Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
६३२
तत्त्वन्यायविभाकरे
નવ વાસુદેવો થાય છે.) વાસુદેવ વગેરે મનુષ્યોના નોકરની માફક કેટલાક વ્યંતરો સેવા કરે છે, માટે મનુષ્યોથી અંતર વગરના વ્યંતરો હોય છે.
૦ ખરેખર, આ દેવનિકાય વિશેષરૂપ વ્યંતરો, પૂર્વકથિત આઠસો જોજનોમાં ઉત્પન્ન થયેલા હોતા, ત્રણ લોકમાં-ઊર્ધ્વમાં, તીચ્છમાં અને અધોલોકમાં, પોતાના ભવન-નગર-આવાસોમાં સ્વભાવચંચળ હોવાથી બાળકની માફક સ્વતંત્રતાથી કે દેવેન્દ્ર આદિની આજ્ઞાથી મોટાભાગે અનિયત ગતિની પ્રચારવાળા ગિરિકંદરાઓના આંતરાઓમાં, અરણ્યના વિવર આદિમાં વસે છે.
૦ પિશાચ-ભૂત-રાક્ષસ-ચક્ષ-ગંધર્વ-મહોરગ-કિંપુરુષ-કિન્નરના ભેદ આઠ પ્રકારના વ્યંતરો હોય છે.
૦ દેવગતિનામકર્મની ઉત્તરપ્રકૃતિવિશેષના ઉદયથી આ વિશેષ સંજ્ઞા(નામ)વાળાઓ પિશાચનામકર્મના ઉદયથી “પિશાચો' કહેવાય છે અને ભૂતનામકર્મના ઉદયથી “ભૂતો’ કહેવાય છે. આ પ્રમાણે સ્વસ્વ નામકર્મના ઉદયથી તથાનામવાળા કહેવાય છે. પરંતુ પિશિત(માંસ)ના ખાવાથી પિશાચો, એમ ક્રિયા નિમિત્તજન્ય નથી, કેમ કે-પવિત્ર વૈક્રિયશરીરવાળા હોવાથી અપવિત્ર ઔદારિકશરીરના સંબંધનો અસંભવ છે.
શંકા – લોકમાં માંસ-મદિરા આદિમાં પિશાચ આદિની પ્રવૃત્તિ દેખાયેલી છે ને?
સમાધાન – ક્રિીડાજન્ય સુખમાં નિમિત્તવાળા હોઈ, તેઓનો આહાર માનસિક આહાર હોઈ પિશાચ આદિની માંસાદિમાં પ્રવૃત્તિ અસંભવિત છે. આ વ્યંતરોની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ મૂલમાં દર્શાવેલ છે.
પલ્યોપમનો અર્થ – એક યોજન વિસ્તારવાળો, એક યોજન ઉંચાઈવાળો પલ્ય (ખાડો) છે તે પલ્ય, એક રાત્રિમાં જનિતથી માંડી ઉત્કૃષ્ટ સાત રાત્રિમાં જનિત અંગના રોગોથી ગાઢ (ખીચોખીચ) ભરેલો થાય એક સો વર્ષે એક એક વાલાઝ કાઢતાં, જેટલા કાળમાં તે પલ્ય ખાલી થાય, તેટલો કાળ ‘પલ્યોપમ' બૌદ્ધિક વ્યવહારથી કહેવાય છે. વળી વ્યંતરો ઉત્કૃષ્ટથી આવા એક પલ્યોપમ(અસંખ્યાત વર્ષ)ના આયુષ્યવાળા હોય
अथ वानमन्तरानाह - ऊर्ध्वशतयोजनेषु चोपर्यधश्च दशयोजनानि विहाय मध्ये वानमन्तरनिकाया निवसन्ति । एते च व्यन्तराणामवान्तरभेदाः ॥ २५ ॥
ऊर्ध्वशतयोजनेष्विति । रत्नप्रभापृथिव्या व्यन्तरनगरोपरितनवर्जितशतयोजनेषु ऊर्ध्वमधश्च दश दश योजनानि मुक्त्वाऽशीतियोजनेषु अणपन्नियपणपन्नियप्रभृतीनां वानमन्तराणां देवानां निकायास्सन्तीति भावः, ननु देवानां भवनपतिव्यन्तरज्योतिष्कवैमानिकभेदतश्चतुनिकायत्वमिति प्रज्ञापनातत्त्वार्थादावुक्तं तत्र ज्योतिष्कवैमानिको रुचकादूर्ध्वं वर्तेते इति वक्ष्यते भवनपतिव्यन्तरौ तूक्तौ, इमे च वानमन्तराः के, किं देवा मनुष्यास्तिर्यञ्चो नारका वेत्याशंकायामाहैते चेति वानमन्तराश्चेत्यर्थः, व्यन्तराणामवान्तरभेदत्वादेते देवविशेषा एवेति भावः ॥