Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
६८२
तत्त्वन्यायविभाकरे सेवनेनातिचारसम्भवात्कारणे कार्योपचारेण वा तथोक्तिः । मूलगुणानां पञ्चविधत्वादतिचारप्रतिसेवना पञ्चविधा, उत्तरगुणानां दशविधत्वात्तदतिचारप्रतिसेवनापि दशधा, एवम्प्रतिसेवनातश्चारित्रविराधनासंभवेनाऽऽत्मनः पातयिता चारित्रपुलाक उच्यत इत्यर्थः, अतिचारसूचनाय मूलोत्तरगुणान्स्मारयति तत्रेति, प्रतिसेवनासम्बन्धिन इत्यर्थः महाव्रतादय इति प्राणातिपातादिविरमणरूपमहाव्रतादय इत्यर्थः, आदिना रात्रिभोजनविरमणस्य ग्रहणम्, पिण्डविशुद्ध्यादय इति पिंडविशुद्धिरेक उत्तरगुणः, पञ्च समितयः पञ्चोत्तरगुणाः, एवं तपो बाह्यं षट्प्रभेदं सप्तम उत्तरगुणः, अभ्यन्तरषट्प्रभेदमष्टमः, भिक्षुप्रतिमा द्वादश नवमः, अभिग्रहाश्चतुर्विधा दशम इति । सम्प्रति लिङ्गपुलाकमाहोक्तेति, शास्त्रोक्तलिङ्गाधिकग्रहणात् निष्कारणमन्यलिङ्गकरणाल्लिङ्गपुलाको भवतीत्यर्थः । यथासूक्ष्मपुलाकमाहेषदिति, ईषत्प्रमादात् मनसाऽकल्प्यानां ग्रहणाच्चात्मघातक इत्यर्थः ॥
સેવાપુલાક આદિના સ્વરૂપનું વર્ણન ભાવાર્થ – “સૂત્રના અક્ષરોના અલિત-મિલિત આદિ અતિચારોથી, જ્ઞાનને આશ્રી આત્માને નિસારકારી “જ્ઞાનપુલાક’ કહેવાય છે. કુદષ્ટિના સંસ્તવ આદિથી આત્મગુણઘાતક “દર્શનપુલાક કહેવાય છે. મૂલ અને ઉત્તરગુણોની પ્રતિસેવનાથી ચારિત્રની વિરાધનાથી આત્મબંશકારી “ચારિત્રપુલાક' કહેવાય છે. ત્યાં મૂલગુણો મહાવ્રત આદિ છે, ઉત્તરગુણો પિંડવિશુદ્ધિ વગેરે છે. કથિત લિંગથી અધિક લિંગનું ગ્રહણ કે અપરલિંગના કરવાથી આત્માને નિસારકારી “લિંગપુલાક કહેવાય છે. થોડા પ્રમાદથી કે મનથી અકથ્ય ગ્રહણથી આત્મબંશકારી “યથાસૂક્ષ્મપુલાક’ કહેવાય છે.”
વિવેચન – સૂત્ર એટલે સર્વ દ્રવ્ય અને પર્યાયનય આદિના અર્થનું સૂચન કરનાર હોઈ, અનેક પદોને સીવનાર કે સમ્યફ કથન કરનાર હોઈ “સૂત્ર' કહેવાય છે. તે સૂત્ર અલ્પ અક્ષરોવાળું, મહાનું અર્થોવાળું બત્રીસ દોષોથી હીન અને આઠ ગુણોથી પૂર્ણ હોય છે. ગુણો આ પ્રમાણે છે - “નિર્દોષ, સારભૂત, હેતુથી યુક્ત, અલંકારવાળું, ધર્માર્થ રાગ આદિથી ઉપનીત, સોપચાર (સસંસ્કાર), મિત, મધુર-એમ આઠ ગુણસંપન્ન સૂત્ર હોય છે. વળી આવું સૂત્ર અસ્મલિતાદિ ગુણસંપન્ન ઉચ્ચારવું જોઈએ. અન્યથા, અતિચારની પ્રાપ્તિ થાય ! તથા પૂર્વકથિત લક્ષણવાળા સૂત્રોના અલિત-મિલિત આદિના ઉચ્ચારણથી પ્રાપ્ત અતિચારોથી જ્ઞાનમાં મલિનતા થવાથી જે આત્માને નિર્બળ બનાવે છે, તે “જ્ઞાનપુલાક કહેવાય છે. સૂત્રમાં કે તે સૂત્રના અર્થમાં ઇચ્છા પ્રમાણે પ્રવૃત્તિમાં ખરેખર, કરણચરણની અનવસ્થા (અસ્થિરતા) થાય છે અને તેથી તીર્થને અનુસરતો નથી. પ્રતિષિદ્ધનું આચરણ કરનાર તેને સંયમ રહેતો નથી. તે સંયમના અભાવમાં દીક્ષા નિરર્થક જાય છે અને તેની નિરર્થકતામાં મોક્ષનો પણ અભાવ થાય! આમ આત્મા નિસાર બને છે.
૦ દર્શનપુલાક-જિન આગમથી વિપરીત હોવાથી કુત્સિત છે. દષ્ટિ એટલે દર્શન જેઓનું, તે કુદૃષ્ટિઓ એટલે પાંખડીઓ કહેવાય છે. તે પાખંડીઓનો સંસ્તવ એટલે સુસ્તુતિ. જેમ કે-આ પુણ્યશાળીઓ છે, આ