Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
द्वितीयो भाग / सूत्र - २६, षष्ठ किरणे
२९५ वाच्यमेव सर्वं वस्तु, युगपत्प्रधानभूतसत्त्वासत्त्वोभयधर्मावच्छिन्नत्वेनावाच्यत्वमित्याशयेन सत्त्वादिरूपेण वक्तव्य एव सन्नित्युक्तम् ॥ હવે ચોથા વાક્યનો અર્થ કરે છે.
ચોથા ભંગનો વાક્યર્થ ભાવાર્થ – “સ્યાદ્ અવક્તવ્ય એવ ઘટઃ આવું ચોથું વાક્ય, એકીસાથે સ્વ-પરરૂપ આદિની અપેક્ષામાં, વસ્તુ, કોઈ પણ શબ્દથી વાચ્ય નથી, એવો બોધ કરે છે. તથાચ તાદશ ઘટ, સત્ત્વાદિ રૂપથી વક્તવ્ય જ હોતો, એકીસાથે પ્રધાનભૂત સત્ત્વ-અસત્ત્વ ઉભય રૂપથી પ્રતિયોગિનો અસમાનાધિકરણ, ઘટતસમાનાધિકરણ અભાવના અપ્રતિયોગિ અવક્તવ્યત્વવાળો છે, એવો શાબ્દબોધ છે.”
વિવેચન – આ ચોથો ભંગ નિરંશદ્રવ્યના વિષયવાળો છે. પ્રધાનતાથી કે ગુણભાવથી સત્ત્વ-અસત્ત્વ ધર્મના એકીસાથેના પ્રતિપાદનમાં કોઈ પણ વચનની શક્તિનો અભાવ હોવાથી ઘટ વગેરે વસ્તુ તે સત્ત્વઅસત્ત્વથી અવક્તવ્ય થાય છે. એવા આશયથી કહે છે કે-“યુગપદ્ઈતિ.
યુગપતું એટલે એક કાળમાં એક પદથી ઉભયનો બોધ થાઓ ! આવી ઇચ્છાના વિષયરૂપે, એવો અર્થ છે.
૦ “સ્વપરરૂપાદીનાં આ પદથી સ્વરૂપ આદિથી અવચ્છિન્ન સત્ત્વ અને પરરૂપ આદિથી અવચ્છિન્ન અસત્ત્વ વિવક્ષિત છે. સમુદિતન્યાયથી સ્વરૂપ-પરરૂપ આદિની સત્ત્વ-અસત્ત્વનિષ્ઠ વિષયતાના અવચ્છેદકપણાએ વિવક્ષામાં કે અપેક્ષામાં, એવો અર્થ છે. અહીં આદિપદથી દ્રવ્ય-ક્ષેત્ર-કાળોનું ગ્રહણ છે.
૦ “ન કે નાપિ શબ્દન વાચ્યમ્' કોઈ પણ પદ, સમાસવાળું પદ કે વાક્ય તથાવિધ વાચ્યવાચકના ભાવથી અવિષય છે. ઇતિ.
૦ ખરેખર, એક પદ, એક શક્તિથી એક જ અર્થને જણાવે છે, કેમ કે-શબ્દની શક્તિનો સ્વભાવ છે. સ એવા પદમાં અસહ્નો વિષય નથી. “અસ’ એવા પદમાં સનો વિષય નથી. અન્યથા, એક પદ, એક શક્તિથી એક જ અર્થનું બોધક છે. એમ જો ન માનવામાં આવે, તો તે સદ્ કે અસત બેમાંથી કોઈ એક પ્રયોગના સંશયનો પ્રસંગ આવશે !
૦ અનેક અર્થના વિષયવાળું પણ ગો આદિ પદ વસ્તુતઃ અનેક છે. ખરેખર, સાદૃશ્યના ઉપચારથી જ તે ગો આદિ પદનો એકપણાએ વ્યવહાર છે. અન્યથા, એમ જો ન માનવામાં આવે, તો સર્વ, એક શબ્દથી વાચ્ય બની જાય ! પ્રત્યેક અર્થને માટે પણ પ્રયુક્ત અનેક શબ્દના પ્રયોગની નિષ્ફળતાનો પ્રસંગ આવશે ! તથાચ જેમ શબ્દના ભેદથી અર્થનો ભેદ ધ્રુવ છે, તેમ અર્થના ભેદથી પણ શબ્દભેદ સિદ્ધ જ છે. અન્યથા, એમ જો ન માનો, તો વાચ્યવાચકના નિયમનો વ્યવહાર વિલીન થઈ જાય ! આ પ્રમાણે એક પણ વાક્ય એકીસાથે અનેક અર્થના વિષયવાળું નથી એમ જાણો!
શંકા – શાબ્દબોધ સંકેતને આધીન હોવાથી, કોઈ એક શબ્દમાં સદ્ અસત્ત્વનો સંકેત કરવાથી, જેમ વ્યાકરણમાં “શતૃશાનચૌ સત્' એવા સંજ્ઞાશબ્દથી સંકેતના બળથી અર્થાત્ શતૃશાન ચૂ પ્રત્યયોમાં સંકેતિત