Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
द्वितीयो भाग / सूत्र - १५, नवमः किरणे
४६१
૦ તેમજ જ્ઞાન માત્રના પ્રાધાન્યના સ્વીકારમાં પરાયણ જ્ઞાનનયો છે. (મુક્તિ પ્રત્યે પ્રધાનતાથી જ્ઞાન જ કારણ છે. આવા સ્વીકારમાં પરાયણ, વિશિષ્ટ અભિપ્રાયરૂપ જ્ઞાનનયો છે. જ્ઞાનનયપણાએ અભિમત નૈગમ-સંગ્રહ-વ્યવહાર એમ ત્રણ જ્ઞાનનયો છે.) ક્રિયા માત્રના પ્રાધાન્યના સ્વીકારમાં પરાયણ ક્રિયાનયો છે. (મુક્તિ પ્રત્યે પ્રધાનપણાએ ક્રિયાનું જ કારણપણું છે. આવા સ્વીકારમાં પરાયણ અભિપ્રાયવિશેષો ક્રિયાનયો છે. અહીં પણ ક્રિયાનયપણાએ અભિમત ઋજુસૂત્ર-શબ્દ-સમભિરૂઢ-એવંભૂતરૂપ ચાર નવો ક્રિયાનેયો છે. જે નયો જ્ઞાનનયપણાએ અભિમત છે, તેઓના મતમાં ક્રિયાના કારણપણાનો સ્વીકાર છે જ. તો પણ પ્રધાનતાએ જ્ઞાનનો જ સ્વીકાર છે, કેમ કે-“જ્ઞાન સિવાય મુક્તિ નથી” આવા વાક્યનું પ્રધાનતાથી અવલંબન છે. એક ચક્રવાળો રથ ખરેખર ચાલતો નથી, માટે સહકારિપરાએ વિશુદ્ધ ક્રિયાના આચરણથી મનની વિશુદ્ધિ છે અને તેથી સમ્યજ્ઞાનનો ઉદય છે. આ હિસાબે ક્રિયાનું પૃથભાવથી કારણપણું છે. અજ્ઞાનથી બંધ છે, માટે અજ્ઞાન નિવૃત્તિરૂપ મુક્તિ છે. જેઓ ક્રિયાવાદીઓ છે, તેઓ પણ મુક્તિ પ્રત્યે જ્ઞાન કારણ છે એમ માને છે, પરંતુ પ્રધાન કારણ ક્રિયા જ છે : કેમ કે-અમુક ઔષધથી અમુક વ્યાધિની ઉપશાન્તિ થાય છે-એમ જાણનાર રોગી, જો વિધિસર ઔષધનું સેવન ન કરે, તો રોગની નિવૃત્તિને પામતો નથી, માટે ક્રિયાની જ પ્રધાનતા છે એમ કહે છે.) ત્યાં ઋજુસૂત્ર આદિ ચાર નવો ચારિત્રલક્ષણવાળી ક્રિયાના પ્રધાનપણાને માને છે, કેમ કે તે ક્રિયાનું જ મોક્ષપ્રતિ અવ્યવહિત (સાક્ષા) કારણપણું છે.
૦ નૈગમ-સંગ્રહ-વ્યવહારરૂપ જ્ઞાનનયો તો, જો કે ચારિત્ર (ચારિત્રરૂપ ક્રિયા), શ્રુત (જ્ઞાન) અને સમ્યકત્વ (સમ્યગ્દર્શન)-એમ ત્રણેયમાં મોક્ષનું કારણપણું માને છે
શંકા – જો આ જ્ઞાનનયો ચારિત્ર આદિ ત્રણેયનું પ્રમાણપણું માને છે, તો તેઓનું જ્ઞાનનયત્વ ક્યાંથી રહે ?
સમાધાન – તો પણ ચારિત્ર આદિ કારણોને વ્યસ્તરૂપે માને છે. સમસ્ત-સમુદિતરૂપે જ્ઞાનનો માનતાં નથી. (મોક્ષત્વથી અવચ્છિન્ન કાર્યતા નિરૂપિત કારણતાવચ્છેદ વિભિન્ન ધર્મથી વિશિષ્ટ એટલે વ્યસ્તભૂત ચારિત્રાદિની જ કારણતા છે. આ પ્રમાણે હોયે છતે જ્ઞાનનું પ્રધાન તથા કારણપણું છે. તેનાથી ભિન્ન ચારિત્ર અને જ્ઞાનનું ગૌણરૂપે કારણપણું સ્વીકારે છે. જો સમુદિત ચારિત્ર આદિનું કારણ પણું માને, તો તમામ ચારિત્ર આદિનું પ્રધાન કારણપણું થાય, માટે કહે છે કે સમસ્તોનું કારણ પણું જ્ઞાનનયો માનતાં નથી. સમુદિત કારણપણાનો સ્વીકાર હોય છતે જ તેઓનું પ્રમાણપણું થાય ! તે તો તેઓમાં નથી, માટે પ્રમાણપણું નથી.)
શંકા – નૈગમ આદિ નો શાથી સમસ્તોનું કારણપણે માનતાં નથી?
સમાધાન – આ નૈગમાદિ જ્ઞાનનયોના મતમાં જ્ઞાન આદિ ત્રણથી જ એવકારથી) એક એક જ્ઞાનાદિનો વ્યવચ્છેદ સમજવો. મોક્ષ છે, એવા નિયમ(વ્યવસ્થા)નો અભાવ છે. અન્યથા, જો “જ્ઞાનાદિ ત્રણથી જ મોક્ષ છે' આવા નિયમનો સ્વીકાર કરવામાં આવે, તો નયપણાની હાનિનો પ્રસંગ છે (નયરૂપે તે ટકી શકતાં નથી), જેથી નયો છે માટે વ્યસ્તરૂપે માને છે એમ જોવું.
૦ બીજો સબળ હેતુ એવો છે કે-સમુદિત જ્ઞાન આદિ ત્રણથી જ મોક્ષ છે, પરંતુ વ્યસ્ત પ્રત્યેક જ્ઞાનાદિથી મોક્ષ નથી. આવો સમુદાયવાદ સ્થિતપક્ષ હોવાથી પ્રમાણવાદરૂપ છે. (સમ્યજ્ઞાન-સમ્યગ્દર્શન