Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
६४४
तत्त्वन्यायविभाकरे
હવે આર્ય-અનાર્યથી ભરચક અઢીદ્વીપોમાં કર્મભૂમિ અને અકર્મભૂમિના ભેદનું વિજ્ઞાપન કહે છે.
કર્મભૂમિ અને અકર્મભૂમિનો ભેદ ભાવાર્થ – “મેરુપર્વતની દક્ષિણે અને નિષધપર્વતની ઉત્તરે દેવકરુ છે. નીલપર્વતની દક્ષિણે અને દેવકુની ઉત્તરે ઉત્તરકુરુ છે. દેવકુર અને ઉત્તરકુરુને છોડી ભરત-ઐરવત-વિદેહક્ષેત્રો કર્મભૂમિ કહેવાય છે.”
વિવેચન – પલ્યોપમ સ્થિતિવાળા દેવકુરુ નામક દેવના સંબંધથી દેવકુ” કહેવાય છે. આ વિદેહક્ષેત્રમાં સમજવા. નીલપર્વતની દક્ષિણે અને દેવકુફ્રની ઉત્તરે “ઉત્તરકુરુ” કહેવાય છે.
૦ આ પ્રમાણે વિદેહ, મંદરગિરિથી દેવ અને ઉત્તરકુથી વ્યવચ્છિન્ન મર્યાદાવાળા સ્થાપિત છે. એક ક્ષેત્રની અંદર સ્થાયી હોવા છતાં બીજા ક્ષેત્રની માફક છે, કેમ કે-ત્યાં પેદા થયેલા મનુષ્ય આદિમાં પરસ્પર ગમન-આગમનનો અભાવ છે એમ જાણવું.
૦ વિદેહક્ષેત્રમાં રહેનાર દેવકુરુ-ઉત્તરકુરુમાં કર્મભૂમિપણાના પ્રસંગના નિવારણ માટે કહે છે કેદેવકુરુ-ઉત્તરકુરુને છોડીને ભરત-ઐરવત-વિદેહક્ષેત્રો કર્મભૂમિઓ છે. તથાચ દેવકુરુ, ઉત્તરકુરુ અને હૈમવત આદિ ક્ષેત્રો અકર્મભૂમિઓ છે.
૦ (૫) ભરત, (૫) ઐરાવત, (૫) મહાવિદેહ, આ પંદર ક્ષેત્રો કર્મભૂમિઓ છે. (કલ્પવૃક્ષવાળા ફળના ઉપયોગપ્રધાનવાળી ભૂમિઓ-(૫) હૈમવત, (૫) હરિવર્ષ, (૫) દેવકુરુ, ક્ષેત્રભેદથી અકર્મભૂમિકો, પણ ત્રીશ પ્રકારના છે. (૫) હૈમવંતમાં અને (૫) હૈરણ્યવંતમાં એક પલ્યોપમના આયુષ્યવાળા, એક દિન બાદ ભોજનવાળા, એક ગાઉની શરીરની ઉંચાઈવાળા, વજઋષભનારાચ સંઘયણવાળા અને સમચતુરગ્ન સંસ્થાનવાળા મનુષ્યો હોય છે.(૫) હરિવર્ષોમાં અને (૫) રમ્યકોમાં બે પલ્યોપમના આયુષ્યવાળા, બે દિન બાદ ભોજન ગ્રહણ કરનારા, બે ગાઉની શરીરની ઉંચાઇવાળા અને પૂર્વકથિત સંઘયણ સંસ્થાનથી યુક્ત મનુષ્યો હોય છે. (૫) દેવકુરુઓમાં અને (૫) ઉત્તરકુરુઓમાં ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા, ત્રણ દિન બાદ આહારકારી, ત્રણ ગાઉની શરીરની ઉંચાઈવાળા અને પૂર્વકથિત સંઘયણ સંસ્થાનવાળા મનુષ્યો હોય છે.) જો કે આઠ પ્રકારના કર્મનો બંધ, તે કર્મના ફળનો અનુભવ, સઘળા મનુષ્યક્ષેત્રોમાં સાધારણ છે, તો પણ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર આત્મક, મુક્તિના ઉપાયના જ્ઞાતાઓ, કર્તાઓ, ઉપદેષ્ટાઓ, ભગવંતો, પરમઋષિઓ અને તીર્થકરો અહીં કર્મભૂમિઓમાં જ ઉત્પન્ન થાય છે. અહીં જ ઉત્પન્ન થયેલાઓ સિદ્ધ થાય છે. તેથી જ સકલ કર્મની અગ્નિને બૂઝાવવા માટે સિદ્ધિસફલતાની ભૂમિ હોઈ કર્મભૂમિ' કહેવાય છે. અકર્મભૂમિઓમાં વર્તતા મનુષ્યોમાં જ્ઞાન અને દર્શનની સત્તા છતાં સતત ભોગપરિણામવાળા હોઈ સર્વદા ચારિત્રના સ્વીકારનો અભાવ છે.
૦ અથવા અસિ (ધર્મના રક્ષણ માટે તલવારથી લડવાનું કામ પડતું હોય), મષિ (જ્ઞાન માટે પુસ્તકો વગેરે લખવાની જરૂર પડતી હોય) અને કૃષિ (અમાંસાહારી બની આજીવિકા માટે માર્ગાનુસારી ધંધા તરીકે ખેતી મુખ્ય ધંધો કરવાનો હોય) વિદ્યા-વણિક (વ્યાપાર) શિલ્પરૂપ છ પ્રકારના કર્મોનું ભરત-ઐરવતવિદેહોમાં જ દર્શન હોવાથી કર્મભૂમિ' કહેવાય છે.