Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 738
________________ द्वितीयो भाग / सूत्र - ९, तृतीयः किरणे ६९१ ૦ અથવા ચારિત્રપ્રતિસેવનાકુશીલ જે, કૌતુક-ભૂતિકર્મ-પ્રશ્નાપ્રશ્ન-નિમિત્ત-આજીવ-કલ્ક-કુરૂકાલક્ષણ-વિદ્યા-મંત્ર આદિના આધારે જીવે છે, તે ત્યાં કૌતુક એટલે આશ્ચર્ય. જેમ માયાકારક, મુખમાં ગોળાઓને નાંખી કાનથી કે નાકથી કાઢે છે તથા મુખમાંથી અગ્નિને કાઢે છે. આવું કૌતુક કહેવાય છે. ભૂતિકર્મ એટલે જે વરવાળા આદિઓની અભિમંત્રિત રક્ષા(રાખ)થી રક્ષા કરવી. પ્રશ્નાપ્રશ્ન એટલે જે સ્વપ્ન વિદ્યા આદિથી પૂછેલા પ્રશ્નનું બીજાઓને જવાબરૂપે કહેવું. નિમિત્ત એટલે ભૂતકાળ આદિવાળા ભાવોનું કથન (ભવિષ્યવાણી). આજીવ એટલે આજીવિકા અને તે જાતિ આદિ ભેદથી સાત પ્રકારનો છે. કલ્ક એટલે પ્રસૂતિ આદિ રોગોમાં રાખ પાડવી અથવા પોતાના શરીરમાં દેશથી કે સર્વથી લોધ્ર આદિ વનસ્પતિથી લેપવું, ચોળવું, ઉવટણું કરવું. કરૂકા એટલે દેશથી કે સર્વથી શરીરનું ધોવું. લક્ષણ એટલે પુરુષલક્ષણ વગેરે તથા વિદ્યા-મંત્ર આદિ ઉપર જીવનારો. સાધન સહિત વિદ્યા કહેવાય છે, સાધન વગરનો મંત્ર કહેવાય છે. અથવા જેની અધિષ્ઠાયિકા દેવી હોય તે વિદ્યા અને જેનો અધિષ્ઠાયક દેવ હોય તે મંત્ર. આદિ પદથી મૂલકર્મચૂર્ણાદિનું ગ્રહણ છે. મૂલકર્મ એટલે ગર્ભનું ઉત્પાદન, ગર્ભનું પાતન ઈત્યાદિ ચૂર્ણ વગેરે પ્રસિદ્ધ જ છે. આ શોભન છે, તપસ્વી છે-આવા પ્રકારની લોકજન્ય પ્રશંસાના શ્રવણથી જન્ય સંતોષવાળો યથાસૂક્ષ્મપ્રતિસેવનાકુશીલ' કહેવાય છે. कषायकुशीलस्या भेदानाह - संज्वलनक्रोधादिभिनिदर्शनतपसां स्वाभिप्रेतविषये व्यापारयिता ज्ञानादित्रिविधकषायकुशीलः । कषायाक्रान्तश्शापप्रदः कुशीलश्चारित्रकषायकुशीलः । मनसा क्रोधादिकर्ता कुशीलोयथासूक्ष्मकषायकुशीलः ॥९॥ संज्वलनेति । संज्वलनक्रोधादिना स्वाभिप्रेतविषये विद्यादिज्ञानं दर्शनग्रन्थं च प्रयुञ्जानः तपसा शापं ददत्, चारित्रतो लिङ्गान्तरं कुर्वन् ज्ञानकषायकुशीलो दर्शनकषायकुशीलः चारित्रकषायकुशीलस्तपःकषायकुशीलश्च भवतीत्यर्थः । मनसा केवलं क्रोधादीन् कुर्वन् यथासूक्ष्मकषायकुशील इति ॥ કષાયકુશીલના ભેદોનું નિરૂપણ ભાવાર્થ – “સંજવલન ક્રોધ આદિથી પોતાના ઇષ્ટવિષયમાં જ્ઞાન-દર્શન-તપસ્યાનો ઉપયોગ કરનારો, “જ્ઞાનાદિ ત્રિવિધ કષાયકુશીલ કષાયાક્રાન્ત થયેલો અને શાપને આપનારો કુશીલ “ચારિત્રકષાયકુશીલ' કહેવાય છે. મનથી ક્રોધ આદિનો કર્તા કુશીલ “યથાસૂક્ષ્મકષાયકુશીલ.' વિવેચન – સંજવલન ક્રોધ આદિ દ્વારા પોતાના ઈષ્ટવિષયમાં વિદ્યા આદિના જ્ઞાનનો અને દર્શનગ્રંથનો પ્રયોગ કરનારો, તપથી શાપ આપનારો, ચારિત્રની અપેક્ષાએ બીજા વેષને કરનારો, ક્રમશઃ જ્ઞાનકષાયકુશીલ, દર્શનકષાયકુશીલ, ચારિત્રકષાયકુશીલ અને તપ કષાયકુશીલ થાય છે. મનથી ફક્ત ક્રોધ આદિનો કરનારો “યથાસૂત્મકષાયકુશીલ' કહેવાય છે. A કપાવ8

Loading...

Page Navigation
1 ... 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776