Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
तृतीयो भाग / सूत्र - २४-२५, प्रथमः किरणे
५६९ વૈયાવૃત્યનું વર્ણન ભાવાર્થ – “શાસ્ત્રકથિત વિધિપૂર્વક, ગૌરવજનક ક્રિયાનુષ્ઠાનમાં પ્રવૃત્તિ, એ “વૈયાવૃજ્ય' કહેવાય છે : અને તે આચાર્ય-ઉપાધ્યાય-તપસ્વી-શૈક્ષક-ગ્લાન-ગણ-કુલ-સંઘ-સાધુ-સમનોજ્ઞ સંબંધી હોવાથી દેશ પ્રકારનું છે.”
વિવેચન – આગમમાં કહેલ પ્રકારથી પરંતુ લોક પ્રમાણે નહીં, એવો ભાવ છે. સામાયિક આદિ ક્રિયારૂપ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ, વૈયાવૃજ્યરૂપ નથી, માટે કહે છે કે-“ૌરવગતિ ,' ભાવ(વિ)તીર્થંકર નામકર્મ બંધજનક ક્રિયારૂપ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ, એવો અર્થ છે. ખરેખર, આહાર આદિની સહાય જેમાં છે, એવા વૈયાવૃત્યથી તીર્થંકરનામક નામકર્મ જીવ બાંધે છે અને તે ક્રિયાઓ ક્ષેત્ર-વસતિનું નિરીક્ષણ, શુશ્રુષા, ઔષધ ક્રિયાઓ, વિષમ જંગલ અને ભયંકર ઉપસર્ગોમાં અન્ન-પાન આદિથી રક્ષા કરવી ઇત્યાદિ રૂપ ક્રિયાઓ, તે ક્રિયાઓને કરવામાં પ્રવૃત્તિ એટલે વિશિષ્ટ પરિણામ, ચારેય બાજુથી ભાવથી વૃત્તિ(વર્તવું) પ્રવૃત્તિ, એમ વ્યુત્પત્તિથી એ અર્થનો લાભ થાય છે. ખરેખર, અપરિણત ચારેય બાજુથી ભાવથી વર્તી શકતો નથી. “શાસ્ત્રીવિધિના' એમ કહેલું હોવાથી પ્રવચનનું વાત્સલ્ય પણ વૈયાવૃત્યનું ફળ છે. તથાચ મહા નિર્જરાસનાથત્વ, (સહિતત્વ) પ્રવચનવાત્સલ્ય, સંશયનો અભાવ, તીર્થંકર નામકર્મનો બંધ વગેરે, આ વૈયાવૃત્યનું ફળ છે એમ સિદ્ધ છે.
૦ આચાર્ય આદિ દશ સેવ્યોનું, ભક્ત, પાન, શયા, આસન, ક્ષેત્ર, ઉપધિનું પડિલેહણ, ઔષધનું દાન, માર્ગમાં ઉપકાર, શરીર ઉપધિ અને ચોરથી રક્ષા કરવી, દંડનું ગ્રહણ, શુશ્રુષા, મૂત્રકત્રિક(પીઠ-ફલકમૂત્રભાજન આદિ)નું મૂકવું, એ રૂપ તેર સ્થાનોથી વૈયાવૃત્ય કરવું જોઈએ. ત્યાં આચાર્ય આદિને કહે છે કે‘તથતિ ' વળી તે વૈયાવૃત્ય દશ સ્વામીવાળું હોવાથી દશ પ્રકારનું છે.
૦ અહીં આચાર્યપદથી તીર્થંકરનું ગ્રહણ કરેલું છે. તેથી તીર્થકરવૈયાવૃજ્યના અકથનથી જન્ય ન્યૂનતા નથી.
શંકા – તીર્થકર કૈલોક્યના અધિપતિ છે. આચાર્ય તો સામાન્ય છે. તો આચાર્યપદના ગ્રહણથી તે તીર્થંકરનું ગ્રહણ કેવી રીતે વ્યાજબી ગણાય?
સમાધાન – પાંચ પ્રકારના આચારનું ઉપદેશકત્વ હોય છતે પોતે પણ અનુષ્ઠાતા હોઈ પોતાના અનુષ્ઠાતૃત્વમાં, આચાર્યપદની પ્રવૃત્તિમાં નિમિત્તપણું હોઈ તેનું તીર્થકરની સાથે સાધારણપણું છે અને તીર્થંકરની ધર્માચાર્યરૂપે પ્રસિદ્ધિ છે. આ સેવ્ય દશેયની-દરેકની તેર સ્થાનોથી વૈયાવૃત્ય કરવી જોઈએ.
तत्राचार्य स्वरूपयति -
ज्ञानाद्याचारे प्रधान आचार्यः । स पञ्चविधः प्रव्राजको दिगाचार्यः सुतोद्देष्टा श्रुतसमुद्देष्टाऽऽम्नायार्थवाचकश्चेति ॥ २५ ॥