Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
६५८
तत्त्वन्यायविभाकरे सुमनससौमनसप्रीतिकरादित्यभेदतो लोकपुरुषस्य ग्रीवाप्रदेशस्थाः कण्ठाभरणभूता नव ग्रैवेयकाभिख्याः स्थानविशेषास्सन्ति ॥ ३९ ॥ ___ ततश्चेति । कल्पोर्ध्वमित्यर्थः, त्रयोविंशतिसागरोपमादिति, आरभ्येति शेषस्तथा च सुदर्शनस्य परा स्थितिस्त्रयोविंशतिसागरोपमं, सुप्रतिबद्धस्यैकाधिकं चतुर्विंशतिसागरोपमं मनोरमस्य पञ्चविंशतिसागरोपमं सर्वभद्रस्य षड्विंशतिसागरोपमं विशालस्य सप्तविंशतिसागरोपमं सुमनसस्याष्टाविंशतिसागरोपमं सौमनसस्यैकोनत्रिंशत्सागरोपमं प्रीतिकरस्य त्रिंशत्सागरोपमं, आदित्यस्य एकत्रिंशत्सागरोपमं भवतीति भावः, तदधोदेवेति, यस्य देवस्याधो यो देवो वर्तते तस्य यदुत्कृष्टमायुस्तदेवोर्ध्वस्थस्य जघन्यं यथा सुदर्शनस्याधोऽच्युतदेवस्तस्योत्कृष्टमायुभविंशतिसागरोपमं तदेव सुदर्शनस्य जघन्यमित्येवं भाव्यम्, लोकपुरुषस्येति, ग्रीवेव ग्रीवा लोकपुरुषस्य त्रयोदशरज्जुपरिवर्त्तिप्रदेशस्तन्निविष्टतयाऽतिभ्राजिष्णुतया च तदाभरणभूता ग्रैवेयका नवात्मका इति नव ग्रैवेयका उच्यन्ते इति भावः ॥ હવે અહમિન્દ્ર દેવોના સ્થિતિની સાથે નિવાસસ્થાનોને કહે છે.
- સ્થાનવિશેષો ભાવાર્થ – “તે કલ્પથી ઉપર ઉપર તેવીશ સાગરોપમથી (આગળ) એક એક અધિક સાગરોપમ અધિક ઉત્કૃષ્ટ આયુષ્યવાળા, તેના નીચેના દેવનું જે ઉત્કૃષ્ટ આયુષ્ય છે, તે જ જઘન્ય આયુષ્યવાળા દેવોના, સુદર્શન-સુપ્રતિબદ્ધ-મનોરમ-સર્વભદ્ર-વિશાલ-સુમનસ-સૌમનસ-પ્રીતિકર-આદિત્યના ભેદથી લોકપુરુષના ગ્રીવાપ્રદેશમાં રહેલા કંઠના આભરણભૂત નવ સંખ્યાવાળા રૈવેયક નામવાળા સ્થાનવિશેષો છે.”, - વિવેચન – કલ્પથી ઉંચે સુદર્શનની ઉત્કૃષ્ટ સ્થિતિ તેવીશ સાગરોપમની છે. તેનાથી એક અધિક એટલે ૨૪ સાગરોપમની સુપ્રતિબદ્ધની સ્થિતિ છે. મનોરમની ૨૫ સાગરોપમની, સર્વભદ્રની ર૬ સાગરોપમની, વિશાલની ૨૭ સાગરોપમની, સુમનસની ૨૮ સાગરોપમની, સૌમનસની ૨૯ સાગરોપમની, પ્રીતિકરની ૩૦ સાગરોપમની અને આદિત્યની ૩૧ સાગરોપમની સ્થિતિ હોય છે.
૦ જે દેવની નીચે જે દેવ છે, તેનું જે ઉત્કૃષ્ટ આયુષ્ય છે, તે જ ઊર્ધ્વસ્થ દેવનું જઘન્ય આયુષ્ય છે. જેમ કે-સુદર્શનની નીચે અશ્રુતદેવ છે, જેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૨ સાગરોપમનું છે. તે જ સુદર્શનનું જઘન્ય આયુષ્ય છે. આમ આ પ્રમાણે વિચારવું.
૦ લોકપુરુષની ગ્રીવાની માફક ગ્રીવા ૧૩ રજુના ઉપર વર્તનારો પ્રદેશ છે. તે ગ્રીવાના સ્થાનમાં નિવિષ્ટપણું હોવાથી, અત્યંત સુશોભિતપણું હોઈ તેના આભરણભૂત નવ સંખ્યાત્મક રૈવેયકો કહેવાય છે.