્દ-વાદચ્છિકશબ્દ-દ્રવ્યશબ્દ, આ પ્રમાણે પાંચ પ્રકારોના નામોનો ભંગ થઈ જાય ! કેમ કેસર્વ શબ્દોમાં ક્રિયાવાચક શબ્દપણાની પ્રાપ્તિ છે.
સમાધાન - આ વિષયમાં અમારા માટે ઇષ્ટપત્તિ જ છે. એ વાતને કહે છે કે કોઈ પણ શબ્દ, ક્રિયા ભિન્ન શબ્દ નથી. આ વિષય આ એવંભૂયનયના મતમાં છે.
૦ તે એવભૂતનયના મતમાં ગોત્વ-અશ્વત્વ આદિ રૂપ જાતિપ્રવૃત્તિનિમિત્તકપણાએ જાતિશબ્દરૂપે અભિમત ગો આદિ શબ્દોમાં ક્રિયાપ્રવૃત્તિનિમિત્તકપણાએ ક્રિયાવાચક શબ્દપણાનો નિશ્ચય કરાવે છે કે-ગાય (બળદ), ઘોડો વગેરે જાતિ શબ્દરૂપે અભિમત ગો આદિ શબ્દોમાં પણ ક્રિયાશબ્દપણું હોવાથી, “ચ્છતી'તિ (ગમન કર્યું છ0) ગાય આશુ(જલ્દી)ગામી હોવાથી અશ્વ એમ વ્યુત્પત્તિ કરાય છે.
૦ ગુણપ્રવૃત્તિનિમિત્તકપણાએ, અભિમત શુકલ આદિ શબ્દોમાં ક્રિયાપ્રવૃત્તિનિમિત્તકપણાના ઉપદર્શનમાં ક્રિયાશબ્દપણું દર્શાવે છે કે-શુકલ-નીલ વગેરે ગુણશબ્દરૂપે અભિમત પણ ક્રિયાવાચક શબ્દો જ છે. શુચીભવન(પહેલાં પવિત્ર ન હોય અને પછીથી પવિત્ર થનારપણું હોવાથી)થી શુકલ છે. નીલનથી (રંગવાથી) નીલ આ પ્રમાણે વ્યુત્પત્તિ છે.
૦ પ્રતિનિયત તે તે શબ્દવાઢેતારૂપ ઉપાધિવિશિષ્ટ વાપણું હોઈ, પુરુષવિશેષથી સંકેતિત હોઈ વાચ્યતા શબ્દથી દેવદત્ત આદિ શબ્દવિશિષ્ટમાં દેવદત્ત આદિ શબ્દોની શક્તિ છે. આમ તે તે શબ્દરૂપ ઉપાધિ પ્રવૃત્તિનિમિત્તકપણાએ યદચ્છાશબ્દપણાએ અભિમત દેવદત્ત આદિ શબ્દોમાં વ્યુત્પત્તિનિમિત્ત ક્રિયા પ્રવૃત્તિનિમિત્તકપણાના ઉપદર્શનદ્વારા ક્રિયાશબ્દપણું ઘટાવે છે. દેવદત્ત, યજ્ઞદત્ત વગેરે રૂપ યાદચ્છિક શબ્દરૂપે અભિમત શબ્દો પણ ક્રિયાશબ્દો છે.” જેમ કે-દેવ (જને) એને આપે-“યજ્ઞ એને આપે !”
૦ સંયોગસંબંધથી દ્રવ્યવિશેષ વિશિષ્ટ વાચકપણાએ અભિમત, સંયોગિ દ્રવ્યશબ્દ સમવાયસંબંધથી દ્રવ્યવિશેષ વિશિવાચકપણાએ અભિમત, સમવાય દ્રવ્યશબ્દ. આ પ્રમાણે બંને પ્રકારના પણ દ્રવ્યશબ્દમાં ક્રિયાવિશેષ પ્રવૃત્તિનિમિત્તકપણાએ ક્રિયાશબ્દપણું સિદ્ધ કરે છે કે-સંયોગિ દ્રવ્યવાચક શબ્દો, સમવાય દ્રવ્યવાચક શબ્દો પણ ક્રિયાશબ્દો જ. જેમ કે-સંયોગિ દ્રવ્યશબ્દ=દડિનશબ્દ સંયોગિ દ્રવ્યશબ્દ છે, કેમ કેદંડપુરુષરૂપ બે દ્રવ્યોમાં સંયોગસંબંધ છે. “વિષrfજન' શબ્દ સમવાધિ દ્રવ્યશબ્દ છે, કેમ કે-વિષાણનું