Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
५४०
तत्त्वन्यायविभाकरे
ચતુર્થ વ્રતનું વર્ણન ભાવાર્થ – “ઔદારિક-વૈક્રિયશરીરના વિલક્ષણ સંયોગ આદિ જન્ય વિષયનો અનુભવ, એ “અબ્રહ્મ કહેવાય છે. તેથી તે પ્રકારની વિરતિ, એ “ચતુર્થવ્રત' કહેવાય છે.”
વિવેચન – તિર્યંચોના, મનુષ્યોના અને દેવોના બે શરીર, તેનો વિલક્ષણ સંયોગ-સ્ત્રી-પુરુષનો વિશિષ્ટ સંયોગ આદિથી સંકલ્પ અને નામનું ગ્રહણ, દર્શનનું ગ્રહણ. તેનાથી જન્ય જે વિષયનો અનુભવ, તે “અબ્રહ્મ' કહેવાય છે. પાંચેય શરીરોમાં ઔદારિક-વૈક્રિયશરીરના આલંબને અબ્રહ્મનો સંભવ છે, બીજા શરીરોના નિમિત્તે નહિ, એમ સૂચન કરવા માટે “ઔદારિક ઇત્યાદિનું કથન છે.
૦તે આ અબ્રહ્મ, દ્રવ્ય આદિની અપેક્ષાએ નિર્જીવ પ્રતિમાદિ દ્રવ્યોમાં, સજીવ પુરુષ-સ્ત્રીના શરીરોમાં, ઊર્ધ્વ-અધો-તિછલોકોમાં, દિવસમાં કે રાત્રિમાં, ક્રોધ-માન-માયા-લોભોથી થાય છે.
શંકા – ચેતનનો અચેતનની સાથે વિલક્ષણ સંયોગ મુખ્યપણાએ મૈથુનસુખના અનુભવનના હેતુરૂપ નથી; પરંતુ ઉપચારથી છે ને? .
સમાધાન – મુખ્ય ફળના અભાવના પ્રસંગથી મુખ્ય સિંહગત ક્રૂરતા, શૂરતા આદિની માણવકમાં અપ્રવૃત્તિની માફક અહીં અપ્રવૃત્તિ નથી. અહીં મુખ્ય ફળ દેખાય છે, માટે ઉપચાર નથી.
૦નજીકના દેશમાં રહેલ ભાઈ-બહેનના શરીરના સંબંધમાં અબ્રહ્મની અનુકૂળતાનો અભાવ હોવાથી, તેના વ્યવરચ્છેદ માટે “વિસ્તક્ષણસંયો:' એમ કહેલ છે. તથાચ વેદના ઉદયથી જન્ય વિલક્ષણ સંયોગ ચિત્તના વિશિષ્ટ પરિણામ ધારવાળો છે, કે જેનાથી વિષયસુખનો અનુભવ થાય છે. તે અબ્રહ્મ કહેવાય છે, એમ ફલિતાર્થ છે.
૦આવા અબ્રહ્મનું અદ્રતા, પ્રમાદ, અનંત સંસાર, લોકનો અનાદર, અધર્મ, ઈહલોક અને પરલોકનો અપાય (હાનિ), દર્શનમોહનીય-ચારિત્રમોહનીયકર્મનો બંધ અને અનંત પ્રાણીઓની હિંસા, એ ફળ છે.
૦ તથાચ આવા પ્રકારના અબ્રહ્મથી ત્રણ યોગ અને ત્રણ કરણથી અઢાર પ્રકારે જ્ઞાન-શ્રદ્ધાનપૂર્વક વિરમણ, એ “ચતુર્થવ્રત કહેવાય છે.
૦ ઔદારિકશરીરની અપેક્ષાએ (મૂળથી અબ્રહ્મ ઔદારિક અને દિવ્યના ભેદથી બે પ્રકારનું છે. પહેલું અબ્રહ્મ તિર્યંચ અને મનુષ્યોને હોય છે. બીજું અબ્રહ્મ ભવનવાસી આદિ દેવોને હોય છે. તે બે પ્રકારનું અબ્રહ્મ મન-વચન-કાયારૂપ ત્રણ યોગોથી તથા કરવું-કરાવવું અને અનુમોદવું એ રૂપ ત્રણ કરણોથી, તેમ અઢાર પ્રકારનું જાણવું. વળી તે અબ્રહ્મ, દેવ-મનુષ્ય-અસુરોથી અભિલાષાનો વિષય, કલંકનું નિમિત્ત હોઈ, દુઃખે કરી છોડી શકાય એવું હોઈ, પંકપનકપાશ જાલસમાન, સ્ત્રી-પુરુષ-નપુંસકવેદરૂપ ચિહ્નવાળું, તપસંયમ અને બ્રહ્મચર્યમાં વિઘ્ન કરનારું, બહુ પ્રમાદનું મૂળ, કુત્સિત પુરુષોથી આસેવન યોગ્ય અને જન્મ-જરામરણ-શોકના હેતુરૂપ દર્શનમોહ-ચારિત્રમોહનું નિમિત્તે જાણવું. બ્રહ્મચર્ય તો ઉત્તમ તપ, નિયમ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, સમ્યકત્વ અને વિનયનું મૂળ છે. યમ, નિયમ, ગુણપ્રધાનથી યુક્ત વ્રતોમાં પ્રભાવવાળું, પ્રશસ્ત-ગંભીર-સ્થિર અંતઃકરણ કરનારું, સુખનો હેતુ, સિદ્ધિગતિનું સ્થાન, મુનિવરોથી પ્રતિપાલિત અને પાંચ મહાવ્રતોમાં પ્રધાન છે.) પોતે મનથી-વચનથી કે કાયાથી કરતો નથી, બીજા પાસે મનથી-વચનથી કે