Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 775
________________ ७२८ तत्त्वन्यायविभाकरे ગ્રંથની ગરિમા શ્રી તત્ત્વન્યાય વિભાકર-ભાગ પહેલાને મળેલો આવકાર પૂજ્યપાદ વ્યાખ્યાનવાચસ્પતિ, કવિકુલકિરીટ, આચાર્યભગવંત શ્રીમવિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજે રચેલ તત્ત્વન્યાયવિભાકર (સંસ્કૃત) ગ્રંથ ખરેખર, જૈનદર્શનનો સૈદ્ધાત્ત્વિક મહાગ્રંથ છે. જૈનદર્શનના તત્ત્વજ્ઞાન તથા આચારવિજ્ઞાનને સમજવા માટે આ ગ્રંથ સુંદર માર્ગદર્શન પૂરું પાડે છે. જૈનદર્શન વિષે જિજ્ઞાસુ અભ્યાસકોને ખૂબજ ઉપકારક આ ગ્રંથરત્ન પર પૂજ્યશ્રીએ સ્વપજ્ઞ (સંસ્કૃત) ટીકાની રચના કરીને શ્રી જૈન સંઘના તત્ત્વજ્ઞાનરસિકો પર મહાન ઉપકાર કરેલ છે. તે ભૂલ ગ્રંથનો અનુવાદ પ્રસ્તુત ગ્રંથરત્નના લેખક પૂ. આચાર્ય શ્રી વિજયભદ્રંકરસૂરિ મહારાજે વર્ષો પૂર્વે કરેલ. આજે મૂલ ગ્રંથને ટીકા સાથે તે ગ્રંથરત્નનો ગુજરાતી અનુવાદ પૂ. આચાર્ય શ્રી વિજયભદ્રકરસૂરિ મહારાજે ખૂબજ ચીવટ, કાળજી તેમજ અથાગ પરિશ્રમ લઈને કરેલ છે. તે માટે ખરેખર, ગ્રંથરત્નના સ્વાધ્યાયપ્રેમી આત્માઓને મન ખૂબ જ ગૌરવનો વિષય છે. આવા ગહન અને વિશાલ ગ્રંથરત્નનું અનુવાદકાર્ય પૈર્ય, ભારે ખંત અને પ્રબલ પુરુષાર્થ માંગી લે છે. પૂ. આચાર્યમહારાજે પોતાની વિદ્વત્તા તેમજ અથાગ પરિશ્રમથી અનુવાદનું કાર્ય સુંદર રીતે પૂર્ણ કરેલ છે. પ્રસ્તુત પુસ્તકમાં પ્રથમ ભાગ શ્રદ્ધા-સમ્યકશ્રદ્ધા નામનો પૂર્ણ થયેલ છે. આપણે ઇચ્છીએ કે તેઓશ્રી શીઘાતિશીઘ શેષ ભાગ પૂર્ણ કરીને જૈનદર્શનના મહાન આકર ગ્રંથરત્નના અનુવાદ દ્વારા સ્વાધ્યાયપ્રેમી આત્માર્થી જીવોને માટે ગુજરાતી ભાષામાં સુંદર સ્વાધ્યાયયોગ્ય પ્રકાશન પ્રસ્તુત કરીને મહાન ઉપકારની અમીવર્ષા કરે ! (કલ્યાણ માસિક, વઢવાણ શહેર) તત્તન્યાયવિભાકર-ભાગ પહેલો અમને મળ્યો છે. જોતાં-વિચારતાં કામ પ્રશંસનીય છે. ઘણા ભવ્યાત્માઓને આત્મહિતનું સાધન છે. આ કાર્ય ઘણું અનુમોદનીય છે ધન્યવાદ હેતુ છે. આચાર્ય મંગલપ્રભસૂરિ તથા આચાર્ય અરિહંતસિદ્ધસૂરિ (લુહારની પોળ, અમદાવાદ) મહાગ્રંથોનો ગૂર્જરભાષામાં અનુવાદ જોવાથી અનુમાન થાય છે કે, સાહિત્યની સુંદરતમ સેવા કરીને, અજ્ઞજનને સુજ્ઞ તરફ તમારો પુરુષાર્થ લઈ જાય છે ? અને તે પુરુષાર્થ સ્તુત્ય કહેવાય. એટલું જ નહીં પણ અનુમોદનીય, અનુકરણીય અને વંદનીય છે. આચાર્ય શ્રી નવિનસૂરિ (બિજાપુર-કર્ણાટક) આ ગ્રંથ જૈનધર્મના અનેક ગ્રંથના દોહન પછી બનાવવામાં આવેલ હોવાથી અને વ્યાખ્યાનવાચસ્પતિ, અનેક પ્રકારે અનુભવી આચાર્યભગવંતની કલમે આલેખાયેલ હોવાથી ખૂબજ ઉપયોગી છે. અથાગ તન-મનની મહેનતથી તૈયાર થયેલ, તેમજ જૈનધર્મના આચાર, વિચાર, વર્તન, તેમજ શ્રી જિનેશ્વરદેવોએ ભાખેલા ભાવોને પ્રગટ કરતો હોઈ, આ ગ્રંથ સમાજને અત્યંત ખુબજ ઉપયોગી નીવડશે તે નિઃશંક છે. આપશ્રીએ ગુરુદેવશ્રીના કાર્યને વેગ આપી તેમની મહેનતને ફળવતી બનાવી છે. આચાર્ય પ્રસનચંદ્રસૂરિ ખરેખર, આપે આ એક મહાન કાર્ય કર્યું છે. ગુરુભક્તિ સાચી કરી છે. આવા દળદાર ગ્રંથના ભાષાંતર કરવા, એ કાર્ય કેટલું કપરું છે તે અનુભવી જ જાણી શકે. અમે એમાંના બે પ્રકરણ વાચનામાં વાંચ્યા છે. ખૂબ આનંદ થયો. ચૌદ ગુણઠાણા અને ચાર ધ્યાનના એમ બે પ્રકરણો વાંચી ખૂબ આનંદ થયો છે. મુનિ કુંદકુંદવિજય, પાલીતાણા (અધ્યાત્મનિષ્ઠ પૂ. પં. ભદ્રંકરવિજયજી ગણિના શિષ્ય) તત્તન્યાયવિભાકર ગુજરાતી ભાષાંતર સાથેનો દળદાર ગ્રંથ મળ્યો. તમારી શક્તિ અને સ્તુત્ય પ્રયાસ માટે અભિનંદન આચાર્ય શ્રી કીર્તિચંદ્રસૂરિ (પ્રભાવક વક્તા, લમણસૂરિપટ્ટધર)

Loading...

Page Navigation
1 ... 773 774 775 776