Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
तृतीयो भाग / सूत्र -५, ६ प्रथमः किरणे
५३७ (૮) પ્રત્યેકમિશ્રિત-અનંતની સાથે પ્રત્યેકને જોઈ સઘળો પણ પ્રત્યેક છે, એવું કથન.
(૯) અદ્ધામિશ્રિત-જેમ કોઈ એક, કોઈ એકને જલ્દી ચલાવતો દિવસમાં પણ પૂર્ણપ્રાય દિવસ થયે છતે રાત્રિ થઈ ગઈ,' એમ બોલે છે.
(૧૦) અદ્ધાદ્ધામિશ્રિત-અદ્ધાદ્ધા એટલે દિવસનો અને રાત્રિનો એક ભાગ. જેમ પહેલી પોરસીમાં (પ્રહરમાં) જ ઉતાવળ કરતો કોઈને કહે છે કે-જલ્દી તૈયાર થાઓ-બપોર થઈ ગયો છે.”
૦ અસત્યામૃષારૂપ વચન તો આમંત્રણ આજ્ઞાપન-વાચન-પ્રચ્છન-પ્રજ્ઞાપન-પ્રત્યાખ્યાનઇચ્છાનુલોમ-અનભિગૃહિત-અભિગૃહીત-સંશયકરણ-વ્યાકૃત-અવ્યાકૃતના ભેદથી બાર પ્રકારનું છે.
(૧) આમંત્રણ-જેમ હે દેવદત્ત ! ઇત્યાદિ વચન. આ પૂર્વકથિત સત્ય આદિ ત્રણ ભેદોથી વિલક્ષણ હોવાથી સત્યાદિરૂપ નથી, પરંતુ વ્યવહારપ્રવૃત્તિમાં હેતુ હોઈ અસત્યામૃષારૂપ છે.
(૨) આજ્ઞાપન-જેમ “આ કરો !” ઈત્યાદિ. આ પણ વચન તેના કરણ-અકરણભાવથી પરમાર્થથી એક ઠેકાણે પણ અનિયમ હોઈ તથા પ્રતીતિથી-અદુષ્ટ વિવાથી જન્ય હોઈ અસત્યામૃષારૂપ જ છે. એ પ્રમાણે બીજે ઠેકાણે પણ વિચારવું.
(૩) યાચન-જેમ ભિક્ષાને તમે આપો !'
(૪) પ્રચ્છન-નહિ જાણેલા કે જાણેલા કે સંદેહવિષયભૂત અર્થને જાણવા માટે તેના જાણકારને કેવી રીતે આ છે?' એમ પૂછવું.
(૫) પ્રજ્ઞાપન-જેમ હિંસામાં પ્રવૃત્તિ કરનારો દુઃખી આદિ થાય છે એવું કથન. (૬) પ્રત્યાખ્યાન-જેમ યાચના કરનારને નિષેધ કરવો એવું કથન.
(૭) ઇચ્છાનુલોમ-કોઈએ કોઈને કહ્યું કે- “અમે સાધુની પાસે જઈએ છીએ, ત્યારે તે બોલ્યો કે-“સારું છે એવું વચન.
(૮) અનભિગૃહીત-ચોક્કસ અર્થના અનિશ્ચયને અનુકૂળ વચન. જેમ ઘણા કાર્યો ઉપસ્થિત થયે છતે, “જે કાર્ય તને પ્રતિભાસે છે; તે કાર્ય તું કર !” એવું વચન.
(૯) અભિગૃહીત-જેમ ત્યાં જ “આ હમણાં જ કરવું જોઈએ એવું વચન. અથવા જે અર્થના ગ્રહણ વગરનું ડિત્ય આદિ વચન અનભિગૃહિત, ઘટ આદિની માફક વચન અભિગૃહીત.
(૧૦) સંશયકરણ-જેમ અનેક અર્થમાં સાધારણ “સૈન્ધવમાનય સૈન્ધવ લાવો ! ઈત્યાદિ વચન. (૧૧) વ્યાકૃત-પ્રકટ અર્થવાળું વચન. જેમ દેવદત્તનો આ ભાઈ છે' ઇત્યાદિ રૂપ.
(૧૨) અવ્યાકૃત-અપ્રકટ અર્થવાળું બાળક આદિની થપનિકા ઇત્યાદિ વચન. આ પ્રમાણે ચાર પ્રકારના વચનો સારી રીતે જાયે છતે, પહેલો અને ચોથો સત્ય અને અસત્યામૃષારૂપ બે ભેદ વાણીના વિષય કરવા જોઈએ, બીજા અને ત્રીજા એમ બે ભેદ અવાચ્ય છે.