Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
૪૬૦
तत्त्वन्यायविभाकरे
૦ અર્પિતનયમતમાં તો એક-બે-ત્રણ આદિ સમયસિદ્ધો પોતાના સમાનકાલીન સિદ્ધોની સાથે તુલ્ય છે. (વિશેષગ્રાહી અર્પિતનયમાં તો જેટલા એક સમય સિદ્ધભગવંતો છે, તેઓનું એક સમય સિદ્ધત્વ જો કે સામાન્યમાં છે, તો પણ તે સામાન્ય ક્રિસમય સિદ્ધોમાં, ત્રિસમય આદિ સિદ્ધોમાં વર્તતું નથી, માટે વિશેષ થાય છે. તે એક સમય સિદ્ધત્વની અપેક્ષાએ તુલ્યતા એક સમય સિદ્ધભગવંતોની જ, પરંતુ એક સમય સિદ્ધત્વના અભાવથી જ કિસમય આદિ સિદ્ધોની સાથે તુલ્યતા નથી. જેટલા ક્રિસમય સિદ્ધભગવંતો છે, તેઓની એક સમય આદિ સિદ્ધ-વ્યાવૃત્ત-ક્રિસમય સિદ્ધત્વરૂપ ધર્મથી તુલ્યતા છે, પરંતુ સ્વથી અસમાન સમયવાળા સિદ્ધોની સાથે તુલ્યતા નથી. આ પ્રમાણે ત્રિસમય આદિ સિદ્ધોમાં પણ સમજવું.).
વ્યવહારનય-નિશ્ચયનય લોકપ્રસિદ્ધ અર્થના અનુવાદમાં પરાયણ વ્યવહારનયનો અને તાત્વિક શાસ્ત્રમાં સિદ્ધાત્તિત જ અર્થ તાત્ત્વિક હોય છે. અર્થના સ્વીકારમાં પરાયણ નિશ્ચયનયનો પણ પૂર્વોક્ત સાત નયોમાં જ અંતર્ભાવ થાય છે. જેમ ભ્રમરમાં પાંચેય વર્ણો હોવા છતાં ‘ભ્રમર કાળો છે' એમ વ્યવહારનય માને છે. (જેમ ભ્રમરમાં પાંચેય વર્ણો શાસ્ત્રમાં પ્રતિપાદિત કરે છે, તો પણ લોકો ભ્રમરને શ્યામ તરીકે કહે છે. તે અનુસારે લોકવ્યવહારપરાયણ વ્યવહારનયથી પણ “ભ્રમર કાળો' છે એમ કહેવાય છે.) “પંચવર્ણી ભ્રમર છે એમ નિશ્ચયનય કહે છે, કેમ કે-શાસપ્રતિપાદિત તાત્ત્વિક અર્થરૂપ પંચવર્ણને સ્વીકાર કરનાર છે.
શંકા – જો પંચવર્ષી ભ્રમર છે, તો શુકલ રૂપ વગેરે પણ શ્યામ રૂપની માફક ભ્રમરના શરીરમાં ઉપલબ્ધ થવા જોઈએ ! જો ઉપલબ્ધ થતાં નથી, તો શ્યામ જ વર્ણ કેમ ન માનવો જોઈએ?
સમાધાન – ત્યાં શુકલ આદિ રૂપો છે જ, પરંતુ શ્યામ રૂપથી તિરોભૂત થયેલા શુકલ આદિ રૂપો છે તેથી પ્રત્યક્ષથી દેખાતાં નથી. અનુપલબ્ધિ માત્રથી (નહિ દેખાતાં હોવા માત્રથી) તે શુક્લ આદિ રૂપોનું અવિદ્યમાનપણું નથી, કેમ કે-બાદર સ્કંધપણું હોવાથી તે ભ્રમરના શરીરમાં તે શુકલ આદિ રૂપોનો (પંચવર્ણીનો) સદ્ભાવ (વિદ્યમાનપણું) પ્રમાણથી સિદ્ધ છે. જો તિરોભાવના પ્રભાવથી અનુપલબ્ધિ માત્રથી પણ તે શુકલ આદિ રૂપોનું અસત્ત્વ માનવામાં આવે, તો દિવસમાં સૂર્યના કિરણોના સંબંધથી અભિભૂત થયેલા હોવાથી નક્ષત્ર, ગ્રહ આદિનું પણ અસત્ત્વ માનવું પડશે ! એવી આપત્તિ આવશે.
૦ તિરોભાવ અવિદ્યમાનતા પ્રત્યે કારણ નથી. પ્રત્યુત, પ્રચ્છન્ન વિદ્યમાન તત્ત્વનું સૂચક બને છે.
૦ અથવા વિશેષ આવશ્યક ઉપદર્શિત વ્યવહારનય અને નિશ્ચયનયના વિભાગને કરે છે. એક નયમતના અર્થને ગ્રહણ કરનાર વ્યવહારનય છે. (અથવા જે કોઈ પણ દરેક નયનો મત છે, તેને વ્યવહાર સ્વીકારે છે; બીજા કોઈને સ્વીકારતો નથી. શાથી? કે જે કારણથી સઘળાય પ્રકારોથી વિશિષ્ટ સર્વનયમત સમૂહમય વસ્તુને આ સ્વીકારી શકતો નથી, કેમ કે સ્થૂલદર્શી છે.) (સર્વનયમતના અર્થને ગ્રહણ કરનારો નિશ્ચયનય હોય છે. નિશ્ચયનય તો, જે યથાભૂત, પરમાર્થથી જે વસ્તુ છે, તે વસ્તુને તે પ્રકારે જ સ્વીકારે છે.) નિશ્ચયનય સર્વમતના અર્થના પ્રહણની અપેક્ષાએ પ્રમાણરૂપ હોવાથી નયપણાના વ્યાઘાતને નહિ પામે, કેમ કે-સર્વનયમત હોવા છતાં સ્વાર્થનો પ્રાધાન્યરૂપે નિશ્ચયનયે સ્વીકાર કરેલો છે. (જે સ્વ અભિમત જ પણ છે, તેને પ્રાધાન્યથી આ સ્વીકારે છે અને જે આ નયનો સ્વાર્થ નથી, તે સર્વનયમત પણ આ નયના સ્વીકારનો વિષય નથી. માટે આ નયનું પ્રમાણપણું નથી, કેમ કે-આ નયે સર્વનયમત પણ સ્વાર્થનો પ્રાધાન્યથી સ્વીકાર કરેલો છે.)