Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
५२६
तत्त्वन्यायविभाकरे
| વિવેચન – પ્રાણાતિપાતવિરમણ આદિ વ્રત પાંચ પ્રકારનું છે. શ્રમણધર્મ એટલે સાધુનો ધર્મ. તે ક્ષાન્તિ વગેરે દશ પ્રકારનો છે. સંયમ એટલે ઉપશમ, તે સત્તર પ્રકારનો છે. વૈયાવૃત્ય એટલે આચાર્ય આદિને ઉદ્દેશીને જે કર્તવ્ય છે, તેમાં પરાયણતારૂપ દશ પ્રકારનું છે. બ્રહ્મચર્યની ગુપ્તિ (વાડો), વસતિ વગેરે નવ છે. જ્ઞાનાદિ એટલે જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ત્રણ છે. તપ બાર પ્રકારનો છે. ક્રોધ આદિનો નિગ્રહ ચાર પ્રકારનો છે. આમ મૂળથી આઠ પ્રકારનું પણ પોતપોતાના અવાન્તરભેદની વિવક્ષાથી સિત્તેર પ્રકારનું ચરણ છે.
શંકા – ગુપ્તિ(વાડો)ઓનો વ્રતોમાં, શ્રમણધર્મમાં અંતર્ગત ચારિત્ર વ્રતરૂપ હોઈ તેનો વ્રતોમાં, સંયમ અને તપનો શ્રમણધર્મોમાં, તપનું ગ્રહણ થયે છતે તપમાં વૈયાવૃજ્યનો અને ક્ષાન્તિ આદિ શ્રમણધર્મનું ગ્રહણ કર્યો છતાં ત્યાં ક્રોધ આદિના ગ્રહણનો અંતર્ભાવ થતો હોવાથી, ગુપ્તિ-ચારિત્રવ્રત-સંયમ-તપ-વૈયાવૃત્યક્રોધાદિ નિગ્રહનું અલગરૂપે ગ્રહણ નિરર્થક જ છે ને?
સમાધાન - બ્રહ્મચર્યની ગુપ્તિમાં અપવાદરહિતપણાના પ્રદર્શન માટે ગુપ્તિનું તથા પહેલા અને છેલ્લા તીર્થકરના બંને તીર્થમાં વિશેષતઃ આ મહાવ્રત છે. એમ પ્રકાશન માટે વ્રતનું, એકદંશપણું હોઈ છેદોપસ્થાપનીય આદિ ચાર પ્રકારના ચારિત્રના ગ્રહણ માટે ચારિત્રનું, અપૂર્વકર્મના આશ્રવના-સંવરના હેતુભૂત સંયમનું અને પૂર્વે ગ્રહણ કરેલ કર્મના ક્ષયના હેતુભૂત તપનું, મોક્ષના અંગ પ્રત્યે (બ્રાહ્મણો આવ્યા, વસિષ્ઠ પણ આવેલો છે-આ ન્યાયથી) પ્રધાનપણું બતાવવા માટે, સ્વ અને પરનું ઉપકારક હોઈ અનશન આદિ તપ કરતાં મહાન છે. એમ સૂચન કરવા માટે વૈયાવૃજ્યનું અલગરૂપે ગ્રહણ કરેલ છે. અને ઉદયાવલિકા-ઉદીરણાવલિગ હોઈ, ક્રોધ આદિનો ક્ષમા આદિ દ્વારા ઉદય જ ન કરવો એમ જણાવવા માટે; અથવા ક્ષમા વગેરે ગુણો ગ્રહણ કરવા જોઈએ, ક્રોધ વગેરે દોષો છોડવા જોઈએ. એમ દર્શાવવા માટે ક્રોધાદિ નિગ્રહનો ઉપન્યાસ કરેલ છે, માટે કોઈ પણ દોષ નથી.
अथ व्रतस्वरूपनिर्णयार्थमाह - हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहेभ्यो विरमणरूपाणि पञ्च व्रतानि ॥३॥
हिंसेति । परिग्रहान्ताः कृतद्वन्द्वा हिंसादयः पञ्चम्यन्ताः, 'जुगुप्साविरामप्रमादार्थानामुपसंख्यान' मिति पञ्चमी । ननु ध्रुवत्वेन प्रसिद्धस्यार्थस्य 'ध्रुवमपायेऽपादान'- मित्यपादानत्वेन ग्रामादागच्छतीत्यादाविव प्रकृते हिंसादिपरिणामानां ध्रुवत्वाभावात्कथमपादानत्वम्, न च द्रव्यार्थादेशाद्धिंसादिपरिणत आत्मैव हिंसादिव्यपदेशभागिति ध्रुवत्वमिति वाच्यम्, तथा सति तस्य नित्यत्वेन विरमणानुपपत्तेरिति चेन्न बुद्ध्या ध्रुवत्वविवक्षयाऽपादानत्वोपपत्तेः, प्रेक्षाकारी हि मनुष्यो य एते हिंसादयः परिणामाः पापहेतवः पापकर्माणि च तत्र प्रवर्त्तमानमिहैव राजानो दण्डयन्ति परत्र च बहुविधं दुःखमवाप्नोतीति बुद्ध्या धुव्रत्वं सम्प्राप्य निवर्त्तत इति तेषां ध्रुव्रत्वं काल्पनिकं सम्पादनीयम् । वस्तुतस्तु ध्रुतत्वाभावेऽप्यपादानसंज्ञाकरणाय जुगुप्सेत्यादिप्रवृत्तेर्न दोषोऽन्यथा ध्रुव्रत्वं परिकल्प्यापादाने पञ्चमीत्यनेनैव पञ्चमीसिद्धौ तद्वचन