Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
५५४
तत्त्वन्यायविभाकरे
ક્રિયાઓમાં પ્રવર્તતા, ઉત્સાહ-બળસંપન્ન પુરુષને જોઈ, ‘આ વીર્યવાન છે’ એમ વ્યવહાર કરાય છે અને તે વીર્યના આવારક કર્મના ક્ષયથી ‘અનંત બળવાળો આ છે' એમ વ્યવહાર કરાય છે.) સંસારના અનુબંધી તે વીર્ય કષાયરૂપ હોઈ અશાશ્વત હોવાથી તે વીર્યનો મદ નહિ કરવો. ખરેખર, બળવંત પુરુષો પણ નિર્બળતાને પામતા દેખાય અને નિર્બળો બળવંતો દેખાય છે. તેમજ વ્યાધિ-જરા વગેરેમાં ઉત્પન્ન બળવાળા દેવ-દાનવવાળા ચક્રવર્તી-વાસુદેવ-બળદેવો પણ સીદાતા હોય છે, તો બીજા જનોની તો વાત શી કરવી ? માટે વીર્યના મદથી વિરામ કરવો શ્રેયસ્કર છે. માર્દવવિરોધી અહંભાવ છે. આ આઠ મદના સ્થાનોથી મત્ત બનેલો, પરની નિંદા અને પોતાની પ્રશંસામાં પરાયણ થયેલો તથા તીવ્રત૨ અહંકારથી ઘાયલ મનવાળો આલોકમાં અને પરલોકમાં અશુભ ફળદાતા કર્મને ભેગું કરે છે, ઉપદેશાતી શ્રેયસ્કર બાબતને સ્વીકારતો નથી. તેથી આ મદસ્થાનો શ્રમણધર્મરૂપ માર્દવના વિદ્યાતકો છે. તે કારણથી આ મદસ્થાનો માર્દવિરોધી છે. એથી જ તે મદસ્થાનોનો નિગ્રહ કરવો જોઈએ.
अथ मायाप्रतिपक्षिभूतमार्जवमाह
-
कायवाङ्मनसां शाठ्यराहित्यमार्जवम् । भावदोषयुक्तो हि इहामुत्र चाकुशलाशुभफलं कर्मोपचिनोति ॥ १२ ॥
कायेति । अन्यनिमित्तं कुब्जादिवेषभ्रूविकारादीनामकरणादुपहासादिहेतोरन्यदेशादिभाषया भाषणपरित्यागात् परविप्रतारणाद्यचिन्तनाच्च जीवो धर्मस्याराधको भवति, विशुद्धाध्यवसायत्वेन जन्मान्तरेऽपि तदवाप्तेः तस्मान्मायावक्रतापरित्याग आर्जवमिति भावः । मायावी हि सर्वाभिसन्धानपरतया सर्वाभिशङ्कनीयः कपटपटप्रच्छादितकायादिक्रियस्सुहृदेऽपि द्रुह्यति । शाठ्यकृत्यमाह अकुशलेति, अकुशलं पापं तदपि बद्धं कदाचित्कुशलफलतया परिणमत इत्यशुभफलमित्युक्तम् ॥
માયાના પ્રતિપક્ષીભૂત આર્જવનું નિરૂપણ
-
ભાવાર્થ – “કાય-વચન-મનની શઠતાથી રહિતપણું, એ ‘આર્જવ' કહેવાય છે. ખરેખર, ભાવદોષથી સહિત આલોકમાં અને પરલોકમાં અશુભ ફળજનક કર્મ સંચિત કરે છે.”
વિવેચન – અન્યના નિમિત્તે કુબડા આદિના વેષ, ભવાંના વિકાર આદિ નહિ કરવાથી, તેમજ ઉપહાસ આદિના હેતુથી બીજા દેશ વગેરેની ભાષાથી, ભાષણના પરિત્યાગથી અને બીજાને ઠગવા આદિના ચિંતનના અભાવથી જીવ ધર્મનો આરાધક થાય છે; કેમ કે- વિશુદ્ધ અધ્યવસાયથી જન્માન્તરમાં પણ તે ધર્મની પ્રાપ્તિ થાય છે. તેથી માયાવક્રતાનો પરિત્યાગ આર્જવ છે.
૦ ખરેખર, સઘળી ઠગબાજીમાં પરાયણ હોઈ, સર્વની શંકાના પાત્ર અને કપટરૂપી પટથી આચ્છાદિત કાય આદિની ક્રિયાવાળો મિત્રદ્રોહી બને છે. શઠતાના કૃત્યથી અકુશલ પાપ છે. તે બંધાયેલું કરણદ્વારા કુશળ ફળપણાએ નથી પરિણમતું, તેવા અશુભ ફળવાળા કર્મને ભેગું કરે છે-એમ કહેલું છે.