Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
५५०
तत्त्वन्यायविभाकरे
ક્ષમાધર્મનું નિરૂપણ ભાવાર્થ – “શક્તિ હોવા છતાં સહવાને, સ્વભાવ, એ “ક્ષમા” કહેવાય છે. અપરાધી પ્રત્યે ઉપકારબુદ્ધિ, અપાયો પ્રત્યે અવશ્યભાવીપણાની બુદ્ધિ, ક્રોધ આદિ પ્રત્યે દુષ્ટ ફળદાયિપણાનું જ્ઞાન, પોતાની નિંદાના શ્રવણ પ્રત્યે મનના વિકારનો અભાવ અને ક્ષમા એ જ આત્માનો ધર્મ છે, એવી બુદ્ધિ ક્ષમાધર્મમાં ઉપકાર કરનારી છે.”
વિવેચન – પ્રતીકાર કરવામાં અસમર્થ, દુષ્ટ બુદ્ધિવાળાની જે સહનશીલતા છે, તેના વ્યવચ્છેદ માટે ઇતિ સામર્થ્ય હોયે છતે એમ કહ્યું છે. ક્રોધની ઉત્પત્તિમાં નિમિત્તોના સંનિધાનમાં કલુષિતતાનો અભાવ અથવા ઉદય પામેલ ક્રોધની નિષ્ફળતા વિવેક આદિ દ્વારા કરવી, તે “ક્ષમા” કહેવાય છે. અર્થાત્ પ્રતીકાર કરવાને સમર્થનો પણ સહનનો વિશિષ્ટ પરિણામ, એ “ક્ષમા છે. તે ક્ષમાના ઉત્તેજકોને કહે છે કે
(૧) અપરાધી પ્રત્યે ઉપકારબુદ્ધિ-આત્મા ઉપર બીજાએ કરેલ ક્રોધના નિમિત્તને જોતો છતાં, “આ વિવેક વગરનો છે-આનો આ સ્વભાવ છે-“અજ્ઞાનતાના કારણે પ્રત્યક્ષ કે પરોક્ષ આક્રોશભર્યા વચન આદિનો આ પ્રમાણે આ પ્રયોગ કરે છે, અથવા “જો આ મારા ઉપર ક્રોધનું નિમિત્ત પ્રગટ ન કરતે, તો મારી સહનશીલતાથી અન્ય કર્મક્ષયરૂપ લાભ મને પ્રાપ્ત ન થાય.” એથી અહીં આ મોટો ઉપકારી છે, એમ વિચારીને ક્ષમા ધારણ કરવી જોઈએ. અપરાધ વગરના ઉપર ઉપકારબુદ્ધિ ક્ષમાના મહત્ત્વને કરનારી નથી, પરંતુ “અપરાધી પ્રત્યે' એમ સૂચવવા માટે ‘પ' શબ્દ છે. “અવશ્યપવિત્વેતિ' અપાયોમાં (વિઘ્ન-ઉપસર્ગ આદિમાં) પરજન્ય પ્રત્યક્ષ કે પરોક્ષ આક્રોશ-તાડન-મારણ વગેરેમાં અવશ્ય થનાર છે, એવી બુદ્ધિ કેમ કેજન્માન્તરમાં ઉપાર્જિત કર્મનો આ વિપાક છે, જે આક્રોશ-તાડન વગેરે કરે છે. કેવળ નિમિત્ત માત્ર જ બીજો છે. કર્મનો ઉદય મુખ્ય છે. ખરેખર, ભગવંતે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભવ-ભાવની અપેક્ષાવાળો કર્મોનો ઉદય કહેલો છે. પોતે કરેલું કર્મ અવશ્યમેવ ભોગવવું જોઈએ, નિકાચિત ભોગવવું જોઈએ કે તપદ્વારા ક્ષીણ કરવું જોઈએ. “ોધિિષ્યતિ' કષાયમાં પરિણમેલો દ્વેષી કર્મ બાંધે છે કે બીજાને હણે છે. એથી પ્રાણાતિપાતવિરમણ આત્મક વ્રતનો ભંગ થાય ! તેમજ ગુરુજનનો તિરસ્કાર કરે ! એથી જ્ઞાનાદિ રૂપ મોક્ષના સાધનનો વિનાશ અવશ્યભાવી છે. અથવા ક્રોધવાળો-ભ્રષ્ટ સ્મરણવાળો અસત્ય પણ બોલે ! પ્રવ્રજ્યાના સ્વીકારના વિસ્મરણવાળો, બીજાએ નહીં આપેલું પણ ગ્રહણ કરે ! દ્વેષથી પરપાખંડિનીઓમાં બ્રહ્મચર્યનો ભંગ પણ કરે ! તેમજ પ્રદ્વેષી, સહાયક બુદ્ધિથી અવિરત ગૃહસ્થોમાં મૂચ્છ પણ કરે ! ઉત્તરગુણનો ભંગ પણ કરે !
‘નાત્મનિતિ ”-ક્રોધ આદિના નિમિત્તવાળી, બીજાએ કરેલ પોતાની નિંદાનું શ્રવણ છતાં પોતાનામાં સઅસની ચિંતાથી મનના વિકારનો અભાવ, ક્રોધ વગેરેના ઉદયનો નિરોધ અથવા ઉદય પામેલ ક્રોધની વિવેકના બળથી નિષ્ફળતા કરવી, એ ક્ષમામાં ઉપકારી છે.
૦ ખરેખર, પોતાનામાં ક્રોધ આદિ નિમિત્તો ઉભાં થયે છતે, “શું અહીં આ અસત્ય બોલે છે?' આ દોષો જો મારામાં વિદ્યમાન જ છે, તો ક્ષમા રાખવી જોઈએ. જો દોષો મારામાં વિદ્યમાન જ નથી, તો અજ્ઞાનદશામાં આ દોષોને આ મૂકે છે. આ પ્રમાણે આત્માને નિરપરાધી જાણીને બિલકુલ ક્ષમા રાખવી જોઈએ.