Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
५१९
द्वितीयो भाग / सूत्र - १७-१८, दशमः किरणे વિવેચન – તથાચ ક્વચિત્ વાદનું-જિગીષનું વિષયપણું હોઈ ચતુરંગપણું છે, પરંતુ વાદપણાની અપેક્ષાએ નહિ; કેમ કે સ્વના અભિપ્રેત અર્થના વ્યવસ્થાપના ફળપણું છે. બે અંગ-ત્રણ અંગી વાદોમાં પણ ચતુરંગપણાની આપત્તિ છે, પરંતુ વિજિગીષુવાદમાં જ ચતુરંગપણું છે, કેમ કે-ત્યાં એક અંગની વિકલતામાં પ્રસ્તુત અર્થની પરિસમાપ્તિ નથી.
૦ ખરેખર, મર્યાદાના ઉલ્લંઘનથી પ્રવર્તતા, અહંકારના પ્રહથી ગ્રસ્તવાદી અને પ્રતિવાદીઓનો પ્રભુત્વ આદિ ત્રણ શક્તિઓથી સંપન્ન, માધ્યચ્ય આદિ ગુણોથી ઉપેત સભાપતિ સિવાય, કથિત લક્ષણોથી અલંકૃત સભ્યો સિવાય કોણ નિયામક થઈ શકે?
૦ પ્રમાણ-પ્રમાણાભાસનું પરિજ્ઞાન અને સામર્થ્યથી સંપન્ન વાદી અને પ્રતિવાદી સિવાય વાદ કેવી રીતે પ્રવર્તે?
શંકા – આવા વાદનું ચતુરંગપણું હોવા છતાં વચનવિકલ્પની ઉપપત્તિથી, વચનના વિઘાતરૂપ છળથી, સાધર્મ્સ કે વૈધર્મથી, જન્ય દૂષણરૂપ જાતિથી તથા વિપ્રતિપત્તિ અને અપ્રતિપત્તિરૂપ નિગ્રહસ્થાનથી જય અને પરાજયની વ્યવસ્થા છે. પરંતુ દુષ્ટપણાએ ઉભાવિત પ્રમાણ અને પ્રમાણાભાસમાં પરિહત અને અપરિહંત દોષથી તે જય અને પરાજયની વ્યવસ્થા માનીએ તો શો વાંધો?
સમાધાન – છલ અને જાતિ અસત્ય ઉત્તરરૂપ હોઈ, સ્વ-પરપક્ષમાં સાધન-દૂષણપણાના અસંભવથી જય અને પરાજયની વ્યવસ્થાના કારણ બની શકતા નથી.
૦ સ્વપક્ષની અસિદ્ધિરૂપ પરાજય જ નિગ્રહહેતુ હોઈ નિગ્રહરૂપ છે. ૦ વિપ્રતિપત્તિ અને અપ્રતિપત્તિમાં નિગ્રહસ્થાનપણાનો જ અભાવ છે. અધિક બીજા ગ્રંથથી જાણવું. આ પ્રમાણે પ્રમાણના પ્રયોગના ભૂમિભૂત વાદનું નિરૂપણ સમાપ્ત થાય છે.
इत्थं समयग्ज्ञानं प्रमाणविषयकफलप्रमातृरूपेण चतुर्विधव्याख्याप्रकारेण तदङ्गतया नयं प्रमाणप्रयोगभूमिञ्चाभिधाय निरूपणस्यास्य प्रामाणिकतामाविष्करोति -
पूर्वागमान् पुरस्कृत भेदलक्षणतो दिशा। बालसंवित्प्रकाशाय सम्यक्संवित्प्रकाशिता ॥ १८ ॥
पूर्वागमानिति । अस्मदवधिकपूर्वत्वविशिष्टानाचार्यसिद्धसेनजिनभद्रगणिहेमचन्द्रवादिदेवसूरियशोविजयवाचकप्रभृतिसन्हब्धान् ग्रन्थरत्नानित्यर्थः । पुरस्कृत्येति, अक्षिलक्षीकृत्य विचार्य वेत्यर्थः, तेन निजग्रन्थस्य पूर्वागमसंमतार्थप्रकाशकत्वेन प्रामाण्यं प्रकाशितम्, पूर्वागमपदेन भगवदर्हदागमस्य मङ्गलभूतस्य स्मरणात् सम्यग्ज्ञाननिरूपणान्ते मङ्गलस्य प्रकाशनञ्च कृतं भवति । सम्यक्संविदः प्रकाशनं कथं कृतमित्यत्राह भेदलक्षणतो दिशेति,