Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
६४८
तत्त्वन्यायविभाकरे પર્વતના પહેલાંના ભાગમાં મનુષ્યના જન્મ-મરણ થાય છે. આ માનુષોત્તર પછી મનુષ્યોના જન્મ-મરણ થતાં નથી.”
વિવેચન – કથિત દ્વીપો પૈકી પુષ્કરવરદ્વીપના અધભાગ સુધી આયામવિખંભથી ૪૫ લાખ જોજનવાળું મનુષ્યક્ષેત્ર છે. પરિધિ-એક ક્રોડ, બેતાલીશ લાખ, ત્રીસ હજાર, બસો ઓગણપચાશ યોજનની પરિધિ મનુષ્યક્ષેત્રની જાણવી.
૦ મનુષ્યક્ષેત્રમાં કર્મભૂમિજ, અકર્મભૂમિ અને અંતર્લીપજ-એમ ત્રણ પ્રકારના મનુષ્યો વસે છે. તથાચ જંબૂઢીપના સાત ક્ષેત્રો, ધાતકીખંડના ચૌદ ક્ષેત્રો, પુષ્કરવરાધના ચૌદ ક્ષેત્રો, એમ કુલ ૩૫ ક્ષેત્રો મનુષ્યના ક્ષેત્રો કહેવાય છે. દિવકુ અને ઉત્તરકુરુનો મહાવિદેહમાં અંતર્ભાવ હોવાથી આ સમજવું. નહિ તો પંદર કર્મભૂમિ-ત્રીસ અકર્મભૂમિ, એમ ૪૫ ક્ષેત્રોની સંખ્યાનો વ્યાઘાત થાય !)
૦ મનુષ્યક્ષેત્રના વિભાજકને કહે છે કે-પુષ્કરવરાર્ધથી બીજા (બાહ્ય) પુષ્કરવરાર્ધક્ષેત્રને રોકીને નરક્ષેત્રની મર્યાદાકારી, પ્રકારના આકારવાળો, જેમ દીવાલ-ઘરનો (બે પ્રકારે) વિભાગ કરે છે, તેમ આ દ્વીપનો ભેદકારક સાચા (સાર્થક) નામવાળો માનુષોત્તર પર્વત છે.
૦ આ પર્વત ૧૭૨૧ જોજનની ઉંચાઈવાળો છે. મૂલમાં વિખંભથી ૧૦૨૨ યોજનવાળો છે. આ માનુષોત્તરને મનુષ્યો કદાચિત્ પણ ઉલ્લંઘી ગયા નથી, ઉલ્લંઘતા નથી અને ઉલ્લંઘી જશે નહિ.
૦આ નિયમમાં ચારણ આદિ ઋષિઓનો અપવાદ છે, જેથી આ પર્વત માનુષક્ષેત્ર માત્રના ઉત્તરે વર્તે છે. એથી જ આ પર્વતથી પર રહેલ ક્ષેત્રોમાં મનુષ્યોના જન્મ અને મરણ થતાં નથી.
૦ ખરેખર, મનુષ્યોના જન્મ અને મરણ આ મનુષ્યક્ષેત્રમાં જ થાય છે. જો કદાચ કોઈ દેવ, દાનવ કે વિદ્યાધર, પૂર્વે અનુબદ્ધ (પરંપરાગત) વૈરનો બદલો લેવા માટે આવી બુદ્ધિ કરે કે-આ મનુષ્યને આ સ્થાનથી | ઉપાડીને મનુષ્યક્ષેત્રની બહાર ફેંકી દઉં, કે જેથી ઉભા ઉભા સૂકાઈ જાય કે મરી જાય. આમ હોવા છતાંય તે કોઈ એક બુદ્ધિ ફરીથી પાછી ફરે છે, અથવા સંહરણ જ થતું નથી. અથવા સંહરણ હોવા છતાં મનુષ્યક્ષેત્રની બહાર કોઈ કાળે પણ મનુષ્યોનું મરણ થતું નથી.
૦ જેઓ પણ જંઘાચારીઓ કે વિદ્યાચારીઓ નંદીશ્વર આદિ સુધી પણ જાય છે, તેઓ પણ ત્યાં ગયેલા મરણને પામતાં નથી પરંતુ મનુષ્યક્ષેત્રમાં આવેલા જ મરણને પામે છે.
इत्थं तिर्यग्लोके मनुष्यनिवासयोग्यानि क्षेत्राण्यभिधाय ज्योतिष्कनिवासयोग्यं प्रदेशमाह
रुचकाभिधानसमतलादूर्ध्वं नवत्युत्तरसप्तशतयोजनान्तेऽनुक्रमेण जघन्योत्कृष्टतः पल्योपमाष्टमचतुर्थभागायुष्काणां तारकाणां विमानानि, तत ऊर्ध्वं दशयोजनेषु सहस्राधिकपल्योपमायुष्कसूर्यविमानं, तदुपर्यशीतियोजनेषु लक्षाधिकपल्योपमायुष्कचन्द्रविमानम्, ततोऽप्यूर्वं विंशतियोजनेषु अर्धपल्यैकपल्योपमायुष्काणां नक्षत्रग्रहाणां વિમાનનિ રૂરૂ I