Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
द्वितीयो भाग / सूत्र - २४, द्वितीयः किरणे
६३१ वत्स्वातंत्र्याद्देवेन्द्राद्याज्ञया वा बाहुल्येनानियतगतिप्रचारा गिरिकन्दरान्तरारण्यविवरादिषु प्रतिवसन्तीति भावः । एते चाष्टविकल्पा इत्याह पिशाचाद्यष्टविधानामिति, पिशाचभूतराक्षसयक्षगरन्धर्वमहोरगकिम्पुरुषकिन्नररूपेणाष्टविधानामित्यर्थः । देवगतिनामकर्मोत्तरप्रकृतिविशेषोदयादेते विशेषसंज्ञाः पिशाचनामकर्मोदयात्पिशाचाः भूतनामकर्मोदयाद्भूता इत्येवमादिरूपाः न तु पिशिताशनात्पिशाचा इति क्रियानिमित्ताः शुचिवैक्रियदेहत्वादशुच्यौदारिक शरीरसम्पर्कासम्भवात्, न च मांसमदिराषु पिशाचादीनां प्रवृत्तिर्लोके दृष्टेति वाच्यम्, क्रीडासुखनिमित्तत्वान्मानसाहाररूपत्वाच्चेति । एषां जघन्योत्कृष्टस्थितिमाह जघन्यत इति, उत्कृष्टत इति, योजनविस्तीर्णं योजनोच्छ्रायं पल्यमेकरात्राद्युत्कृष्टसप्तरात्रजातानामङ्गलोमभिर्गाढं पूर्ण स्यात्, वर्षशताद्वर्षशतादेकैकस्मिन्नुद्धियमाणे यावता कालेन तद्रिक्तं स्यात्तावता कालः पल्योपमं बौद्धिकव्यवहारेणोच्यते व्यन्तराश्चैतादृशैकपल्योपमायुष्का भवन्तीति भावः ॥
રત્નપ્રભા પૃથિવીના મધ્યમ નિરૂપણના પ્રસંગથી મધ્યલોકવર્તી પણ વ્યંતર-વાનમંતરોના નિવાસસ્થાનોને કહે છે.
વ્યંતરોના ભવનો ભાવાર્થ – “ઉપરના હજાર જોજનોમાંથી ઉપરના અને નીચેના એક સો જોજનોને છોડી, મધ્યમાં પિશાચ આદિ આઠ પ્રકારના જઘન્યથી દસ હજાર વર્ષના આયુષ્યવાળા અને ઉત્કૃષ્ટથી એક પલ્યોપમના આયુષ્યવાળા વ્યંતરોના ભવનો છે.”
વિવેચન – ખરેખર, રત્નપ્રભાના ત્રણ કાંડો હોય છે. ત્યાં ઉપરનો સોળ હજાર જોજનના પ્રમાણવાળો ખરકાંડ છે. ત્યારબાદ ચોરાસી હજાર જોજનના પ્રમાણવાળો પંકબહુલ કાંડ છે. ત્યારપછી એંસી હજાર જોજનના પ્રમાણવાળો જલબહુલ કાંડ છે. ત્યાં બરકાંડના ઉપરના હજાર જોજન ઉંચે અને નીચે એકેક સો જોજનને છોડી આઠસો જોજનવાળા મધ્યમાં વ્યંતરોના, બહારના ભાગમાં ગોળ, મધ્યમાં ચતુષ્કોણવાળા, અધોભાગમાં મનોહર પુષ્કર(કમલ)ની કર્ણિકા સરખા નગરો હોય છે.
૦ વ્યંતર એટલે વિવિધ પ્રકારના ભવન-નગર-આવાસરૂપ આશ્રયરૂપ અંતરવાળા “વ્યંતરો’ કહેવાય છે.
૦ ત્યાં ઉપર કહેલ સ્થાનમાં ભવનો હોય છે. નગરો પણ તીચ્છલોકમાં હોય છે. જેમ કે-જંબૂદીપના દ્વારના અધિપતિ વિજયદેવની આ જંબુદ્વીપમાં બાર હજાર જોજન પ્રમાણવાળી નગરી.
૦ આવાસો, ત્રણેય લોકમાં હોય છે ત્યાં ઊર્ધ્વલોકમાં પંડકવન આદિમાં હોય છે. અથવા વ્યંતરો એટલે મનુષ્યોથી અંતર વગરના “વ્યંતરો' કહેવાય છે. તે આ પ્રમાણેઃ-ચક્રવર્તી (ચક્ર એટલે રત્નભૂત પ્રહરણવિશેષ. તે ચક્રથી વર્તનાર ચક્રવર્તી કહેવાય છે. ભરતક્ષેત્રમાં ભારત આદિ બાર ચક્રવર્તીઓ આ અવસર્પિણીમાં થઈ ગયા છે. ત્રિખંડ ભારતના અધિપતિ, બલદેવનો લઘુ ભાઈ વાસુદેવ, અવસર્પિણીમાં તે