Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
६३६
तत्त्वन्यायविभाकरे
૦ દ્વીપ એટલે બે બાજુ ગયેલ પાણી જ્યાં હોય તે દ્વીપ, અથવા સ્થાનદાન અને આહાર આદિ સહાયમાં હેતુરૂપ બે પ્રકારથી પ્રાણીઓની રક્ષા કરે છે, તે દ્વીપ કહેવાય છે.
૦ સુદર્શનરૂપી બીજા નામવાળા, અનાધૃતદેવના આવાસભૂત જંબૂથી ઉપલક્ષિત અથવા જંબૂપ્રધાન દ્વીપ ‘જંબુદ્રીપ’, સકલ દ્વીપસમુદ્રોના અત્યંતરભૂત છે, અથવા વિશિષ્ટ જંબૂવૃક્ષનું અસાધારણ અધિકરણ હોવાથી આ જંબુદ્વીપ કહેવાય છે.
શંકા — જંબૂવૃક્ષની સત્તા હોવાથી આ જંબુદ્રીપ કોઈથી સંકેતિત (સંકેતવિષય) કરેલો ખરો કે નહિ ? સમાધાન – સંજ્ઞા-સંજ્ઞીનો સંબંધ અનાદિ છે, માટે કોઈએ નામ પાડેલું નથી.
શંકા – તો પણ સંજ્ઞાકર્તાનું આવશ્યકપણું હોઈ એકાન્ત અનાદિપણું નથી જ ને ?
સમાધાન
પુરુષપ્રવાહનું પણ અનાદિપણું હોઈ પ્રવાહના અનાદિપણાની ઉપપત્તિ છે, તેમજ જંબૂવૃક્ષની સર્વદા સત્તા છે અને લોકસંનિવેશનું કદાચિત્ અનીદેશપણું થતું નથી. તેથી અનાદિ પ્રવાહરૂપે શબ્દાર્થના સંબંધમાં પુરુષથી વ્યવસ્થાપ્યપણાનો સંભવ છે.
1
૦ અનિષ્ટ વિનિવેશ(રચના)ના વ્યુદાસ માટે પૂર્વપૂર્વની અપેક્ષાથી-જંબુદ્વીપ વગેરે દ્વીપો અને લવણસમુદ્ર વગેરે સમુદ્રો જે ક્રમથી આગળ ઉપર કહેવાશે, તે અપેક્ષાથી એમ સમજવું.
૦ ચતુષ્કોણ આદિની નિવૃત્તિ માટે કહ્યું છે કે— ‘વતયાવૃતય’ । ગોળ સંસ્થાને સંસ્થિત હોવાથી સઘળા દ્વીપસમુદ્રો એક સ્વરૂપવાળા છે.
૦ વિસ્તારના અધિકારે કહે છે કે- ‘દ્વિશુળવિસ્તારા' । તથાચ જંબુદ્રીપ એક લાખ, લવણસમુદ્ર બે લાખ અને ઘાતકીખંડ ચાર લાખ, આમ વિસ્તારની અપેક્ષાએ નાના રૂપવાળા છે.
૦ સ્વયંભૂરમણ સમુદ્રાન્ત એટલે સ્વયં થાય છે. એમ સ્વયંભૂ એટલે દેવો કહેવાય છે. તે દેવો જ્યાં આવીને ૨મે છે, તે સ્વયંભૂરમણ કહેવાય છે. તેવો સમુદ્ર, સ્વયંભૂરમણ સમુદ્ર અર્ધા રજ્જુપ્રમાણવાળો પ્રાન્તનો સમુદ્ર છે. આ સ્વયંભૂરમણ સમુદ્રના મહર્દિક, સ્વયંભૂવર અને સ્વયંભૂમહાવર દેવો છે. સ્વયંભૂરમણદ્વીપના તો સ્વયંભૂભદ્ર, સ્વયંભૂમહાભદ્ર દેવો જાણવાં.
૦ તથાચ જંબુદ્રીપ આદિ સ્વયંભૂરમણદ્વીપ સુધીના દ્વીપો, લવણસમુદ્ર આદિ સ્વયંભૂરમણ સમુદ્ર સુધીના તિર્યઞ્લોકમાં અસંખ્યાત દ્વીપસમુદ્રો હોય છે.
શંકા — જંબુદ્વીપ પણ દ્વીપ હોવાથી તેમાં વલયની આકૃતિપણાનો પ્રસંગ આવશે ને ?
ननु जम्बूद्वीपस्यापि द्वीपत्वाद्वलयाकृतित्वप्रसङ्ग इत्यत्राह
-
मध्ये लक्षयोजनपरिमाणस्य जम्बूद्वीपस्य नाभिरिव भूतलं योजनसहस्त्रेणावगाहमानश्चत्वारिंशद्योजनचूलायुतो नवाधिकनवतिसहस्त्रयोजनसमुच्छ्रायोऽधो दशयोजनसहस्त्रं विस्तृत ऊर्ध्वं चयोजनसहस्त्रविस्तारो भद्रशालादिभिश्चतुर्भिर्वनैः परिवृतो मेरुभूधरः काञ्चनमयो वर्तुलाकारो विलसति ॥ २८ ॥