Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
५९४
तत्त्वन्यायविभाकरे
૦ સ્થાપના-સાધુઓને આપવાનું છે-એમ માની, ચૂલો વગેરે રૂપ સ્વસ્થાન ઉપર અશનાદિ રાખી મૂકવા. છાજલી-શીકું આદિ રૂપ પસ્થાન ઉપર ચિરકાળ અને અલ્પકાળ સુધી ઘી વગેરે, ક્ષીર આદિની સ્થાપના કરવી.
૦ પ્રાકૃતિકા-કાળાન્તરમાં થનાર વિવાહ આદિ અંતરમાં જ સાધુઓનો સમાગમ થયે છતે તેઓનો પણ લાભ વિવાહ આદિમાં થનાર મોદક આદિ દ્વારા થાઓ !-આવી બુદ્ધિથી હમણાં કરવાં, અથવા નજીકમાં થનાર વિવાહ આદિ, કાળાન્તરમાં સાધુનો સમાગમ જાણી તે વખતે કરવાં, કેમ કે તે સાધુના યોગથી તેવા ભોજન આદિનો પણ લાભ મળશે.
૦ પ્રાદુષ્કરણ-વહ્નિ-દીપક-મણિ આદિથી, અથવા ભીંતને હટાવીને બહાર કાઢીને, અથવા દ્રવ્યધારણથી પ્રકટ કરવું. તે પ્રક્ટકરણ બે પ્રકારનું છે. અંધકારવાળા સ્થાનમાં અશનાદિ તૈયાર કરીને સાધુને વહોરાવવા માટે પ્રકાશમાં લાવે, અથવા છૂટો ચૂલો-સગડી વગેરેને પ્રકાશમાં લાવે અથવા પ્રકાશવાળા સ્થાનમાં નવો ચૂલો-સગડી આદિ બનાવી તૈયાર કરે, એ પ્રગટકરણ છે.
૦ પ્રકાશકરણ–અંધારામાં સાધુ ભિક્ષા ન લઈ શકે, માટે ત્યાં દીવો કે મણિ રાખે, અથવા ભીંતમાં જાળી આદિ મૂકાવે, અથવા છિદ્ર પાડી પ્રકાશ કરે. આ બે દોષવાળા આહારાદિ સાધુને કહ્યું નહિ. અંધકારવાળા સ્થાનમાં ગૃહસ્થ જો પોતાને માટે દીવો કર્યો હોય, તો તેજસ્કાયના સંઘટ્ટારૂપ વિરાધના હોવાથી ગોચરી લેવી કહ્યું નહિ. ગૃહસ્થ જો પોતાને માટે જાળી મૂકાવે, પ્રકાશમાં ચૂલો બનાવે કે મણિ વગેરે મૂકે, તો સાધુને કલ્પી શકે.
૦ ક્રીત–સાધુ આદિ નિમિત્તે ખરીદી કરી મેળવેલો આહાર. તે પણ-(૧) આત્મદ્રવ્યક્રત, (૨) આત્મભાવક્રીત, (૩) પરદ્રવ્યક્રીત, અને (૪) પરભાવક્રત–એમ ચાર પ્રકારનો છે. (૧) પોતે જ સાધુ, ઉજ્જયંત ભગવંતની પ્રતિમા-ઔષધ-વાસક્ષેપ આદિ દ્રવ્યો આપી બીજાને આકર્ષી-ભક્ત બનાવી તેની પાસેથી ભોજનાદિ મેળવે, તે આત્મદ્રવ્યક્રત કહેવાય છે. (૨) આત્મભાવક્રત-વળી સાધુ પોતે સુંદર ધર્મકથાઓ કહીને, લાંબી તપશ્ચર્યા કરી, તેમજ આતાપના આદિથી ગૃહસ્થને ભક્ત બનાવી આહાર પ્રાપ્ત કરે તે. (૩) પરદ્રવ્યદીત-સાધુને વહોરાવવા માટે ગૃહસ્થ અશનાદિ દ્રવ્ય પૈસાથી ખરીદે. (૪) પરભાવક્રીત–પોતાના નૃત્યકળાદિ વિજ્ઞાનથી બીજાઓને ખુશ કરી, સાધુને વહોરાવવા માટે લાવેલ અશનાદિ મેળવે.
૦ પ્રામિત્ય-સાધુ માટે અન્ન આદિ, વસ્ત્ર ઉછીનું (ઉધાર) લવાય તે, ફરીથી પણ પાછી આપવાની કબૂલાતથી વસ્તુ જે સાધુ માટે ઉછીનું (ઉધાર) લવાય. તે લૌકિક અને લોકોત્તરના ભેદથી બે પ્રકારનું છે. (૧) સાધુના વિષયવાળું બહેન આદિથી કરાતું દ્રવ્ય, એ લૌકિક પ્રામિય.” (૨) સાધુઓમાં જ પરસ્પર વસ્ત્રાદિ વિષયક લેવડ-દેવડ, એ “અલૌકિક પ્રામિત્ય.”
૦ પરિવર્તિત–સાધુ નિમિત્તે કરેલ પરિવર્તનરૂપ. તે પણ લૌકિક-લોકોત્તરના ભેદથી બે પ્રકારનું છે. (૧) ખરાબ ઘી વગેરે આપીને સાધુ માટે સુગંધીદાર ઘીનું ગ્રહણ, કોદરાનું ભોજન આપીને શાલિના ભોજનનું ગ્રહણ, (૨) સાધુએ સાધુની સાથે વસ્ત્ર આદિનું પરિવર્તન કરવું.