Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
द्वितीयो भाग / सूत्र - ४, तृतीयः किरणे
६८३ લોકોનો જન્મ સફળ છે અને આ દયાળુઓ છે. આવા પ્રકારની સ્તુતિ. ખરેખર, આ સમ્યકત્વનો અતિચાર છે. અથવા સંસ્તવ એટલે કુદષ્ટિઓની સાથે એક સ્થાનમાં રહેવાથી પરસ્પર વાર્તાલાપથી થયેલો પરિચય, તે કુદષ્ટિ સંસ્તવ. આ પણ સમ્યકત્વનો અતિચાર છે. ખરેખર, એક સ્થાનમાં વસવાટથી તેઓની પ્રક્રિયાના શ્રવણથી અને તે તે ક્રિયાઓને જોવાથી દઢ સમ્યકત્વવાળામાં પણ દૃષ્ટિમાં ભેદની સંભાવના કરાય છે. મંદ બુદ્ધિવાળા અને નવા થયેલા ધર્મીની તો વાત જ શી કરવી ? તથાચ કુદૃષ્ટિસંસ્તવ આદિથી જે આત્માના ગુણભૂત સમ્યકત્વનો ઘાતક થાય છે, તે “દર્શનપુલાક કહેવાય છે.
૦ ચારિત્રપુલાક ચારિત્રરૂપી કલ્પવૃક્ષના મૂળ જેવા મૂલરૂપ જે ગુણો, તે પ્રાણાતિપાત આદિ વિરમણરૂપ મૂલગુણો છે. તે મૂલગુણો પ્રત્યે પ્રતિકૂળ આચરણ, એ “મૂલગુણપ્રતિસેવન” કહેવાય છે. જેમ કે-એકેન્દ્રિય જીવો પ્રત્યે સંઘટ્ટન ગાઢ-અગાઢ પરિતાપ ઉપજાવવો, એ ઉપદ્રવણ આદિ રૂપ છે. મૂલગુણની અપેક્ષાએ, ઉત્તરભૂત ગુણો વૃક્ષની શાખા જેવા પિંડવિશુદ્ધિ આદિ ઉત્તરગુણો છે. તેઓની પ્રતિસેવના, એ ઉત્તરગુણપ્રતિસેવના' કહેવાય છે. ત્યાં મૂલોત્તરગુણપ્રતિસેવના પદથી મૂલ-ઉત્તરગુણના અતિચારરૂપ પ્રતિસેવના લેવી. પદના એક દેશમાં પદસમુદાયના ઉપચારથી, અથવા પ્રતિકૂળપણાએ સેવનથી અતિચારનો સંભવ હોવાથી કારણમાં કાર્યના ઉપચારથી તથા પ્રકારનું કથન છે. મૂલગુણો પાંચ પ્રકારના હોવાથી અતિચારરૂપ પ્રતિસેવના પાંચ પ્રકારની છે. ઉત્તરગુણો દશ પ્રકારના હોવાથી તેના અતિચારપ્રતિસેવના પણ દસ પ્રકારની છે. આ પ્રમાણે પ્રતિસેવનાથી ચારિત્રવિરાધનાના સંભવથી આત્માને પાડનારો ચારિત્રપુલાક” કહેવાય છે.
૦ પ્રતિસેવના સંબંધી મહાવ્રત આદિ એટલે પ્રાણાતિપાત આદિ વિરમણરૂપ મહાવ્રત આદિ. અહીં આદિ પદથી રાત્રિભોજનવિરમણનું ગ્રહણ છે.
૦ પિંડેવિશુદ્ધિ આદિ ઉત્તરગુણો એટલે (૧) પિંડવિશુદ્ધિ એક ઉત્તરગુણ. (૨) પાંચ સમિતિઓ એટલે પાંચ ઉત્તરગુણો. (૩) એ પ્રમાણે છે ભેદવાળો બાહ્ય તપ એ સાતમો ઉત્તરગુણ છે. (૪) છ ભેદવાળો અત્યંતર તપ એ આઠમો ઉત્તરગુણ છે. (૫) બાર ભિક્ષુપ્રતિમાઓ એ નવમો ઉત્તરગુણ છે. (૬) ચાર પ્રકારના અભિગ્રહો એ દસમો ઉત્તરગુણ છે.
૦ લિંગપુલાક-શાસ્ત્રકથિત લિંગથી અધિક ગ્રહણથી નિષ્કારણથી અન્ય લિંગના કરણથી લિંગપુલાક' થાય છે.
૦ યથાસૂક્ષ્મપુલાક-થોડા પ્રમાદથી અને મનથી અકલ્પના ગ્રહણથી આત્મઘાતક “યથાસૂક્ષ્મપુલાક' કહેવાય છે.
ગથ વીમા - -
देहस्योपकरणानां वाऽलङ्काराभिलाषुकश्चरणमलिनकारी बकुशः । शरीरोपकरणभेदाभ्यां स द्विविधः । अनागुप्तव्यतिरेकेण भूषार्थ करचरणादिप्रक्षालननेत्रादिमलनिस्सारणदन्तक्षालनकेशसंस्काराद्यनुष्ठाता शरीरबकुशः । श्रृङ्गाराय तैलादिना दण्डपात्रादीन्युज्ज्वलीकृत्य ग्रहणशील उपकरणबकुशः ॥ ४ ॥