Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
५४४
तत्त्वन्यायविभाकरे
પંચમવ્રતનું વર્ણન ભાવાર્થ – “સચિત્ત-અચિત્ત-મિશ્રદ્રવ્યોમાં મૂચ્છ, એ “પરિગ્રહ કહેવાય છે અને તે પરિગ્રહથી તથા વિરતિ “પંચમવ્રત' કહેવાય છે.”
વિવેચન – મૂચ્છ વિશિષ્ટ લોભની પરિણતિ છે. જે પરિણતિથી આત્મા મોહારૂઢ કરાય છે અને વિવેકથી ભ્રષ્ટ કરાવાય છે. ભ્રષ્ટ વિવેકવાળો પ્રતિવિશિષ્ટ લોભનામક કષાયના ગ્રહણથી અયુક્ત પ્રવૃત્તિવાળો કાર્ય કે અકાર્ય કાંઈ જાણતો નથી. આ મૂર્છા સઘળા દોષોની જનની છે. ખરેખર, આ મારું છેએમ સંકલ્પ થયે છતે, તે ધન આદિના રક્ષણ વગેરે થાય છે અને તે રક્ષણાદિમાં હિંસા અવયંભાવિ છે. તેના માટે અસત્ય બોલે છે અને ચોરી કરે છે. ક્વચિત મૈથુનકાર્યમાં પણ પ્રવર્તે છે અને તેનાથી જન્ય નરક આદિમાં દુખપ્રકારવાળા અનુભવો થાય છે.
૦ એકેન્દ્રિય-દ્વિન્દ્રિય-ત્રિન્દ્રિય-ચતુરિન્દ્રીય-પંચેન્દ્રિયરૂપ ચેતનવાળા દ્રવ્યોમાં, અચેતન વાસ્તુ આદિમાં, સચેતન-અચેતનરૂપ વાસ્તુ-ક્ષેત્ર-ધન-ધાન્ય-શયા-આસન-યાન-ઘટિતાઘટિત સ્વર્ણ-રૂપું વગેરે દ્વિપદ-ચતુષ્પદ-ભાંડ વગેરે બાહ્ય દ્રવ્યોમાં, આત્યંતરરૂપ ક્રોધ-માન-માયા-લોભ-મિથ્યાદર્શન-હાસ્ય-રતિઅરતિ-ભય-શોક-જુગુપ્સા-વેદનામક ઔદયિકભાવોમાં, પુદ્ગલદ્રવ્યમાં, પરિગ્રહનું હેતુપણું હોવાથી તે પરિગ્રહપ્રયુક્ત પોતાનું ગૌરવનું રક્ષણ કરવા માટે ત્યાં અનુરાગ થવાથી, પારદ્રવ્યોમાં મારું આ છે-આવા અજ્ઞાનનો વિષય હોવાથી મૂચ્છ થાય છે. તથાચ સચિત્ત-સ્ત્રી વગેરે, અચિત્ત આહાર વગેરે, મિશ્રભૂષણોથી ભૂષિત સ્ત્રી વગેરે, આવા દ્રવ્યોમાં જે મૂચ્છ પરિણામવિશેષ છે, તે “પરિગ્રહ' કહેવાય છે. જો કે વાત-પિત્તકફ પ્રકૃતિઓમાંથી કોઈ એક પ્રકૃતિના પ્રકોપથી પેદા થતી પરિસ્થિતિ પણ મૂચ્છ (બેભાન દશા) કહેવાય છે. તો પણ સચિત્ત આદિ દ્રવ્યવિષયવાળી આસક્તિ મૂચ્છ શબ્દથી લેવાની છે. “પ્રમોદના સહકારપૂર્વક આ વિશેષણની અનુવૃત્તિ કરવાથી રાગ-દ્વેષ-મોહરૂપી મૂળવાળી હિંસાની માફક મૂચ્છ એમ પ્રાપ્ત થાય છે. તેથી પ્રમાદરહિત અર્થાત્ અપ્રમત્ત કાય-મન-વચનના વ્યાપારવાળાને આગમથી અનુજ્ઞાત, સંયમના ઉપકરણ આદિભૂત ઉપધિ-શયા-આહાર-શરીર આદિમાં મૂચ્છ-આસક્તિ નથી, એમ જાણવું. અન્યથા, શરીર-આહાર-પુસ્તક-શિષ્ય આદિ પરિગ્રહમાં પણ મૂર્છાપણાની આપત્તિ આવશે, કેમ કે-ધર્મના ઉપષ્ટભક(આલંબન)પણાનું અહીં પણ સમાનપણું છે.
શંકા – આધ્યાત્મિકમાં પણ એટલે રાગ આદિ રૂપ આત્માના પરિણામમાં સંગ, મૂચ્છ જેમ છે, તેમ જ્ઞાન-દર્શન-ચારિત્રમાં સંગ, મૂછ કેમ નહિ?
સમાધાન – આત્મસ્વભાવની અતિવૃત્તિ (ઉલ્લંઘન) નથી, માટે જ્ઞાનાદિ સ્વસ્વભાવ છે. રાગાદિ એ વિભાવ-પરભાવરૂપ છે. ખરેખર, રાગ આદિ કર્મના ઉદયને આધીન હોઈ અનાત્મ(પરપુદ્ગલ) प्राणातिपातप्रसङ्गात्, अन्धकारवशेन च पतितहिरण्यादिद्रविणग्रहणादिप्रसङ्गात्, योषित्परिभोगसम्भवाच्च । न चैवं तपःप्रभृतीनामपि मूलगुणत्वप्रसङ्गो मूलगुणोपकारित्वाविशेषादिति वाच्यम् रात्रिभोजनविरमणवदस्यात्यन्तोपकारित्वाभावात् । यथाहि प्राणातिपातादीनां पञ्चानामेकतराभावे शेषाणामभावान्मूलगुणत्वं तथा रात्रिभोजनविरमणस्याप्यभावे सर्वव्रताभावादत्यन्तोपकारित्वान्मूलगुणत्वम् । देशविरतस्य तु उत्तरगुणत्वमारम्भजप्राणातिपातादस्यानिवृत्तित्वादिति भाव्यम् ॥