Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
द्वितीयो भाग / सूत्र -३, दशमः किरणे
५०३ न्यूनाधिकत्वयोर्हेत्वाभासपञ्चकस्य निग्रहस्थानाष्टकस्य तदुपलक्षणेनापरनिग्रहस्थानानाञ्च परेण स्वीकारात् । प्रतिपक्षस्थापनाहीनाया वितण्डायास्तु कथात्वमयुक्तमेव । वैतण्डिको हि स्वपक्षमभ्युपगम्यास्थापयन् यत्किञ्चिद्वादेन परपक्षमेव दूषयन् कथमवधेयवचनो भवेदिति । तस्माज्जल्पवितण्डानिराकरणेन वाद एवैककथात्वं लभत इति स्थितम् ॥
પ્રશ્ન એ થાય છે કે બીજા દર્શનમાં વાદ જલ્પ-વિતંડારૂપે કથાના ત્રણ પ્રકારો કહેલા છે, તો કેવી રીતે એકલો વાદ જ કહેલો છે? આના જવાબમાં કહે છે કે
- વાદથી ચરિતાર્થતા ભાવાર્થ – “જલ્પ અને વિતંડામાં તો કથાન્તરપણું નથી, કેમ કે-વાદથી જ ચરિતાર્થતા છે.” વિવેચન – ખરેખર, દર્શનાત્તરમાં પ્રમાણ-તર્ક-સાધન-ઉપાલંભ-સિદ્ધાન્તાવિરુદ્ધ પંચ અવયવોથી ઉપપ પક્ષ અને પ્રતિપક્ષનો પરિગ્રહ, એ “વાદકહેવાય છે. પૂર્વોક્ત અવયવોથી ઉપપન્ન છલ-જાતિનિગ્રહસ્થાન-સાધનોપાલંભ-જલ્પ (પારકા મતનું ખંડન કરી પોતાના મતને સ્થાપવારૂપ વિજીગીષની વાતચીત) કહેવાય છે. તે (જલ્પ કે વાદ) પ્રતિપક્ષની સ્થાપનાથી હીન (બીજા પક્ષની સ્થાપના વગર પોતાના પક્ષનું મંડન અથવા પોતાના પક્ષનું મંડન કર્યા વગર બીજાના પક્ષનું ખંડન જેમાં કરાય છે.) “વિતંડા’ કહેવાય છે. આવા તે લક્ષણો કહેલા છે. ત્યાં જલ્પનું કથાન્તરપણું નથી, કેમ કે-વાદથી જ ચારિતાર્થતા છે.
શંકા – જલ્પમાં છલ-જાતિ-નિગ્રહસ્થાન આદિની અનુજ્ઞા હોવાથી અને વાદમાં અસત્ ઉત્તરવાળા હોઈ, તે છલ આદિનો અભાવ હોવાથી વાદથી કેવી રીતે જલ્પની ચરિતાર્થતા સંભવે ?
સમાધાન – અસત્ય ઉત્તરોથી પરપક્ષનું ખંડન કરવું અશક્ય છે. ખરેખર, અન્યાયથી જયને યશરૂપી ધનને મહાત્માઓ ઇચ્છતા નથી.
શંકા – હવે પ્રબળ પ્રતિવાદીના દર્શનથી, તેના જયમાં ધર્મધ્વસની સંભાવનાથી, પ્રતિભાના ક્ષયથી અને સમ્યગુ ઉત્તર નહિ ભાસવાથી અસત્ય ઉત્તરોને પણ ફેંકનારો, “એકાન્ત પરાજય કરતાં ઉત્તમ સંદેહ છે’ આવી બુદ્ધિ હોવાથી દોષવાળો નથી બનતો, એમ માનવામાં શો વાંધો?
સમાધાન – આ જાતિ આદિ રૂપ ઉત્તરપ્રયોગ આપવાદિક (અપવાદજનિત) હોઈ, કથાન્તરના સમર્થનના સામર્થ્યનો અભાવ હોવાથી વાદથી વિશેષ નથી.
૦ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના અનુસાર, ખરેખર, જો અસત્ય ઉત્તરનો કોઈ પણ રીતે પ્રયોગ કર્યો હોય (કે કરવો હોય), તો એટલા માત્રથી શું કથાન્તરનો પ્રસંગ હોઈ શકે?
શંકા – નિગ્રહસ્થાનોનો પણ જલ્પમાં પ્રયોગ હોવાથી વિશેષ છે ને?
સમાધાન – વાદમાં પણ તે નિગ્રહસ્થાનોનો સ્વીકાર હોવાથી અલગ કથારૂપે જલ્પની જરૂરત નથી. ખરેખર, વાદના લક્ષણમાં “સિદ્ધાન્તાવિરુદ્ધ' આવા પદથી અપસિદ્ધાન્તનો, “રંવાવયવોપન' આવા પદથી ન્યૂનત્વ-અધિકત્વનો, હેત્વાભાસ પંચકનો અને નિગ્રહસ્થાનોનો પરદર્શનવાળાએ સ્વીકાર કરેલો છે.