Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
६९८
तत्त्वन्यायविभाकरे
तीर्थद्वारमाह - पुलाकादयस्सर्वे सर्वेषां तीर्थकृतां तीर्थेषु भवन्ति ॥ १६ ॥
पुलाकादय इति । तरन्त्यनेनेति तीर्थं प्रवचनं प्रथमगणधरो वा, तीर्यतेऽनेनेति वा तीर्थं सङ्घो ज्ञानदर्शनचारित्रगुणयुतः, प्रवचनमपि श्रुतज्ञानरूपत्वात्तीर्थमेव, तत्र जैनमेव तीर्थं अभिप्रेतार्थसाधकं, सम्यक्श्रद्धानोपलब्धिक्रियात्मकत्वाद्यदेवं तदेवं यथा सम्यक्परिच्छेदवती रोगापनयनक्रिया यन्नैवं तत्तु नैवं यथोन्मत्तप्रयुक्तक्रिया । नेतरेषां तीर्थानि अभिप्रेतफलानि, समग्रनयविकलत्वात्, विफलक्रियावत्, यथा भिषक्प्रतिचारकातुरौषधाद्यन्यतमाङ्गविफला क्रिया न सम्पूर्णाभिप्रेतफलसाधनभूता तथैतदन्यतीर्थान्यपीति । तीर्थेषु भवन्तीति, तत्त्वार्थभाष्यानुसारेणेदम्, भगवत्यान्तु पुलाकबकुशप्रतिसेवनाकुशलास्तीर्थे एव, कषायकुशीलनिर्ग्रन्थस्नातकास्तु तीर्थे वाऽतीर्थे वा भवन्ति, कषायकुशीलः छद्मस्थावस्थायां तीर्थकरोऽपि स्यात्तदपेक्षया, तीर्थव्यवच्छेदे तदन्योऽप्यसौ स्यादिति तदन्यापेक्षया चातीर्थेऽपि स्यादिति ॥
તીર્થદ્વાર ભાવાર્થ – “પુલાક આદિ સઘળા ચારિત્રીઓ સઘળા તીર્થકરોના તીર્થોમાં હોય છે-થાય છે.”
વિવેચન – તીર્થ-જેના વડે જીવો તરે છે, તે તીર્થ એટલે પ્રવચન કે પ્રથમ ગણધર, અથવા જેના વડે તરાય, તે તીર્થ એટલે જ્ઞાન-દર્શન-ચારિત્ર સહિત સંઘ. પ્રવચન પણ શ્રુતજ્ઞાનરૂપ હોવાથી તીર્થ જ છે. ત્યાં જૈન તીર્થ જ ઇષ્ટપુરુષાર્થ સાધક છે, કેમ કે-સમ્યફ શ્રદ્ધા-ઉપલબ્ધિ (જ્ઞાન) અને ક્રિયા આત્મક છે. જે આ પ્રમાણે છે, તે આ પ્રમાણે જ છે. જેમ કે-સમ્યજ્ઞાનવાળી રોગ દૂર કરવાની ક્રિયા. જે આ પ્રમાણે નથી, તે તે પ્રમાણે નથી. જેમ કે-ઉન્મત્તજન્ય ક્રિયા.
૦બીજાઓના તીર્થો ઇષ્ટફળસાધક નથી, કેમ કે-સમસ્ત નયોથી રહિત છે. જેમ કે-નિષ્ફળ ક્રિયા. જેમ વૈદ્ય-પરિચારક-આતુરના ઔષધ આદિમાંથી કોઈ અંગથી રહિત ક્રિયા સંપૂર્ણ ઇષ્ટફળસાધનભૂત થતી નથી, તેમ જૈન તીર્થથી અન્ય તીર્થો પણ તેવાં જાણવાં.
તીર્થેષ મવતિ' ! આવું વિધાન તત્ત્વાર્થભાષ્યના અનુસારે જાણવું. ભગવતીમાં તો પુલાક-બકુશપ્રતિસેવનાકુશીલો તીર્થમાં જ હોય છે. કષાયકુશીલ-નિગ્રંથ-સ્નાતકો તો તીર્થમાં કે અતીર્થમાં હોય છે-થાય છે. કષાયકુશીલ છદ્મસ્થ અવસ્થામાં તીર્થંકર પણ હોઈ શકે. તે અતીર્થની અપેક્ષાએ, તીર્થવ્યવચ્છેદમાં તે તીર્થંકરથી ભિન્ન પણ આ કષાયકુશીલ હોય! માટે તે તીર્થકર ભિન્નની અપેક્ષાએ અતીર્થમાં પણ થાય! આ કષાયકુશીલ આદિ ત્રણ કદાચિત્ (તીર્થની અનુત્પત્તિ કે વિચ્છેદરૂપ) અતીર્થમાં પણ મરૂદેવા વગેરે સંભવી શકે છે.