Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
તૃતીયો માગ / સૂત્ર – ૪૧-૪૨-૪૩, પ્રથમ: વિળે
श्रद्धानरूप आत्मपरिणामविशेषो दर्शनमित्यर्थः । तत्त्वञ्च सकलपर्यायोपेतसकलवस्तुस्वरूपम् तस्य सर्वविदुपदिष्टतया पारमार्थिकस्य जीवादेः पदार्थस्यैतदेवमेवेति प्रत्ययविशेषः श्रद्धानं तत्त्वेन वा भावतोऽर्थानां श्रद्धानं तत्त्वश्रद्धानमिति भावः । चरणमाह - पापेति,
સ્પષ્ટમ્ ॥
જ્ઞાનાદિ ત્રિકનું નિરૂપણ
ભાવાર્થ – “જ્ઞાન-દર્શન-ચારિત્રના ભેદથી જ્ઞાનાદિ ત્રણ પ્રકારનાં છે. કર્મક્ષયોપશમ જનિત અવબોધ અને તેનો હેતુ બાર અંગોમાંથી કોઈ એક, તે ‘જ્ઞાન' કહેવાય છે. તત્ત્વનું શ્રદ્ધાન ‘દર્શન' છે. પાપવ્યાપારોથી જ્ઞાનશ્રદ્ધાનપૂર્વક વિરતિ, એ ‘ચરણ’ કહેવાય છે.’
વિવેચન તથાચ તે તે જ્ઞાનાવરણના ક્ષયોપશમરૂપ ઉપાધિ(નિમિત્ત)થી સંપાદિત સત્તાવાળો મતિજ્ઞાનરૂપ પ્રકાશવિશેષ, તેનાથી જન્ય બાર અંગરૂપ શ્રુતરૂપી જ્ઞાન યથા પુરુષના બાર અંગો હોય છે, તેની માફક શ્રુત આત્મક પરમપુરુષના પણ બાર અંગો છે. તે અંગો આ પ્રમાણે છે : (૧) આચારાંગ, (૨) સૂત્રકૃતાંગ, (૩) સ્થાનાંગ, (૪) સમવાયાંગ, (૫) વિવાહપ્રજ્ઞપ્તિ, (૬) જ્ઞાતાધર્મકથાંગ, (૭) ઉપાસકદશાંગ, (૮) અંતકૃતદશાંગ, (૯) અનુત્તરૌપપાતિકદશાંગ, (૧૦) પ્રશ્નવ્યાકરણાંગ, (૧૧) વિપાકશ્રુતાંગ, (૧૨) દૃષ્ટિવાદાંગ. જો કે ગણધરો પહેલાં પૂર્વોને જ રચે છે, તો પણ અલ્પ બુદ્ધિવાળા, તેના અવધારણ આદિને અયોગ્ય અને સ્ત્રીઓ ઉપર ઉપકાર માટે શેષ શ્રુતની રચના જાણવી. દર્શનને કહે છે કે - ‘તત્ત્વ'ત્તિ । દર્શનમોહનીય ક્ષય આદિથી આવિર્ભૂત તત્ત્વશ્રદ્ધાનરૂપ આત્મપરિણામવિશેષ, એ ‘દર્શન’ કહેવાય છે અને તત્ત્વ સકળ પર્યાયથી યુક્ત સકળ વસ્તુસ્વરૂપ છે. તે સર્વજ્ઞભગવંતથી ઉપદિષ્ટ હોઈ, પારમાર્થિક જીવાદિ પદાર્થમાં ‘આ આ પ્રમાણે જ છે' આવું વિશિષ્ટ વિજ્ઞાન ‘શ્રદ્ધાન’ કહેવાય છે. અથવા તત્ત્વથી-ભાવથી પદાર્થોનું શ્રદ્ધાન, એ ‘તત્ત્વશ્રદ્ધાન' કહેવાય છે.
अथ तपोनिरूपणायाह
बाह्यान्तरभेदेन द्वादशविधानि तपांसि पूर्वमेवोक्तानि ॥ ४२ ॥
વાદ્યુતિ । પૂર્વમેવેતિ, નિર્ણરાનિરૂપળ રૂત્યર્થ: ॥
५८५
તપનું વર્ણન
ભાવાર્થ – બાહ્ય અને અત્યંતરના ભેદથી બાર પ્રકારનાં તપો પહેલાં જ કહેલાં છે.’ વિવેચન – પહેલાં એટલે નિર્જરાનિરૂપણમાં કહેલાં છે.
क्रोधनिग्रहमाचष्टे
=
उदीर्णक्रोधादिचतुष्टयनिग्रहः क्रोधनिग्रहः । इति चरणनिरूपणम् ॥ ४३ ॥ उदीर्णेति । क्रोधदिमोहनीयकर्मविपाकादुदयमागतेत्यर्थः, आदिना मानमायालोभानां