Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
६७६
तत्त्वन्यायविभाकरे
ત્રણ, માયાશલ્ય-નિયાણશલ્ય-મિથ્યાત્વશલ્યના પરિહારરૂપ ત્રણ, ક્રોધ-માન-માયા-લોભના પરિહારરૂપ ચાર, પૃથ્વીકાય-અપકાય તેઉકાય-વાયુકાય-વનસ્પતિકાય-ત્રસકાયના રક્ષણરૂપ છે; એમ ભાવપૂર્વક, વચનના ઉચ્ચારણપૂર્વક પોતાના અંગના પ્રમાર્જનરૂપ જે પ્રતિલેખના પચીશરૂપ છે, તે ઉપલક્ષણથી જાણવી.
વિવેચન – સ્પષ્ટ હોવાથી ટીકા નથી. હવે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનની પરંપરાસર્જક કલ્પનાઓના સમૂહના વિયોગરૂપ, શાસ્ત્રને અનુસરનારી, પરલોકની સાધિકા, ધર્મધ્યાનની પરંપરાકારક, માધ્યસ્થ પરિણતિરૂપ, કુશલ-અકુશલ મનોવૃત્તિના નિરોધથી યોગનિરોધની અવસ્થામાં થનારી આત્મારામ આત્મક મનોગુપ્તિનું અર્થસૂચક અંગની ચેષ્ટાના પરિહારપૂર્વક, વાણીના અભિગ્રહરૂપ (મૌનધારણરૂપ) વાચનાપૃચ્છના-બીજાએ પૂછેલા અર્થના પ્રત્યુત્તર આદિમાં લોક અને આગમના અવિરોધપૂર્વક, મુહપત્તિથી આચ્છાદિત મુખ રાખી ભાષણરૂપ વચનગુપ્તિનું, દેવ-મનુષ્ય વગેરેના ઉપસર્ગનો સદ્ભાવ છતાં, ભૂખતરસ આદિનો સંભવ છતાં કાયોત્સર્ગ કરવા આદિપૂર્વક, નિશળતાકરણરૂપ, અથવા સર્વથા કાયચેષ્ટાના નિરોધરૂપ તેમજ ગુરુને પૂછવાપૂર્વક શરીર-સંથારો-ભૂમિ આદિના પ્રતિલેખન-પ્રમાર્જન આદિ રૂપ, શાસ્ત્રમાં કહેલ ક્રિયાકલાપપૂર્વક શયન આદિ રૂપ કાયગુપ્તિનું પહેલાં જ પ્રાયઃ નિરૂપણ કરેલું હોવાથી, અહીં નિરૂપણ પુનરુક્ત પ્રાય છે એમ માનીને કહે છે.
प्रागुपदर्शिता गुप्तयस्तिस्रः ॥५६ ॥ प्रागिति । संवरनिरूपणे उपदर्शिता इत्यर्थः ।
ત્રણ ગુપ્તિઓ ભાવાર્થ – “ત્રણ ગુપ્તિઓ પહેલાં દર્શાવેલ છે.” વિવેચન – પહેલાં એટલે સંવરનિરૂપણમાં ત્રણ ગુપ્તિઓ દર્શાવેલ છે.
अथाभिग्रहमाख्याति - साधुनियमविशेषोऽभिग्रहः । स च द्रव्यक्षेत्रकालभावतश्चतुर्विधः ॥ ५७॥ .
साध्विति, अभिगृह्यन्ते साधुभिर्नियमविशेषा द्रव्यादिभिरनेकप्रकारास्तेऽभिग्रहाः, तथा च साधूनां नियमविशेषोऽभिग्रहो यथेत्थमाहारादिकममीषां कल्पते नेत्थंभूतमित्येवंरूप इति भावः । द्रव्यक्षेत्रकालभावविशेषप्रयुक्तत्वात्स चतुर्विधो भवतीत्याशयेनाह स चेति ॥
અભિગ્રહનું નિરૂપણ ભાવાર્થ – “સાધુઓના નિયમવિશેષને “અભિગ્રહ' કહે છે. વળી તે અભિગ્રહ દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવથી ચાર પ્રકારનો છે.”
વિવેચન – સાધુઓ વડે જે નિયમવિશેષો, દ્રવ્ય આદિથી અનેક પ્રકારના અભિગૃહીત કરાય છે, તે અભિગ્રહો' કહેવાય છે. તથા સાધુઓનો નિયમવિશેષરૂપ અભિગ્રહ, જેમ આવી રીતે આહાર આદિ આ