Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
દિતીયો મા / સૂત્ર -૮-૬, દ્વિતીય વિરો
૬૦૭ સાથે આવનાર નથી, તેમજ દુઃખ આદિના અપહારમાં સમર્થ નથી. આવી ભાવના “એકત્વભાવના કહેવાય છે.
શંકા – ગૃહસ્થ અવસ્થાના કાળમાં સ્ત્રી આદિ વિષયવાળી મમતાને દીક્ષાના કાળમાં સાધુઓએ ત્યાગ કરેલો છે. પરંતુ હમણાં આચાર્ય આદિ વિષયવાળું મમત્વ કેમ છોડાય?
સમાધાન – પહેલાં બાહ્ય વિષયનો પ્રેમ પતળો (મંદ) કર્યા પછી, એકત્વભાવના આદિની દઢતાથી આચાર્ય આદિ વિષયમાં પણ મમતાનો ઉદય નહિ થવાથી, પછીથી આહારમાં-ઉપાધિમાં-દેહમાં આસક્ત થતો નથી : અને મમતાના છેદવાળો, “સઘળાય જીવો અનેકવાર કે અનંતવાર સઘળાય જીવોના સ્વજનભાવે કે પરજનભાવે થયેલા છે. એથી અહીં કોણ સ્વજન કે પરજન છે?' આવી ભાવનાથી પ્રેમબંધન તૂટેલું થાય છે. આવું થતાં જે પરિણામ આવે છે, તે કહે છે. આ ભાવનાથી સ્વજનની સંજ્ઞાવાળાઓમાં પોતાના શરીરમાં નેહરાગના અભાવરૂપ નિઃસંગતાને પામે ! ત્યારબાદ મોક્ષ માટે જ પ્રયત્ન કરે છે.
अन्यत्वभावनामाह -
वैधर्येण शरीरभिन्नतयाऽऽत्मानुचिन्तनमन्यत्व भावना । अनया च देहात्माभिમાનનિવૃત્તિન્નત છે ? .. __वैधर्येणेति । यस्माज्जीवः कायमपि व्यपास्य लोकान्तरं यात्यतोऽयं वपुषो भिन्नः सहगमनरूपसाधाभावात् । तथा सेन्द्रियं शरीरमतीन्द्रियोऽहं, अनित्यं तन्नित्योऽहं, आद्यन्तवच्छरीरमनाद्यनन्तश्चाहं, संसारे भ्रमतो मे बहूनि शरीराणि प्राप्तानि परं स एवाहमन्यस्तेभ्य इत्यादिविरुद्धधमैरन्यत्वचिन्तनमन्यत्वभावनेत्यर्थः, तत्फलमाहानया चेति । देहात्माभिमाननिवृत्तिरिति, शरीरमेवात्मेति बुद्धेः शरीरममताया वा विच्छेद इत्यर्थः, तथाचैवं भावयतस्सर्वस्वनाशेऽपि शोकांशोपि न जायत इति भावः ॥
અન્યત્વભાવના ભાવાર્થ – “વૈધર્મથી શરીરથી ભિન્નપણાએ આત્માનો વિચાર, એ અન્યત્વભાવના.” આ ભાવનાથી દેહમાં આત્માના અભિમાનની નિવૃત્તિ થાય છે.”
વિવેચન – જે કારણે જીવ કાયાને પણ છોડી બીજા લોકમાં જાય છે. તેથી આ શરીરથી જુદો છે, કેમ કે-શરીરમાં આત્માની સાથે જવારૂપ સમાનધર્મનો અભાવ છે.
૦ તે આવી રીતે છે કે-શરીર ઈન્દ્રિયગ્રાહ્ય છે, આત્મા ઇન્દ્રિયગ્રાહ્ય નથી (અતીન્દ્રિય છે). (આત્મા જ્ઞાતા છે, જયારે શરીર અન્ન છે.)
૦ આ શરીર અનિત્ય છે, જયારે આત્મા નિત્ય છે. શરીર આદિવાળું અને અંતવાળું છે જયારે, આત્મા અનાદિ અને અનંત છે. સંસારમાં ભમતા મને અનંતા શરીરો મળેલાં છે. પરંતુ તે જ હું આત્મા, તે શરીરોથી ભિન્ન-જુદો છું, ઇત્યાદિ વિરુદ્ધ ધર્મોથી અન્યત્વનું ચિંતન, એ અન્યત્વભાવના