Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
६६४
तत्त्वन्यायविभाकरे
सम्प्रति लोकस्योर्ध्वस्य देवलोकनियमतः किञ्चिदूनसप्तरज्जुमानं विशेषतः प्रदर्शयतितत्र रुचकात्सौधर्मेशानौ यावत्सार्धरज्जुस्तत आसनत्कुमारमाहेन्द्रमेकरज्जुस्ततस्सहस्त्रारं यावत्सार्धं रज्जुद्वयं तस्मादच्युतं यावदेकरज्जुस्तत आलोकान्तं किञ्चिदुनैका રખ્યુંઃ ॥ ૪૪ ॥
તવ્રુતિ । જ્ઞાનાર્થ મૂતમ્ ॥
હવે દેવલોકના નિયમથી ઊર્ધ્વલોકનું કાંઈક ન્યૂન સાત રજ્જુનું માન વિશેષથી દર્શાવે છે.
રજ્જૂપ્રમાણ
ભાવાર્થ – “ત્યાં રુચકથી સૌધર્મ અને ઇશાન સુધી દોઢ રજુ થાય છે. ત્યાંથી સનત્કુમાર અને માહેન્દ્ર સુધી એક રજ્જુ છે. ત્યાંથી સહસ્રાર સુધી અઢી રજ્જુ થાય છે. ત્યાંથી અચ્યુત સુધી એક રજ્જુ છે. ત્યાંથી લોકના અંત સુધી કાંઈક ન્યૂન એક રજ્જુ છે.”
વિવેચન – મૂલ, સ્પષ્ટ અર્થવાળું હોઈ ટીકા કરેલ નથી.
अथ किं चतुर्दशरज्जुपरिमितेऽस्मिन् लोके सर्वत्र चातुर्गतिकानां जीवानां निवासो गमनागमनं वा भवेदथ वाऽस्ति कश्चित्प्रतिनियम इत्यत्राह
अधोलोकान्तादूर्ध्वलोकान्तं चतुर्द्दशरज्जुपरिमाणैकरज्जुविस्तृता त्रसनिवासस्थानरूपा त्रसनाडिकास्ति, अस्या बहिरेकेन्द्रिया एव निवसन्तीति ॥ ४५ ॥
अधोलोकान्तादिति । स्पष्टम्, अस्या इति नाडिकाया इत्यर्थः एवशब्देन तत्र द्वीन्द्रियादीनां निवासो नास्तीति सूच्यते । इतिशब्दो लोकनिरूपणसमाप्तिद्योतकः ॥
હવે ચૌદ રજ્જૂપ્રમાણવાળા આલોકમાં સઘળે ઠેકાણે ચાર ગતિવાળા જીવોનો નિવાસ કે ગમનાગમન થાય કે કોઈ પ્રતિનિયમ છે ? આના જવાબમાં કહે છે કે
ત્રસનાડીનું વર્ણન
ભાવાર્થ – “અધોલોકના અંતથી માંડી ઊર્ધ્વલોકના અંત સુધી ચૌદ રજ્જુપરિમાણવાળી, (ઉંચાઈની અપેક્ષાએ) એક રજ્જુવિસ્તારવાળી અને ત્રસ જીવોના નિવાસસ્થાનરૂપ ત્રસનાડિકા છે. આ ત્રસનાડીની બહાર એકેન્દ્રિય જ રહે છે.”
વિવેચન – આ ત્રસનાડીની બહાર એકેન્દ્રિયો જ રહે છે. અહીં એવકાર શબ્દથી ત્રસનાડીની બહાર દ્વિન્દ્રીય આદિ ત્રસ જીવોનો નિવાસ નથી, એમ સૂચિત થાય છે. અહીં ઇતિ શબ્દ લોકના નિરૂપણના સમાપ્તિનો ઘોતક છે.