Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
५९८
तत्त्वन्यायविभाकरे ૦મંત્રપિંડ–મંત્ર વડે પ્રાપ્ત કરેલ પિંડ, એ “મંત્રપિંડી કહેવાય છે. જો કે પાદલિપ્તસૂરિ મહારાજ મુકુંડ રાજા પ્રત્યે મંત્રપ્રયોગના કરનારા થયા હતા, પરંતુ ત્યાં કોઈ પણ દોષ નથી, કારણ કે તે આચાર્યમહારાજ તે રાજા પ્રત્યે ઉપકારી હતા. આ પ્રમાણે સંઘ આદિનો પ્રયોજનથી મંત્રપ્રયોગ કરવામાં દોષ નથી, પરંતુ ફક્ત ભિક્ષા માટે જ મંત્રપ્રયોગ કરવામાં દોષ છે.
૦ ચૂર્ણપિંડ-વશીકરણ આદિ માટે અંજન આદિના ચૂર્ણના પ્રયોગથી પ્રાપ્ત કરેલ પિંડ, એ “ચૂર્ણપિંડ
દુષ્ટ છે.
૦ યોગપિંડ-જ્યારે મુગ્ધ લોકોની આગળ સૌભાગ્ય આદિ કારક વિલેપનપૂર્વક, રાજાને વશીકરણ આદિ નિમિત્તે તિલકદ્વારા જળ-સ્થળમાર્ગનું ઉલ્લંઘન સુભગ-દુર્ભાગની વિધિનો ઉપદેશ કરીને આહારનું ગ્રહણ કરે છે, ત્યારે “યોગપિંડદોષ' કહેવાય છે.
૦ મૂળકર્મપિડ–પુત્ર આદિના જન્મદોષના નિવારણ માટે અને મઘા-જયેષ્ઠા-આશ્લેષા-મૂળ આદિ નક્ષત્રની શાન્તિ માટે, મૂળ એટલે વનસ્પતિના અવયવભૂત મૂળિયાઓથી સ્નાનનો ઉપદેશ કરીને આહાર આદિ ગ્રહણ કરે છે, ત્યારે આ દોષ લાગે છે. આ પ્રમાણે ઉપાર્જના ઉત્પાદના દોષો વર્ણિત થયા.
0 ગ્રહણેષણાના દશ દોષો ૦ શંકિતદોષ-ભોજન-પાન આદિમાં જે કલ્પનીય-અકલ્પનીય ધર્મવિષયવાળી શંકા. જેમ કે-અમે જાણી શકતા નથી કે-“આ શું ઉદ્ગમ આદિ દોષથી યુક્ત છે કે નહિ? આવા આશંકાના સ્થાનભૂત કલ્પનીયના નિશ્ચય નહિ થયે, આપનારીને નિષેધ કરે કે-“મને આવું કલ્પતું નથી.”
૦ પ્રક્ષિતદોષ-સચિત્ત પૃથિવી ખરડાયેલ પ્રક્ષિત કહેવાય છે. તે પૃથિવી-પાણી-વનસ્પતિકાયથી ખરડાયેલ અને અચિત્તથી ખરડાયેલના ભેદથી બે પ્રકારનું છે. અચિત્તપદથી ચરબી આદિ અને દુર્ગધવાળી વસ્તુ પ્રહણ કરાય છે.
૦ નિક્ષિપ્તદોષ-સચિત્ત ઉપર સ્થાપન કરેલા અન્ન આદિ.
૦ પિહિતદોષ-પાણીના ઘડાથી, પેષણી(ઘંટી-ખરલ-દળવાનું કોઈ પણ સાધન)થી, પીઠક (પાટિયા વગેરેથી), શિલાપુત્રક(વાટવાનો નાનો પત્થર)થી, માટીના લેપ આદિથી અથવા કોઈ એક લાખ-મીણ આદિથી ઢાંકેલ કે લીંપેલ હોતું ઉઘાડીને, દાતા શ્રમણ માટે જ્યારે આપે, ત્યારે તેના પ્રહણમાં આ દોષ લાગે છે.
સંતદોષ-સચિત્ત અથવા અચિત્ત વસ્તુરૂપ ભાજન હોય તેમાંથી બીજા સચિત્ત વસ્તુવાળા ભાજનમાં નાંખી, સાધુને ખપી શકે એવો અશનાદિ આપે, તે દાનાનુચિત હોઈ ‘સંહૃતદોષ લાગે.
દાયકદોષ-બાળ (આઠ વર્ષની અંદર ઉંમરવાળો બાળ), વૃદ્ધ (૬૦ કે ૭૦ વર્ષની ઉંમરવાળો વૃદ્ધ), મત્ત (દારૂ પીધેલો), ઉન્મત્ત (ભૂત આદિના વળગાડથી ઉન્મત્ત અથવા સંગ્રામના વિજયથી અભિમાની), ગ્રહગૃહીત (શનૈશ્ચરાદિ ગ્રહથી પકડાયેલો), વેપમાન (જેનું શરીર ધ્રુજતું હોય તે), વરિત (તાવવાળો), અંધ (આંધળો), પ્રગલિત (જેને ગળતો કોઢ વગેરે ચામડીનો રોગ થયો હોય તે), આરૂઢપાદુકા (જેણે