Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
तत्त्वन्यायविभाकरे
૦ નિત્ય અનુષ્ઠાન તે ચરણ અને પ્રયોજન પ્રાપ્ત કરાતું અનુષ્ઠાન તે કરણ. ખરેખર, વ્રત વગેરે સાધુઓથી સર્વકાળે જ આચરાતાં છે, નહિ તો સાધુતારૂપ સ્વરૂપની હાનિરૂપ આપત્તિ છે, પરંતુ તે સાધુઓનો વ્રતથી શૂન્ય કોઈ કાળ નથી. પિંડવિશુદ્ધિ આદિ તો પ્રયોજન પ્રાપ્ત થયે છતે જ કરાય છે, માટે ચરણ-કરણ ઉભય આત્મક ચારિત્ર છે.
५२४
૦ ચારિત્રગુણમાં સ્થિર રહેલ સાધુને વિશુદ્ધિ છે. એથી જ્ઞાન કરતાં ચારિત્ર પ્રધાન છે, કેમ કે-જ્ઞાનનું ફળ ચારિત્ર (વિરતિ) છે.
શંકા
-
· ચરણ એટલે સંવરણરૂપ ક્રિયા અને તે જ્ઞાનના અભાવમાં હણાયેલ છે, કેમ કે-‘અજ્ઞાનથી ક્રિયા હણાયેલ છે' તેથી સમુદિત જ્ઞાન અને ક્રિયામાં મોક્ષસાધનપણું હોઈ ઉભયની સમાનતા જ છે. ચરણની પ્રધાનતા નથી ને ? છે તો કેવી રીતે ?
સમાધાન
જો કે તમારું કહેવું ઠીક છે, કેમ કે- ‘સમ્યાન્તાસંવિચરળાનિ મુત્યુપાયા' કૃતિ કથનથી સભ્યશ્રદ્ધા, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર-એમ સમુદિત ત્રણેયનું સમાન કારણપણું કહેલું છે, તો પણ ગૌણ-મુખ્યભાવ છે. જ્ઞાન પ્રકાશક જ છે. ચરણ તો નવા કર્મોના ગ્રહણના નિરોધરૂપી ફળવાળું છે અને નિર્જરારૂપી ફળવાળું છે. તેથી જો કે જ્ઞાન પણ પ્રકાશરૂપે ઉપકાર કરે છે. દર્શન સહિત જ્ઞાન અને ચારિત્રએમ બંનેને આધીન મોક્ષ છે, તો પણ પ્રકાશકપણાએ જ જ્ઞાન વ્યાપાર કરે છે. કર્મમળની શુદ્ધિકા૨કપણાએ જ ચરણ વ્યાપાર કરે છે, માટે પ્રધાન ગુણભાવની અપેક્ષાએ ચરણ જ્ઞાનનો સાર છે. કહ્યું છે કે-‘જ્ઞાન પ્રકાશક છે અને ગુપ્તિ વિશુદ્ધિ ફળવાળું ચારિત્ર છે. જ્ઞાન ચારિત્રને આધીન મોક્ષ છે. ચારિત્ર જ્ઞાનનો સાર છે.' આ પ્રમાણે સમ્યક્શ્રદ્ધાનો પણ સાર ચરણ છે, તેથી સમુદિત ત્રણનું જ નિર્વાણ-હેતુપણું છે. ત્યાં દર્શનજ્ઞાનનું ચારિદ્વારા મોક્ષ હેતુત્વ છે અને ચારિત્રનું મોક્ષ હેતુત્વ-સાક્ષાત્ હેતુત્વ (અવ્યવહિત હેતુત્વ) છે. આમ વિશેષ છે. તેથી કેવલજ્ઞાન મોક્ષનો હેતુ નથી, કેમ કે-કેવલજ્ઞાનનો સદ્ભાવ છતાં શૈલેશી અવસ્થામાં થનાર સર્વ સંવ૨રૂપ ચારિત્ર સિવાય નિર્વાણનો અભાવ છે. એથી ‘સમ્યજ્ઞાનનું જ મોક્ષસાધનપણું હોઈ, શાસ્ત્રના અર્થની પર્યાપ્તિ (પૂર્ણતા) થવાથી ચરણનું નિરૂપણ નિષ્ફળ છે.' આ બાબત ખંડિત થાય છે, કેમ કે-જ્ઞાન જ (આ, આ પ્રમાણે આચરવું, આ, આ પ્રમાણે અકર્તવ્ય છે, આવું બધું જ્ઞાનથી ખબર પડે છે. એથી જ્ઞાન જ પ્રમાણ છે, પરંતુ પિંડવિશુદ્ધિ આદિ કરણ કે ચરણ નહિ, કેમ કે-તેના જ્ઞાનના અભાવમાં તેનો પણ અભાવ છે અને જો તે જ્ઞાન હોય, તો જ ચરણની પણ સત્તા છે. વળી શાનમાં જ તીર્થની સ્થિતિ છે. અધિગમજન્ય સમ્યગ્દર્શનની પણ જીવ આદિ પદાર્થના પરિચ્છેદ-વિવેકથી સિદ્ધિ છે. જાતિસ્મરણથી જન્ય નૈસર્ગિક પણ સમ્યગ્દર્શનમાં પણ આગમ(જ્ઞાન)રહિતપણાનો અભાવ છે, કારણ કે-સ્વયંભૂરમણ સમુદ્રના મત્સ્ય આદિમાં પણ જિનપ્રતિમા આદિના આકારવાળા મત્સ્યના દર્શનથી જાતિસ્મરણદ્વારા, ભૂતાર્થ આલોકનપરાયણ (સત્ય પદાર્થવિષયક વિચાર ચતુર) મત્સ્ય આદિને જ નૈસર્ગિક સમ્યક્ત્વ પેદા થાય છે અને ભૂતાર્થ આલોકન એ જ્ઞાન છે. માટે જ્ઞાન પ્રધાન છે, એમ જ્ઞાનનયની માન્યતા છે.
—
૦ ક્રિયાનય તો ક્રિયા જ યુક્તિયુક્ત હોઈ, ઐહિક-આમુષ્મિક ફળની પ્રાપ્તિનું પ્રધાન કારણ છે. જ્ઞાન તો ક્રિયાનું ઉપકરણ હોવાથી ગૌણ છે. ખરેખર, પ્રયત્ન આદિ ક્રિયાના અભાવથી જ્ઞાનવાનને પણ ઇષ્ટ અર્થની પ્રાપ્તિ દેખાતી નથી અને આગમમાં પણ તીર્થંકર-ગણધરોએ ક્રિયારહિતને જ્ઞાન નિષ્ફળ જ