Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
५७८
तत्त्वन्यायविभाकरे વિવેચન – જ્ઞાન-દર્શન-ચારિત્રક્રિયાથી સંયુક્ત, મોક્ષમાર્ગમાં વ્યવસ્થિત “સાધુ', શાસ્ત્રકથિત ગુણવાળો સાધુ કહેવાય છે. વ્યતિરેકની અપેક્ષાએ તે ગુણોથી રહિત કોઈ સાધુ નથી. જેમ કે-સુવર્ણ. ખરેખર, વિષઘાતી, રસાયન, વય(જુવાની)નું સ્તંભન, મંગલનું સાધન, કટક (કંકણ) આદિ યોગ્યતાથી પ્રદક્ષિણાવર્તે અગ્નિમાં તપાવેલ, પ્રકૃતિથી ગુરુ (ભારે) સાર રૂપે અદાહ્ય (ન બાળી શકાય એવું) અને સારરૂપ હોઈ અકુથનીય (ખરાબ ગંધ નહિ આવે એવું), આવા અસાધારણ આઠ ગુણોથી વિશિષ્ટ સુવર્ણ છે. તેવી રીતે સાધુ પણ મોહના વિષનો ઘાતી હોય છે. વૈદ્યના ઉપદેશથી ધાતુવાદીઓથી કેટલીક ધાતુઓનું સુવર્ણ, અથવા સુવર્ણનું રસાયન બને છે. એથી જ પરિણત થવાથી મુખ્ય અને ગુણથી મંગલ કાર્ય કરે છે. પ્રકૃતિથી વિનીત, સઘળે ઠેકાણે માગનુસારી, અતિ સફળ આવર્તતા(વર્તન)થી ગંભીર, મનથી મોટો, ક્રોધાગ્નિથી અદાહ્ય અને સદા ઉચિત શીલભાવથી સુગંધીદાર થાય છે. તથાચ જેમ સકળ ગુણથી યુક્ત જ સુવર્ણ તાત્ત્વિક કહેવાય છે, પરંતુ નામ માત્રથી સુવર્ણ સત્ય કહેવાય નહિ. તેવી રીતે જ શાસ્ત્રકથિત મૂલગુણોથી જ સાધુ હોય છે, પરંતુ ગુણ વગરનો હોતો જે માત્ર ભિક્ષા માટે ફરે છે, તે સાધુ કહેવાતો નથી.
इदानीं समनोज्ञमाह - एकसामाचारीसमाचरणपरस्साधुः समनोज्ञः ॥ ३३ ॥
एकेति । समाचरणं समाचारः, शिष्टाचरितक्रियाकलापः, तद्भावष्यन्तेन स्त्रीत्वविवक्षायां भीषि सामाचारीति पदसिद्धिः, सा च त्रिधा ओधसामाचारी दशविधसामाचारी पदविभागसामाचारी चेति । संक्षेपतः क्रियाकलापः ओघसामाचारी, इच्छाकारादिलक्षणा दशविधसामाचारी, पदविभागसामाचारी छेदसूत्राणीति तत्रैकस्यां सामाचार्यां वर्तमानस्साधुः समनोज्ञ રૂત્યર્થ છે
સમનોજ્ઞનું સ્વરૂપ ભાવાર્થ – “એક સામાચારીના આચરણમાં પરાયણ સાધુ “સમનોજ્ઞ' કહેવાય છે.” વિવેચન – સમ આચાર સમાચાર કહેવાય છે. અર્થાત્ શિષ્ટીએ આચરેલ ક્રિયાકલાપ, તેનો ભાવ, તે સમાચારી' કહેવાય છે. ઓઘસામાચારી, દશવિધ સામાચારી અને પદવિભાગસામાચારીરૂપે તે સામાચારી ત્રણ પ્રકારની છે. સંક્ષેપથી ક્રિયાક્લોપ “ઓઘસામાચારી' કહેવાય છે. (ત્યાં ઓઘસામાચારી, નવમા પૂર્વના આચારનામક તૃતીય વસ્તુના પણ વીસમા પ્રાભૃતના પણ ઓઘપ્રાભૂત નિબ્ઢા (સિદ્ધ-તૈયાર થયેલો છે. આધુનિક દીક્ષિત-શ્રુતપરિજ્ઞાનશક્તિથી રહિત દલિતોના આયુષ્ય આદિના હાસની અપેક્ષા રાખીને, અત્યંત સમીપમાં કરેલ સંક્ષેપથી ક્રિયાક્લાપ “ઓસામાચારી' કહેવાય છે. દશવિધ સામાચારી તો છવીશમા
१. तत्रौघसामाचारी नवमात्पूर्वात् तृतीयाद्वस्तुन आचाराभिधानात्तत्रापि विंशतितमात्मामृतात् तत्राप्योधप्राभृतात् नियूंढेति, एतदुक्तं, भवति साम्प्रतकालप्रव्रजितानां तावच्छुतपरिज्ञानशक्तिविकलानामायुष्कादिहासमपेक्ष्य प्रत्यासन्नीकृतेति । दशविधसामाचारी पुनः षड्विंशतितमादुत्तराध्ययनात्स्वल्पतरकालप्रवजितपरिज्ञानार्थं नियूंढेति । पदविभागसामाचार्यपि छेदसूत्रलक्षणान्नवमपूर्वादेव नियूंढेति ॥