Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
५३०
तत्त्वन्यायविभाकरे
ખરેખર, પરિણામવાદમાં પીડા કરનાર અને પીડા પામનાર પરિણામી હોવાથી પીડાકપણું ઉપપન્ન થાય છે. એકાન્તવાદમાં એકાન્તથી નિત્યત્વની માન્યતામાં કોઈ પણ કાર્યને કરવામાં અસમર્થતા હોઈ અને સર્વથા ભેદમાં શરીરે કરેલ કર્મના ભવાન્તરમાં અનુભવની અનુપપત્તિ છે. સર્વથા અનિત્યત્વની માન્યતામાં અને અભેદમાં પરલોકની હાનિની આપત્તિ છે. શરીરના નાશમાં જીવનો નાશ થવાથી હિંસા આદિનો અસંભવ જ. વળી નિત્યાનિત્ય આત્માની માન્યતામાં સઘળું ઘટે છે. મૂર્ત અને અમૂર્તિપણાની અપેક્ષાએ શરીર અને આત્માનો કથંચિત્ ભેદ છે અને દેહના સ્પર્શમાં જીવને વેદનાની ઉત્પત્તિ થતી હોવાથી કથંચિદ્ અભેદ છે.
શંકા – જો નાશના હેતુથી દેહથી ભિન્નમાં નાશ કરાતો માનવામાં આવે, તો પૂર્વવતુ દેહની સ્થિતિ કાયમ છે અને જો અભિન્ન નાશ કરાતો માનવામાં આવે, તો દેહે જ નાશ કરેલો થાય ને?
સમાધાન – અભિન્ન નાશકરણમાં દેહમાં નાશવિષયપણું હોઈ, દેહકર્તુકનાશ નહિ હોવાથી કૃતપણાનો અભાવ છે.
શંકા – પોતે કરેલ કર્મના વિશે હિંસાની વિદ્યમાનતા માનવામાં, હિંસકનું અહિંસકપણું જેમ વૈયાવૃત્ય કરનારમાં કર્મનિર્જરા હેતુ હોઈ ગુણપણું થાય, તેમ કર્મના અભાવમાં વિશેષ વગર સઘળું હિંસાયોગ્ય થાય ને?
સમાધાન – કર્મના ઉદયનું પ્રધાનપણાએ હેતુપણું છતાં હિંસકનું પણ ત્યાં નિમિત્તપણું છે. શંકા – ત્યાં તેનું નિમિત્તપણું માનતાં વૈદ્ય આદિમાં હિંસાનો પ્રસંગ આવશે ને? સમાધાન – દુષ્ટ અભિસંધિ(આશય)પણાનું પણ નિમિત્તપણું છે.
તે હિંસારૂપ વ્યપરોપણથી નિવૃત્તિ (વિરતિ) પ્રથમ મહાવ્રત કહેવાય છે. તે હિંસા દેશથી પણ થાય. માટે કહે છે કે- “સા 'તિ | સર્વ પ્રકારે ત્રણ ભંગથી તેવી વિરતિ જ્ઞાન-શ્રદ્ધા વગર સંભવિત નથી, એવું સૂચન કરવા માટે અને મિથ્યાદૃષ્ટિઓમાં વિરતિ અજ્ઞાન-અશ્રદ્ધાનપૂર્વકપણાના સૂચન માટે “જ્ઞાનશ્રદ્ધાપૂર્વI' ઇતિ કહેલું છે, કારણ કે-ખરેખર, મિથ્યાષ્ટિઓમાં સમ્યક્ત્વના અભાવથી જ્ઞાન અને શ્રદ્ધા વસ્તુતઃ અજ્ઞાનરૂપ અને અશ્રદ્ધારૂપ છે.
૦ અલ્પકાળની, તેથી વિરતિના વારણ માટે “સનિ'તિ જાવજૂજીવની પણ નિવૃત્તિ જાણવી. તથાચ હિંસાથી જ્ઞાન-શ્રદ્ધાનપૂર્વક ત્રણ ભંગથી જાવજીવ સુધીની નિવૃત્તિ, અહિંસાનામક વ્રત કહેવાય છે.
૦ એકેન્દ્રિય-દ્વીન્દ્રિય-ત્રીન્દ્રિય-ચતુરિન્દ્રિય-પંચેન્દ્રિયનામક પ્રાણીઓને શાસ્ત્રથી સારી રીતે જાણીને તથા તેના અનુસાર શ્રદ્ધાપૂર્વક હિંસાથી વિરામ, સઘળા વ્રતોમાં પ્રધાનપણું હોવાથી અને સૂત્રના ક્રમના પ્રમાણપણાથી પ્રથમ વ્રત સમજવું.
૦ વળી ત્રણ ભંગો, દ્રવ્ય-ભાવ-દ્રવ્યભાવરૂપ જાણવાં. अथ तत्परिपालनार्थानि व्रतानीतराण्याह -
अतद्वति तत्प्रकारकमप्रियमपथ्यं वचनमनृतं तस्मात्तथा विरतिर्द्वितीयं व्रतम् । असत्यं चतुर्विधं भूतनिह्नवाभूतोद्भावनार्थान्तरगर्हाभेदात् । आद्यमात्मा पुण्यं पापं वा