Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
ગ્રંથકારપરંપરા પરિચય
७२५
જેમને જહાંગીર બાદશાહે, સગૌરવ માંડવગઢમાં ‘જહાંગીર મહાસુતપા’ એવું બિરુદ આપ્યું, તે સેનસૂરીશ્વરજીની પાટ ઉ૫૨ સુવર્ણકલશ જેવા ‘ગણિદેવસૂરિજી’ થયા. (૭૬)
દુર્વાદિરૂપી હાથીઓમાં સિંહ જેવા શ્રી ગણિદેવસૂરિજીની પાટ ઉપર સૂર્ય જેવા શ્રી ‘સિંહસૂરીશ્વરજી’ થયા તથા શ્રી સિંહસૂરીશ્વરજીના પટ્ટધર સત્ય ક્રિયાના સત્યરૂચિધારક શ્રી ‘સત્યવિજયગણિ’ થયા. (૭૭)
પોતાના ગણમાં શિથિલતા જોઈ કર્મવીર સત્યવિજયગણિએ ન્યાયાચાર્ય શ્રી યશોવિજયજી ઉપાધ્યાય અને સાધર્મિક શ્રી વિનયવિજય ઉપાધ્યાય આદિની સહાયથી ક્રિયોદ્ધાર કર્યો. તે ક્રિયોદ્ધાર કરીને પોતાનું સત્ય નામ સાચું કરી બતાવ્યું, તેથી તપસ્વી બની તપાગચ્છને સ્વચ્છ કરનારા તે ‘સત્યવિજયગણિ’ ચિરંજીવો. (૭૮)
સક્રિયારૂપી એક કપૂરની સુગંધથી પૂર્ણ, પંન્યાસ શ્રી સત્યવિજયગણિના પટ્ટધર પંન્યાસ શ્રી ‘કપૂરવિજયગણિ’ થયા. જેમણે તીર્થંકર પરમાત્માની સાતસો પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. શ્રી કપૂરવિજય ગણિવરના શિષ્યરત્ન પટ્ટધર શ્રી ‘ક્ષમાવિજયજી ગણિવર' થયા, અને શ્રી ક્ષમાવિજયજી ગણિવરના પટ્ટધર છજીવનિકાયની રક્ષા કરવામાં પ્રવીણ શ્રી ‘જિનવિજયજી ગણિવર' થયા. (૭૯-૮૦) (યુગ્મમ્.)
શ્રી જિનવિજયજી ગણિવરના પટ્ટધર, ગણિઓમાં ઉત્તમ ‘પંન્યાસ શ્રી ઉત્તમવિજયજી ગણિવર’ થયા. પંન્યાસ શ્રી ઉત્તમવિજયજી ગણિવરના પટ્ટધર, ગુજરાતીમાં કવિતા રચનાર કવિવર્ય ‘પંન્યાસ શ્રી પદ્મવિજયજી ગણિવર’ થયા. ‘પદ્મદ્રહ’ એવી વિશાળ કીર્તિવાળા જેમણે બર્કાનપુરીમાં સ્થાનકવાસીઓ સાથે શાસ્ત્રાર્થ કરી વિજય પ્રાપ્ત કરનાર, અપ્રતિબદ્ધવિહારી ક્રિયારૂચિ કવિવર શ્રી પદ્મવિજયજી ગણિવર જય પામો ! (૮૧-૮૨) (યુગ્મમ્.)
કવિવર શ્રી પદ્મવિજયજી ગણિવરના પટ્ટધર, કવિવર શ્રી ‘રૂપવિજય ગણિવર’ થયા. કવિવર શ્રી રૂપવિજય ગણિવરના પટ્ટધર સુકીર્તિવિશિષ્ટ ‘કીર્તિવિજયજી ગણિવર' થયા. શ્રી કીર્તિવિજયજી ગણિવરના પટ્ટધર, જ્ઞાન અને ક્રિયારૂપી કસ્તુરીની સુગંધને ધારણ કરતા પંન્યાસ શ્રી ‘કસ્તૂરવિજયજી’ ગણિવર થયા. (૮૩)
જેમ સપ્તર્ષિથી આકાશ શોભે, તેમ અમૃતવિજય આદિ સાત શિષ્યરત્નોથી સંયુત, દિવ્ય તપસ્વી, સંવેગાંગોજ્જવલ, ઇન્દ્રિયવિજેતા પં. શ્રી કસ્તૂરવિજયજી ગણિવરના પટ્ટધર અપ્રતિબદ્ધવિહારી ‘શ્રી મણિવિજયજી ગણિવર’ થયા. (૮૪)
હમણાં પણ તેમના શિષ્ય સ્વ-પર આગમવેત્તા, શિષ્યવર્ષોથી સેવાતા, વૃદ્ધ (બાપજી તરીકે, પ્રખ્યાત) ઘોર તપસ્યા કરનારા શ્રી વિજયસિદ્ધિસૂરિજી બિરાજમાન છે. (૮૫)
જે બુદ્ધિમાને શાસ્ત્રમાં પ્રતિમાનું વિધાન જોઈ ઢુંઢકપંથ (સ્થાનકવાસીપંથ)નો ત્યાગ કરી વિધિદર્શક સંવેગી(જૈ. શ્વે. મૂર્તિપૂજક)પંથનો સ્વીકાર કર્યો હતો. તે શ્રી ‘બુદ્ધિવિજયજી ગણિવર' શ્રી મણિવિજયજી ગણિવરના પટ્ટધર હતા. (૮૬)
સર્વાંગસુંદર, વીરતાની ભૂમિ પંજાબમાં, સ્વતંત્ર ક્ષત્રિયવંશમાં, લહેરા ગામમાં, ગણેશમલજીના ઘરે, રૂપા માતાની કુક્ષિએ જે આત્મારામજી મહારાજ સાહેબનો વિ.સં. ૧૮૯૩મા શુભ વર્ષમાં, ભારતભૂમિમાં સદ્ધર્મની રક્ષા ખાતર, હિંસાના ઉત્થાપન અને અહિંસાના સ્થાપન ખાતર જન્મ થયો હતો. (૮૭) (યુગ્મમ્.)