Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
५११
द्वितीयो भाग / सूत्र - १०, दशमः किरणे ___यदेति । समर्थश्चेदिति, जयपराजयनिरपेक्षो वादिनो विवक्षिततत्त्वावबोधनपटुश्चेदित्यर्थः । अङ्गद्वयमेवेति, अनुपयोगेन सभ्यसभापत्यात्मकाङ्गद्वयाऽनावश्यकत्वात् न ह्यनयोस्स्वपरोपकारायैव प्रवृत्तयोश्शाठ्यलाभादिकामनासम्भव इति भावः । यदा पुनरुत्ताम्यतापि प्रतिवादिना कथञ्चिदपि तत्त्वनिर्णयं कर्तुं न पार्यते तदा तन्निर्णयार्थमुभाभ्यामपि सभ्यानामपेक्षितत्वेन कलहलाभाद्यनभिप्रायेण च सभापतेरनपेक्षणीयत्वात्तदाऽङ्गत्रयमेवापेक्षितमित्याहासमर्थश्चेदिति । केवली चेत्प्रतिवादी तदा कथमङ्गनियम इत्यत्राह केवली चेदिति । प्रतिवादिनस्तत्त्वनिर्णयासामर्थ्यासम्भवेन तदर्थं सभ्यानपेक्षणात्, उभयोः कलहाद्यभिप्रायाभावेन च सभापतेरप्यनपेक्षणादिति भावः ॥
સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષ આરંભક છે. ક્ષાયોપશમિક જ્ઞાની ત્રીજા નંબરનો પ્રત્યારંભક છે. ત્યારે ત્યાં અંગના નિયમને કહે છે કે
અંગોનો નિયમ ભાવાર્થ – “જ્યારે સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષ વાદી છે અને પત્ર તત્ત્વનિર્ણિનીષ, પ્રતિવાદી, લાયોપથમિક જ્ઞાનવાળો જો સમર્થ પ્રતિવાદી છે, તો વાદી અને પ્રતિવાદીરૂપ બે અંગો જ અપેક્ષિત છે. જો અસમર્થ છે, તો સભ્યની સાથે ત્રણ અંગો અપેક્ષિત છે. જો કેવલી પ્રતિવાદી છે, તો બે અંગો જ પર્યાપ્ત છે.”
વિવેચન – જય-પરાજયની અપેક્ષા વગરનો, વાદીને વિવક્ષિત તત્ત્વને જણાવવામાં પટુ-સમર્થ છે. ‘દયતિ ' સભ્ય અને સભાપતિરૂપ બે અંગોની આવશ્યકતા નહિ હોવાથી, ખરેખર આ વાદીપ્રતિવાદીમાં સ્વ-પરના ઉપકાર માટે પ્રવૃત્તિ હોવાથી શઠતા-લાભ આદિ કામનાનો સંભવ નથી. માટે અહીં બે અંગો જ અપેક્ષિત છે.
૦ વળી જ્યારે અત્યંત સંતાપ પામનાર પ્રતિવાદી કથંચિત્ તત્ત્વનિર્ણય કરવા પાર પામતો નથી, ત્યારે તેના નિર્ણય માટે વાદી-પ્રતિવાદીરૂપ બંનેથી પણ સભ્યોની અપેક્ષા રાખેલ હોઈ અને કલહ-લાભ આદિનો અભિપ્રાય નહિ હોવાથી, સભાપતિરૂપ અંગની અપેક્ષા નહિ હોવાથી તે વખતે ત્રણ અંગોની અપેક્ષા છે. માટે કહે છે કે- ‘સમર્થેતિ' --
૦ જો કેવલી પ્રતિવાદી છે, તો કેવી રીતે અંગનો નિયમ છે?આ પ્રશ્નના જવાબમાં કહે છે કેપ્રતિવાદીમાં તત્ત્વનિર્ણયના અસામર્થ્યના અસંભવ-સામર્થ્યનો સંભવ હોઈ તે તત્ત્વનિર્ણય માટે સભ્યની અપેક્ષા નથી. વાદી અને પ્રતિવાદીમાં તથા કલહ આદિના અભિપ્રાયનો અભાવ હોઈ સભાપતિની અપેક્ષા નથી. માટે બે અંગો જ બસ છે.