Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
५८२
तत्त्वन्यायविभाकरे ब्रह्मचर्यभङ्गप्रसङ्गेन नैव कार्यमिति भावः । कुड्यान्तरगुप्तिमाह एकेति, कुड्यं कटादिरचितं पक्वेष्टकादिनिर्मिता वा भित्तिः तयाऽन्तरितेऽपि स्थाने यत्र विविधविहगादिभाषया अव्यक्त शब्दः सुरतसमयभावी रुदितशब्दः रतिकलहादिरूपः मानिनीकृतः गीतशब्दो वा पञ्चमादिहुंकृतिरूपो हसितशब्दो वा श्रूयते तादृशस्थानपरित्यागः कार्य इति भावः ॥
' ઈન્દ્રિય અને કુડ્યાન્તરગુપ્તિનું કથન ભાવાર્થ – “રાગપૂર્વક સ્ત્રીના અંગ-ઉપાંગના દર્શનનો ત્યાગ, એ “ઇન્દ્રિયગુપ્તિ' કહેવાય છે. એક ભીંતના અંતરમાં રહેલના મૈથુન શબ્દના શ્રવણના સ્થાનનો પરિત્યાગ, એ “કુડ્યાન્તરગુપ્તિ' કહેવાય છે.”
વિવેચન – “અનુરાગપૂર્વક સ્ત્રીઓના અંગ-ઉપાંગોના નિરીક્ષણનો ત્યાગ કરવો જોઈએ. તે સ્ત્રીઓના નયન-નાસિકા આદિ દર્શન માત્રથી પણ ચિત્તનું હરણ કરે છે, તેમજ દર્શન બાદ મરણપટમાં આવતાવેંત ચિત્તને દૂષિત કરે છે. તેથી તે નયન આદિનું સારી પેઠે દર્શન, ત્યારબાદ અહો ! બે નયનોનું લાવણ્ય, નાસિકારૂપી વંશનું સરળપણું, આ પ્રમાણેનું વિચિંતન બ્રહ્મચર્યના ભંગનો પ્રસંગ આવવાથી નહિ કરવું જોઈએ. કુડ્યાન્તરગુપ્તિને કહે છે કે-કુષ્ય એટલે ચટાઈ વગેરેથી બનાવેલ અથવા પાકી ઇંટોથી બનાવેલ ભીંત, તે ભીંતથી અંતરિત એવા પણ સ્થાનમાં જ્યાં વિવિધ પંખી આદિની ભાષાથી અવ્યક્ત શબ્દ, સુરત સમયમાં થનાર રૂદનનો શબ્દ, રતિ-કલહ આદિ રૂપ માનિનીએ કરેલો ગીત શબ્દ, પંચમાદિ સ્વરરૂપ કારરૂપ હસવાનો શબ્દ સંભળાય, તેવા સ્થાનનો પરિત્યાગ કરવો જોઈએ.
पूर्वक्रीडितप्रणीतगुप्ती प्राह -
प्राक्तनक्रीडास्मरणवैधुर्यं पूर्वक्रीडितगुप्तिः । अतिस्निग्धमधुराद्याहारपरिहारः guતપુતિઃ | રૂ .
प्राक्तनेति । पूर्व गृहस्थावस्थाकाले स्त्र्यादिभिस्सह विषयानुभवस्य कृतस्य दुरोदरादिरमणस्य चानुचिन्तना न विधेया तथाच सति ब्रह्मचर्यरक्षणं भवेदिति भावः । अथ प्रमीतगुप्तिमाह अतिस्निग्धेति, गलत्स्नेहरसमत्यन्तधातूद्रेककारिणमाहारं पानभोजनादिकं वर्जयेदित्यर्थः ॥
પૂર્વક્રિડીત અને પ્રણીતગુપ્તિનું વર્ણન ભાવાર્થ – “પૂર્વકૃત ક્રીડાના સ્મરણનો અભાવ, એ પૂર્વક્રીડિતગુપ્તિ' કહેવાય છે. અતિ સ્નિગ્ધ-મીઠા વગેરે આહારનો પરિહાર, એ પ્રણીતગુપ્તિ' કહેવાય છે.”
વિવેચન – પૂર્વે ગૃહસ્થ અવસ્થાના કાળમાં સ્ત્રી આદિની સાથે કરેલ વિષયના અનુભવનો અને સ્ત્રી આદિની સાથે કરેલ જુગટું (જુગાર) આદિના રમણનો વિચાર નહિ કરવો જોઈએ. તેથી બ્રહ્મચર્યનું રક્ષણ થાય છે. હવે પ્રણીતગુપ્તિને કહે છે કે - “ગતિનિતિ’ | ગળતા, ચીકણા રસવાળા, અત્યંત ધાતુની વૃદ્ધિ કરનાર અને પાન-ભોજનાદિરૂપ આહારનું વર્જન કરવું જોઈએ.