Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
६२६
तत्त्वन्यायविभाकरे પ્રેરિત-કૃત દુઃખવાળા થાય છે. સમ્યગ્દષ્ટિઓ તો જ્ઞાની હોવાથી ભૂતકાલીન જન્મમાં અનાચારકારી આત્માને જાણતાં, ક્ષેત્રના સ્વભાવથી થયેલા દુઃખો સહન કરનારા થાય છે. બીજાઓએ ઉદીરિત (પ્રેરિતકૃત) વેદનાઓને દુઃખી થયેલા જોયા કરે છે પરંતુ બીજા નારકીઓને વેદનાઓ આપતાં નથી. આ સમ્યગ્દષ્ટિઓને અવધિજ્ઞાન હોય છે, વિર્ભાગજ્ઞાન હોતું નથી.
0 નારકો એટલે નરકવાળાઓ કે નરકોમાં પેદા થયેલા સમજવા.
શંકા – ચંદ્ર-સૂર્ય વગેરે દેવો પ્રત્યક્ષથી સિદ્ધ જ છે. જે બીજા દેવો અપ્રત્યક્ષ છે, તેઓ મંત્ર-વિદ્યાઉપયાચિતક(બાધા-માન્યતા વગેરે)થી ફળની સિદ્ધિ હોવાથી અનુમાનથી ગમ્ય છે. પરંતુ જે નારકી જીવો છે, તેઓ પ્રત્યક્ષથી કે અનુમાનથી ઉપલબ્ધિના વિષય નહિ થતાં હોવાથી તિર્યંચ-મનુષ્ય-દેવોથી સર્વથા ભિન્ન જાતિવાળા નથી. જેમ કે-ગધેડાને શીંગડાં. માટે નારકી જીવો અતિરિક્ત કેવી રીતે મનાય?
સમાધાન – “અમારા પ્રત્યક્ષનો અવિષય હોવાથી નારકી જીવોની સિદ્ધિ નથી.' આવી માન્યતાનું એકને અપ્રત્યક્ષ હોવા છતાં બીજાને પ્રત્યક્ષના વિષયપણામાં બાધક નહિ હોવાથી ખંડન કરવું જોઈએ. વળી ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષ વ્યવહાર માત્રથી પ્રત્યક્ષ કહેવાય છે. પરમ પારમાર્થિક-પ્રત્યક્ષરૂપ કેવલજ્ઞાનથી પ્રત્યક્ષ છે. તર્કથી સિદ્ધિ-કેટલાક ઉત્કૃષ્ટ પાપફળને ભોગવનારાઓ છે, કેમ કે તે નારકી જીવ કર્મફળવાળો છે. જેમ કે-મધ્યમ, જઘન્ય પાપકર્મ ફળભોગી તિર્યંચ-મનુષ્ય. વળી જેઓ ઉત્કૃષ્ટ પાપફળને ભોગવનારાઓ છે, તે નારકી જીવો છે. આવા અનુમાનથી પણ તે નારક જીવની સિદ્ધિ છે.
શંકા – જેઓ અત્યંત દુઃખી તિર્યંચ-મનુષ્યો છે, તેઓ જ ઉત્કૃષ્ટ પાપના ફળના ભોગી હોવાથી નારકીના વ્યવહારને ભજનારા છે. અપ્રત્યક્ષ નારકો કોઈ નથી ને?
સમાધાન – મનુષ્યોમાં અને તિર્યંચોમાં તથાવિધિ શરીરનો અભાવ હોવાથી ઉત્કૃષ્ટ પાપના ફળના ભોગનો અભાવ છે. જેઓને ઉત્કૃષ્ટ પાપના ફળનો ભોગ છે, તેઓએ સંભવતા સઘળાય દુઃખના પ્રકારોથી સહિત હોવું જોઈએ. વળી એ પ્રમાણે અત્યંત દુઃખી તિર્યંચ આદિમાં દેખાતું નથી.
૦ અત્યંત દુઃખી તિર્યંચ આદિમાં પ્રકાશ, વૃક્ષની છાયા, ઠંડો પવન, નદી, સરોવર, કૂપના જળ વગેરેનું સુખ દેખાય છે.
૦ છેદન-ભેદન, પાચન, દહન, ડામ દેવો, વજકંટક, શિલાની સાથે આસ્ફાલન વગેરે જે નરકમાં પ્રસિદ્ધ છે, તેવા દુઃખના પ્રકારોનું તિર્યંચ આદિમાં દર્શન થતું નથી.
ननु किमधोलोके सर्वत्र नारका एव वसन्ति नान्ये इत्याशंकायामाह -
रत्नप्रभायाश्चाशीतिसहस्रोत्तरैकलक्षयोजनस्थूलाया योजनसहस्रमुपर्यधश्च विहायान्तर्जघन्यतो दशसहस्रवर्षायुष्काणामुत्कृष्टतः किञ्चिदधिकसागरोपमायुष्काणां भवनपतीनां भवनानि वर्त्तन्ते । तत्रैव भागान्तरे रत्नप्रभीया नारका वसन्ति ॥ २२ ॥
रत्नप्रभायाश्चेति । तस्याः स्थौल्यमाहाशीतिसहस्रेति, तावत्स्थूलायां न सर्वत्र भवनपतीनां भवनानि किन्तु परिमिते भाग इत्याह योजनसहस्रमिति, एकं योजनसहस्रमुपर्यधश्चैकं