Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
४५६
तत्त्वन्यायविभाकरे
અવયવપણું હોઈ, ગાય આદિનું અવયવીપણું હોઈ અવયવ અને અવયવીનો સમવાયસંબંધ છે. જો કે અવયવી અવયવમાં વર્તે છે, પરંતુ અવયવ અવયવીમાં નહિ: અને આ પ્રમાણે વિષાણમાં સમવાયથી ગાય આદિનું સત્ત્વ છે, પરંતુ ગાય આદિમાં વિષાણનું સત્ત્વ નહિ; તો પણ સમવાયથી આધેયપણું પણ સમવાયમાં જ છે, આવો અભિપ્રાય છે. જાતિ શબ્દ આદિ ભેદથી શબ્દમાં પંચવિધપણાની માન્યતા વ્યવહારનયની અપેક્ષાએ છે અને તેથી કલ્પિત જ છે, પરંતુ વાસ્તવિક મતથી આદરણીય નથી.
૦ આ પ્રમાણે આ એવંભૂતનયના મતમાં સત્વ આદિના યોગથી સત આદિ સંજ્ઞાવાળો પણ તે તે પર્યાયને ભજનારો હોઈ, આત્મા સંજ્ઞાધારી પણ સિદ્ધ જીવ નથી, કેમ કે-જીવધાતુ પ્રાણોના ધારણરૂપ અર્થમાં છે અને તે ધાતુના અર્થનો અન્વય સિદ્ધમાં નથી. આ કથનથી “નિશ્ચયનયથી સિદ્ધ જીવ છે આવા મતનું ખંડન થાય છે.
૦ ખરેખર, શુદ્ધ નિશ્ચય એવંભૂતનય જ છે. આ એવંભૂતનયના મતે તો “સિદ્ધ અજીવ છે.” આવી જ પ્રસિદ્ધિ છે, કેમ કે-વ્યુત્પત્તિના નિમિત્તભૂત જ ઔદયિકભાવને (ઔદયિક-ક્ષાયિક-ક્ષાયોપથમિકઔપથમિક-પારિણામિકરૂપ પાંચ ભાવોથી પાંચ પણ ગતિઓમાં જીવ માનેલ છે. વ્યુત્પત્તિના નિમિત્તભૂત જીવનરૂપી ભાવથી ઉપલક્ષિત, આત્મત્વ (જીવત્વ)રૂપ પરિણામિક ભાવથી વિશિષ્ટ જીવમાં ભાવપંચક સ્વરૂપવાળા જીવમાં જીવપદાર્થપણું હોવાથી, પ્રસિદ્ધ નૈગમ, આવા પારિણામિકભાવને જ જીવપદના પ્રવૃત્તિના નિમિત્તરૂપે સ્વીકાર કરે છે. એવંભૂતનય તો વ્યુત્પત્તિનિમિત્તને પ્રવૃત્તિનિમિત્તરૂપે માને છે.) પ્રવૃત્તિના નિમિત્તપણાએ સ્વીકાર કરનારે, એવંભૂતનય સંસારીમાં જ જીવશબ્દથી વ્યપદેશયોગ્યપણાનું પ્રતિપાદન કરેલું હોવાથી, સિદ્ધ અજીવ (ઔદયિકભાવરૂપ જીવનવિશિષ્ટ જીવપદથી ભિન્ન અજીવશબ્દથી વ્યપદેશ્યપણું હોઈ) પદાર્થ છે, એમ માનેલ છે. (ભાવપ્રાણવત્વરૂપ ક્ષાવિકભાવવિશિષ્ટ સિદ્ધમાં વ્યાવહારિક જીવપણું નહિ હોવા છતાં, પારમાર્થિક-શાશ્વાતિક ભાવજીવપણાની અપેક્ષાએ ભાવજીવ છે, એમ કહેવામાં કોઈ ક્ષતિ નથી.)
नयानाममीषां सप्तविधानां मध्ये के पुनरर्थप्राधानाः के च शब्दप्रधाना इत्याशङ्कायामाह
तत्राद्याश्चत्वारो नया अर्थनया अर्थप्रधानत्वात् । अन्त्यास्तु शब्दनयाः शब्दવાધ્યાર્થવિષયવાહૂ . ૨૫ છે
तत्राद्याश्चत्वार इति । अर्थतंत्रत्वान्नैगमसंग्रहव्यवहार सूत्रा अर्थनया उच्यन्ते, ऋजुसूत्रान्ता हि नया प्रधानभूतमर्थं शब्दश्चाप्रधानं ब्रुवते । अन्त्यास्त्रयस्त्विति, शब्दसमभिरूद्वैवम्भूतास्त्रयस्त्वित्यर्थः, अर्थोपसर्जनाश्शब्दप्रधानाः अतश्शब्दनया उच्यन्त इति भावः । अत्रैवमर्थनयतात्पर्यमवसेयम्-यद्यपि प्रमाणप्रमेययोर्निबन्धनं सामान्यतश्शब्दार्थो भवतः तथापि साक्षात्परम्परया वा प्रमाणस्य कारणमेव स्वाकारार्पको विषयः, न शब्दः, 'नाननुकतान्वयव्यतिरेकं कारणं नाकारणं विषय' इत्यादिवचनात्, तदाकारानुपविधायिनी तदध्यवसायेन च तत्राविसंवादात् संवित्प्रमाणत्वेन गीयते, अध्यक्षधीश्चाशब्दमर्थमात्मन्याधत्ते, अन्यथाऽर्थदर्शन