Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 736
________________ द्वितीयो भाग / सूत्र - ८, तृतीयः किरणे ६८९ कथनम् । निमित्तं नामातीतादिभावकथनम् । आजीवो नामाऽऽजीविका स च जात्यादिभेदस्सप्तप्रकारः । कल्को नाम प्रसूत्यादिषु रोगेषु क्षारपातनमथवाऽऽत्मनश्शरीरस्य देशतस्सर्वतो वा लोध्रादिभिरुद्वर्त्तनम् । कुरुका नाम देशतस्सर्वतो वा शरीरस्य प्रक्षालनम् । लक्षणं पुरुषलक्षणादि । तथा विद्यामंत्राद्युपजीवकः ससाधना विद्या, असाधनो मंत्रः, यद्वा यस्याधिष्ठात्री देवता सा विद्या, यस्य चाधिष्ठाता देवस्स मंत्रः, आदिना मूलकर्मचूर्णादीनां ग्रहणं, मूलकर्म-गर्भोत्पादनं गर्भपातनमित्यादिचूर्णादयस्तु प्रसिद्धा एव । यथासूक्ष्मप्रतिसेवनाकुशीलमाह-शोभनेति । अयं शोभनस्तपस्वीत्येवंविधलोकप्रयुक्तप्रशंसाश्रवणजन्यसंतोषवान् कुशील इत्यर्थः ॥ કુશીલના બીજા પ્રકારોનું વર્ણન ભાવાર્થ – “બે પ્રકારનો પણ તે જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ-વ્યથાસૂક્ષ્મના ભેદથી પાંચ પ્રકારવાળો છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપશ્ચર્યાના વિપરીતપણાએ આ-સેવકો ચાર “પ્રતિસેવનાકુશીલો' કહેવાય છે. સુંદર તપશ્ચર્યાની પ્રશંસાજન્ય સંતોષવાળો “યથાસૂક્ષ્મ પ્રતિસેવનાકુશીલ' કહેવાય છે.” વિવેચન – આસેવના-કષાયના ભેદથી બે પ્રકારવાળો પણ તથાચ પ્રતિસેવનાકુશીલ પાંચ પ્રકારનો છે. કષાયકુશીલ પણ પાંચ પ્રકારનો છે. પહેલાંના ચાર પ્રકારોને એક ગ્રંથથી (એક વાક્યથી) લઘુતાથી કહે છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપના વિપરીત રીતે વિરાધક ચાર પ્રતિસેવનાકુશીલો.” ખરેખર, જે વિપરીતપણાએ જ્ઞાનાચારને સેવે છે, તે “જ્ઞાનપ્રતિસેવનાકુશીલ' કહેવાય છે. જ્ઞાનાચાર, કાલ-વિનય-બહુમાન-ઉપધાન-અનિતંવ-વ્યંજન-અર્થરૂપ-તદુભયના ભેદથી આઠ પ્રકારનો છે. અહીં જ્ઞાનપદથી શ્રુત વિવક્ષિત છે. જે જે અંગપ્રવિષ્ટ આદિ શ્રુતનો કાળ કહેલો છે, તે શ્રુતનો તે જ કાળમાં સ્વાધ્યાય કરવો જોઈએ, બીજા કાળમાં નહીં, કેમ કે-તીર્થકરોનું વચન છે. વળી લોકમાં દેખાયેલું છે કે-ખેતી આદિનું કાળમાં કર્યો છતે ફળસિદ્ધિ છે. વિપર્યયમાં તો પરિણામ ઉર્દુ જ આવે છે. આ પ્રમાણેના અનાચરણમાં પ્રાયશ્ચિત છે. તેમજ શ્રુતપ્રહણના કરનારે ગુરુનો વિનય કરવો જોઈએ. સામે જવું-પગ ધોવા વગેરે રૂપ વિનય છે. ખરેખર, વિનય વગરનું તે શ્રત ઉખરભૂમિમાં વાવેલ બીજની માફક નિષ્ફળ થાય છે. તથા શ્રુતગ્રહણમાં ઉજમાળે ગુરુનું બહુમાન કરવું જોઈએ. બહુમાન એટલે અંદરના ભાવનો પ્રતિબંધ (સંપૂર્ણ સંબંધ-વ્યાપ્તિ). આ હોયે છતે વિના વિલંબે અધિક ફળવાળું શ્રત થાય છે. તથા અંગ-ઉપાંગરૂપ સિદ્ધાન્તોના પઠનની આરાધના માટે આયંબીલ-ઉપવાસ-નીવી વગેરે લક્ષણવાળો વિશિષ્ટ તપ ‘ઉપધાન” કહેવાય છે. તથા નિહ્નવ એટલે અપલાપ નહીં, તે “અનિદ્ભવ' કહેવાય છે. જેની પાસેથી અધ્યયન કરેલું છે, તેનો અપલાપ નહીં કરવો, કારણ કે-નિહ્નવ વગર જ સૂત્ર આદિના પાઠ આદિ કરવાં જોઈએ. પરંતુ માન આદિને વશ બની પોતાની લઘુતા આદિની આશંકાની શ્રુતગુરુનો કે શ્રતનો અપલાપ (છૂપાવવું) નહીં કરવો જોઈએ. તથા વ્યંજન-અર્થ-તદુભય ભેદો જેમ શ્રતમાં પ્રવૃત્તિવાળા તે શ્રુતના ફળના ચાહનારે વ્યંજન(અક્ષરના ઉચ્ચાર)માં ભેદ, અર્થમાં ભેદ અને બંનેમાં ભેદ નહીં કરવો જોઈએ.

Loading...

Page Navigation
1 ... 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776